ઝારખંડના હજારીબાગમાં (Hazaribagh) હિંદુઓની પરિસ્થિતિ કફોડી બની રહી છે. 25 માર્ચની મોડી રાત્રે, કેટલાક બદમાશોએ રામ નવમીની તૈયારીમાં કાઢવામાં આવેલી મંગળા શોભાયાત્રા (Mangala Shobhayatra) પર પથ્થરમારો કર્યો હતો. આ ઘટના સદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જામા મસ્જિદ ચોક (Jama Mosque Chowk) પાસે બની, જ્યાં હિંદુઓ તેમના અખાડાઓ સાથે શાંતિપૂર્ણ શોભાયાત્રા કાઢી રહ્યા હતા. પરંતુ અચાનક પથ્થરમારો (Stone Pelting) થવાથી તણાવ પેડા થયો હતો.
અહેવાલો અનુસાર, પરિસ્થિતિ એટલી વણસી ગઈ કે પોલીસે હવામાં ચાર રાઉન્ડ ફાયરિંગ કરવું પડ્યું અને ટીયર ગેસના શેલ છોડવા પડ્યા હતા. દર વર્ષે, હોળી પછીના મંગળવારે હજારીબાગમાં મંગળા શોભાયાત્રા નીકળે છે. આ વખતે પણ, અખાડાના લોકો ઢોલ વગાડીને ચોકમાંથી પસાર થઈ રહ્યા હતા. શોભાયાત્રામાં કેટલાક ગીતો વગાડવામાં આવી રહ્યા હતા, જેનો સામે પક્ષે વાંધો ઉઠાવ્યો હતો અને પથ્થરમારો કરી દીધો હતો.
VIDEO | Jharkhand: Situation remains under control in #Hazaribagh after reports of stone pelting during 'Mangala' procession last night. Heavy police deployment in parts of the city.#JharkhandNews
— Press Trust of India (@PTI_News) March 26, 2025
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/WnXyci1iLh
પહેલાં આ મામલે જીભાજોડી થઈ અને પછી પથ્થરો વરસવાના શરૂ થઈ ગયા. હિંદુઓનું કહેવું છે કે તેમની શોભાયાત્રા શાંતિપૂર્ણ હતી, પરંતુ અસામાજિક તત્વોએ જાણી જોઈને વાતાવરણ બગાડ્યું. પથ્થરમારો કરીને તોડફોડ પણ કરી હતી. પોલીસે લાઠીચાર્જ અને ગોળીબાર કર્યો, ત્યારે જઈને ભીડ ભાવિખેરાઈ. હવે આ વિસ્તાર છાવણીમાં ફેરવાઈ ગયો છે અને પોલીસ દરેક પાસાં પર નજર રાખી રહી છે.
હજારીબાગના ડેપ્યુટી કમિશનર નેન્સી સહાયે જણાવ્યું હતું કે હવે પરિસ્થિતિ નિયંત્રણમાં છે. તેમણે કહ્યું કે રામ નવમી પહેલા કાઢવામાં આવી રહેલી બીજી મંગળા શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ જગ્યા ઝંડા ચોક પાસે છે. શોભાયાત્રામાં ગીત વગાડવાના વિરોધમાં આ હુમલો થયો હતો. ઘટનાસ્થળે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
Hazaribagh, Jharkhand: Scuffle and mild stone pelting took place between two groups during Mangla Julus (procession) as part of the Ram Navami celebration at Jhanda Chawk of Hazaribagh. One group was playing some songs during the procession, which was objected to by the second…
— ANI (@ANI) March 26, 2025
હજારીબાગના એસપી અરવિંદ કુમાર સિંઘે ઘટનાસ્થળે પહોંચીને અને લોકોને શાંતિની અપીલ કરી હતી. હવે FIR નોંધવામાં આવી રહી છે અને પોલીસ બંને પક્ષોને મનાવવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ વિસ્તારમાં હજુ પણ તણાવ યથાવત છે.
મહાશિવરાત્રી પર પણ હિંદુઓ પર હુમલા
ઉલ્લેખનીય છે કે હજારીબાગમાં હિંદુઓ પર હુમલાની આ પ્રથમ ઘટના નથી. આ પહેલાં પણ ફેબ્રુઆરી 2025માં, મહાશિવરાત્રી નિમિત્તે હજારીબાગના ઇચાકમાં ઝંડા લગાવવા મામલે હિંદુઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. પથ્થરમારો અને આગચંપીમાં અનેક લોકો ઘાયલ થયા હતા, વાહનો પણ સળગાવી દેવામાં આવ્યા હતા. ત્યારે ભાજપના નેતા સંજય સેઠે તેને ઘુસણખોરોનું કાવતરું ગણાવ્યું હતું અને હેમંત સોરેન સરકાર પર હિંદુઓનું રક્ષણ કરવામાં નિષ્ફળ જવાનો આરોપ લગાવ્યો હતો.
એટલું જ નહીં, તાજેતરમાં જ 14 માર્ચે ગિરિડીહમાં હોળીના દિવસે હિંદુઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. હજારીબાગમાં તહેવારો દરમિયાન હિંદુઓને નિશાન બનાવવાની ઘટનાઓ વધી રહી છે.