બાંગ્લાદેશમાં (Bangladesh) લઘુમતી (Attack on Minorities) પરના અત્યાચાર વધી રહ્યા છે. હિંદુ, બૌદ્ધ તથા ખ્રિસ્તી સમુદાયના (Christian Community) લોકોને તેમના તહેવારો ઉજવતા પર રોકવામાં આવી રહ્યા છે તથા તેમના પર હુમલા કરવામાં આવી રહ્યા છે. આવી જ એક ઘટના ખ્રિસ્તીઓના તહેવાર નાતાલ (Christmas) દરમિયાન બની હતી. જેમાં બાજુના ગામમાં પ્રાર્થના કરવા પહોંચેલા લોકોના ઘરોને આગ ચાંપી દેવામાં આવી હતી. લગભગ 17 ઘરોને આગ ચાંપી (Burnt) હોવાનું સામે આવ્યું હતું.
અહેવાલો અનુસાર આ હુમલો 24 ડિસેમ્બરે રાત્રે 12:30 આસપાસ થયો હતો. જ્યારે ટોંગજીરી વિસ્તારના નવા બેટાચારા પરા ગામના લોકો તેમના ગામમાં ચર્ચ ન હોવાના કારણે બાજુના ગામમાં નાતાલ ઉજવવા તથા પ્રાર્થના કરવા ગયા હતા. આ દરમિયાન તેમના ગામમાં કોઈ હાજર હતું નહીં. જેનો લાભ ઉઠાવીને કટ્ટરપંથીઓએ તેમના ઘરો પર આગ ચાંપી દીધી હતી.
17 ઘરો થયા બળીને ખાક
બાંગ્લાદેશમાં આવેલ આ ગામમાં ત્રિપુરા ખ્રિસ્તી સમુદાયના 19 ઘરો હતા, પરંતુ આ આગ ચંપી દરમિયાન તેમાંથી 17 ઘરો બળીને ખાક થઇ ગયા હતા. નોંધનીય છે કે પીડિત પરિવારો ઘણી પેઢીઓથી આ જ ગામમાં રહેતા હતા. જોકે થોડા સમય પહેલાં તેમની જમીન પોલીસ અધિકારીની પત્નીને ભાડા પટ્ટે આપી છે એમ કહીને તેમના ઘરો ખાલી કરાવી દેવામાં આવ્યા હતા. જોકે અવામી લીગની સરકારના પતન પછી તેઓ તેમના ગામમાં ફરીથી રહેવા આવ્યા હતા.
18 houses belonging to the Bangladeshi Minority Christian Indian Tripura community, were torched by ISI🇵🇰 backed Jamaat-e-Islami cadres in the Notun Betchhara Para of Lamar Sarai Union in Bandarban, Lama #Bangladesh🇧🇩 when the indigenous villagers were celebrating #Christmas2024 pic.twitter.com/3aZaoIvAem
— Subcontinental Defender 🛃 (@Anti_Separatist) December 25, 2024
વર્તમાનમાં તેઓ જે ઘરમાં રહેતા હતા તે ઘરો અસ્થાયી સ્વરૂપે ઉભા કરાયેલા હતા. તેથી ઘરો વાંસ અને લાકડાના બનેલા હતા જેના કારણે આગ ચાંપવાના પગલે તેમના ઘરો સળગીને ખાક થઇ ગયા હતા. આ ઉપરાંત ખ્રિસ્તી સમુદાયના લોકો પર એવો પણ આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે તેમણે આ જમીન પચાવી પાડી હતી. જોકે વાસ્તવમાં તેમની ઘણી પેઢીઓથી તે લોકો આ જ ગામમાં રહી રહ્યા હતા.
અગાઉ ઘર ખાલી કરવા મળી ચૂકી છે ધમકીઓ
અહેવાલ અનુસાર ન્યૂ બેટાચરા પારા ગામના લોકોને 17 નવેમ્બરે ગામ ખાલી કરવાની ધમકી મળી હતી. જે મામલે ગંગા મણિ ત્રિપુરા નામક વ્યક્તિએ લામા પોલીસ સ્ટેશનમાં 15 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેમ છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. હવે ઘર બળી ગયા બાદ પીડિતોના પરિવાર ઘર વિહોણા થઇ ગયા છે. ગંગા મણિ ત્રિપુરાએ કહ્યું, “અમારા ઘરો સંપૂર્ણપણે બળી ગયા છે. હવે અમારી પાસે કંઈ બચ્યું નથી.” આ ઘટનામાં 15 લાખ ટકાનું નુકસાન થયું હોવાનું પણ સામે આવ્યું હતું.
નોંધનીય છે કે 5 ઓગસ્ટે બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપ્યા બાદ કટ્ટરપંથીઓ સતત લઘુમતીઓને નિશાનો બનાવી રહ્યા છે. શરૂઆતમાં હિંદુઓના ઘરો, મંદિરો તથા વ્યવસાયિક સ્થાનો પર હુમલાની ઘટના સામે આવી હતી. જોકે બાંગ્લાદેશમાં માત્ર હિંદુઓ નહીં પરંતુ લઘુમતીમાં આવતા ખ્રિસ્તી તથા બૌદ્ધ સમુદાયના લોકો પણ પીડિત છે જેના ઘણા અહેવાલો પાછલાં મહિનાઓ દરમિયાન સામે આવ્યા હતા.