મધ્યપ્રદેશના ખાતેગાંવ (Khategaon) ખાતે એક હિંદુ દંપતિ મા નર્મદા પરિક્રમા પર જઈ રહ્યું હતું. આ દરમિયાન મુસ્લિમ યુવકોએ તેમની સાથે ખરાબ વર્તન કર્યું અને મહિલા પર થૂંક્યા (Spit) હોવાનો મામલો સામે આવ્યો હતો. ત્યારે પોલીસે આરોપીઓની ધરપકડ (Arrested) કર્યા બાદ તેમનું સરઘસ કાઢ્યું હતું. આ ઘટનાના વિરોધમાં સ્થાનિક હિંદુઓએ 19 ફેબ્રુઆરીએ બંધ પાળ્યું હતું.
સમગ્ર ઘટના સોમવાર, 17 ફેબ્રુઆરીએ બની હોવાનું સામે આવ્યું હતું. ખાતેગાંવ પોલીસ સ્ટેશન વિસ્તારના તમખાન ગામમાંથી બરવાનીના રહેવાસી પ્રકાશ યાદવ તેમની પત્ની સાથે બાઇક પર નર્મદા પરિક્રમા દરમિયાન પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન તેઓ મસ્જિદ પાસેથી પસાર થયા, ત્યારે મુસ્લિમ છોકરાઓ એક ટ્રેક્ટર પર બેઠેલા હતા. તેઓ દંપતિ સાથે ખરાબ વર્તન કરવા લાગ્યા. આ દરમિયાન આરોપીએ તેમની પત્ની પર થૂંક્યું.
આરોપીની કરાઈ ધરપકડ
આ મામલે દંપતિએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મળતાં જ ખાતેગાંવ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને પોલીસે ત્રણ લોકો સામે ગુનો નોંધ્યો છે. એસડીએમ, તહસીલદાર, પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ફોર્સ સાથે તમખાન ઘાટ પહોંચ્યા. ઘાટ પર બુલડોઝર ચલાવીને, રેતીના ગેરકાયદેસર અતિક્રમણનો માર્ગ બંધ કરવામાં આવ્યો હતો.
Dewas, MP: Islamists spat on Hindu devotees while they were circumambulating (Parikrama) Maa Narmada.
— Treeni (@TheTreeni) February 20, 2025
After massive outrage and protests, the accused Abduls have been caught and paraded by the police.
Hindu organizations demand that the NSA be invoked against the accused. pic.twitter.com/j1ooPOUT1y
નોંધનીય છે કે 18 ફેબ્રુઆરીએ સાંજે પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી મધ્ય પ્રદેશ પોલીસ સ્ટેશનથી તાલુકા ઓફિસ સુધી સરઘસ કાઢ્યું હતું. આ ઉપરાંત તેમનું ટ્રેક્ટર પણ જપ્ત કરી લેવામાં આવ્યું હતું. 18 ફેબ્રુઆરીએ બપોરે આરોપીઓને તહસીલદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને જેલમાં મોકલવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આરોપીઓની ઓળખ મોહસીન, અકરમ અને ઇસ્લામ તરીકે કરવામાં આવી હતી.
ગામનું નામ બદલવાનો વિવાદ
ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી તાજેતરમાં જ દેવાસની મુલાકાત પર હતા આ દરમિયાન જિલ્લાના 50થી વધુ ગામોના નામ બદલવા માટેની યાદી મુખ્યમંત્રી સમક્ષ મૂકવામાં આવી હતી. જેમાં, તામખાન ગામનું નામ બદલીને ‘કાન્હાપુર’ કરવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો. એવું માનવામાં આવે છે કે આ મુદ્દાથી વિવાદ શરૂ થયો હતો.
આ ઘટનાની સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. ત્યારે સ્થાનિક હિંદુઓ સહિતના હિંદુ સંગઠનોએ ખૂબ વિરોધ નોંધાવ્યો હતો. હિંદુ સંગઠનોએ 19 ફેબ્રુઆરીની બપોરે 2 વાગ્યે સરસ્વતી શિશુ મંદિરમાં એક બેઠક બોલાવી હતી, જેમાં તેમણે ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા માટે બુધવારે શહેર બંધ રાખવાનો નિર્ણય લીધો હતો.
કલેક્ટરના નામે આપ્યું આવેદન
બંધ પાળ્યા બાદ બપોરે શ્રીરામ મંદિર ખાતે વિવિધ સંગઠનોના કાર્યકરો એકઠા થયા હતા. મુખ્ય માર્ગો પર ભગવા ઝંડા લઈને રેલી કાઢવામાં આવી હતી અને તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. કલેક્ટર અને એસપીના નામે એડિશનલ એસપી અને એસડીએમને આવેદન સોંપવામાં આવ્યું હતું. જેમાં ઉલ્લેખ હતો કે ઘટનામાં મસ્જિદના મૌલવી અને સદર પણ સામેલ હતા. તેમની વિરુદ્ધ પણ કાર્યવાહીની માંગ કરવામાં અવી હતી.
આ સિવાય આવેદનમાં એવો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો કે, મસ્જિદ સરકારી જમીન પર અતિક્રમણ કરીને બનાવવામાં આવી છે જેમાં અનૈતિક, ગેરકાયદેસર અને ગેરબંધારણીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. તામખાનના કેટલાક અસામાજિક તત્વો મશીનોનો ઉપયોગ કરીને ગેરકાયદેસર રેતી ખોદકામ કરે છે. હિંદુ સંગઠનોએ વહીવટીતંત્રને આ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવાની તથા ટ્રેક્ટર, અને મશીનો જપ્ત કરવાનું તથા અતિક્રમણ કરીને બનાવાયેલી મસ્જિદ તોડી પડવાની પણ માંગ કરવામાં આવી હતી.