Friday, December 6, 2024
More
    હોમપેજદેશનોઇડામાં ઝડપાયેલા 185 ટન ગૌમાંસ માટે 8થી 10 હજાર ગૌવંશની હત્યાની આશંકા:...

    નોઇડામાં ઝડપાયેલા 185 ટન ગૌમાંસ માટે 8થી 10 હજાર ગૌવંશની હત્યાની આશંકા: દિલ્હીના મોહમ્મદ ખાલીદે પશ્ચિમ બંગાળથી મંગાવ્યું હોવાનો રિપોર્ટમાં ખુલાસો

    આ મામલે અત્યાર સુધી 6થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલા લોકોમાં ટ્રક ડ્રાઈવર, હેલ્પર, કોલ્ડ સ્ટોરેજનો માલિક, મેનેજરનો સમાવેશ થાય છે. આ ગૌમાંસને દિલ્હીના મહોમ્મદ ખાલીદ દ્વારા ભેંસ-પાડાનું માંસ હોવાનું લેબલ મારીને દેશ-વિદેશમાં વેચવામાં આવતું હોવાનું સામે આવ્યું છે.

    - Advertisement -

    ગત 9 નવેમ્બરની મોડી રાત્રે ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) ગ્રેટર નોઇડામાં (Greater Noida) ટોલ પ્લાઝા અને બાદમાં કોલ્ડ સ્ટોરેજ પરથી અધધ 185 ટન ગૌમાંસ (Gau Mans/Beef) જપ્ત કરવામાં આવ્યું હતું. આટલા ગૌમાંસ માટે લગભગ 8થી 10 હજાર ગૌવંશને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હોવાની આશંકા છે. આ ગૌવંશને પશ્ચિમ બંગાળના એક ખાટકીવાડામાં કાપવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ સમગ્ર મામલે ચોંકાવનારા ખુલાસા થયા છે કે આ આખી ખેપને વિદેશ સપ્લાય કરવામાં આવનાર હતી.

    પ્રાપ્ત માહિતી અનુસાર આ મામલે અત્યાર સુધી 6થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલા લોકોમાં ટ્રક ડ્રાઈવર, હેલ્પર, કોલ્ડ સ્ટોરેજનો માલિક, મેનેજરનો સમાવેશ થાય છે. આ ગૌમાંસને દિલ્હીના મહોમ્મદ ખાલીદ દ્વારા ભેંસ-પાડાનું માંસ હોવાનું લેબલ મારીને દેશ-વિદેશમાં વેચવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. દૈનિક ભાસ્કરે આપેલા અહેવાલ અનુસાર પોલીસ અને ગૌરક્ષકોને ટ્રકમાંથી 32 ટન અને કોલ્ડ સ્ટોરેજમાંથી 153 ટન પેક કરેલું માંસ મળી આવ્યું હતું. આ માંસની કુલ કિંમત ₹4 કરોડ જેટલી હોવાનું સામે આવ્યું હતું.

    માંસ મળ્યા બાદ તેના સેમ્પલને મથુરાની ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યા હતા. FSL રિપોર્ટમાં આ માંસ ગૌવંશનું હોવાનું પુરવાર થયું હતું. માંસને જે પેકેટમાં ભરવામાં આવ્યું હતું તેના પર AL-માજિદ, AL-તમીમ, સારા અને હુર પરી લખેલું હતું. આ ચાર બ્રાંડના નામે બોનલેસ મીટ દેશ-વિદેશમાં સપ્લાય કરવામાં આવતું હતું. આ પેકેટ પર ‘ફ્રોઝન બોનલેસ બફેલો મીટ’ લખેલું હતું. માંસનું કૂલ વજન 185 ટન હોવાનું સામે આવ્યું હતું. આટલું માંસ મેળવવા ઓછામાં ઓછી 8થી 10 હજાર ગૌવંશને કાપવામાં આવ્યો હોવાનું અનુમાન છે.

    - Advertisement -

    ગૌમાંસનો માલિક ખાલીદ, દેશ-વિદેશમાં માંસની સપ્લાય કરતો મોટો ડીલર

    આ મામલે કોલ્ડ સ્ટોરેજના માલિક પૂરણને ટાંકીને ભાસ્કરે જણાવ્યું હતું કે, આ બધું જ ગૌમાંસ દિલ્હીના મોહમ્મદ ખાલીદની માલિકીનું હતું. તે ઇન્ટરનેશનલ મીટ એક્સપોર્ટ કંપની ચલાવે છે. ખાલીદે જ આ માંસ પશ્ચિમ બંગાળની કંપનીમાંથી મંગાવ્યું હતું. બીજી તરફ જે ટ્રકમાં માંસ સપ્લાય કરવામાં આવતું તેના ડ્રાઈવર શિવશંકરે પણ પોલીસને જણાવ્યું હતું કે તેમને આ માંસ બકરા અને ભેંસનું હોવાનું કહીને ગાડી લોડ કરવામાં આવતી. તેમણે એમ પણ કહ્યું હતું કે ગાડીના લોડીંગ વખતે તેમને ત્યાંથી દૂર કરી દેવામાં આવતા હતા. આ મામલે પોલીસે ખાલીદની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

    દૈનિક ભાસ્કરના અહેવાલ અનુસાર ઝડપાયેલા ગૌમાંસને નષ્ટ કરવામાં પોલીસ અને ગૌરક્ષકોને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. ગૌરક્ષા હિંદુ દળના નેતા વેદ નાગરે દૈનિક ભાસ્કરને જણાવ્યું હતું કે, ઝડપાયેલા ગૌમાંસને નષ્ટ કરવા માટે જમીનમાં 15 ફૂટ ઊંડો ખાડો ખોદવામાં આવ્યો હતો. આ ખાડામાં ગૌમાંસ દાટવા માટે 15 ડમ્ફર ટ્રકની જરૂર પડી હોવાનું તેમણે જણાવ્યું હતું. ગૌમાંસના સંપૂર્ણ નષ્ટ માટે 30થી 40 ટન મીઠાની જરૂર પડી હતી. આ આખી કામગીરી પૂર્ણ થતા લગભગ 10 કલાકનો સમય લાગ્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં