Saturday, November 23, 2024
More
    હોમપેજદેશમુઝફ્ફરનગરની શાળામાં વિદ્યાર્થીને માર મારવાની ઘટના, લિબરલ ગેંગે હિંદુ-મુસ્લિમ એન્ગલથી ફેલાવી: UP...

    મુઝફ્ફરનગરની શાળામાં વિદ્યાર્થીને માર મારવાની ઘટના, લિબરલ ગેંગે હિંદુ-મુસ્લિમ એન્ગલથી ફેલાવી: UP પોલીસે જણાવી હકીકત, ઝુબૈર વિડીયો ડિલીટ કરીને ભાગ્યો 

    સમગ્ર ઘટના મુઝફ્ફરનગરની નેહા પબ્લિક સ્કૂલની હોવાનું જાણવા મળે છે. આ સ્કૂલના વાયરલ વીડિયોને લઈને પોલીસે નિવેદન આપ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ, શાળામાં 8મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીને ઘડિયા યાદ ન હોવાથી મહિલા શિક્ષકે અન્ય વિદ્યાર્થીઓ પાસે તેને માર મરાવ્યો હતો.

    - Advertisement -

    તાજેતરમાં ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરની એક સ્કૂલનો વિડીયો સામે આવ્યો હતો. જેમાં એક વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીઓ માર મારતા નજરે પડે છે. સોશિયલ મીડિયા પર તેને કોમ્યુનલ એન્ગલ આપવામાં આવી રહ્યો છે તો બીજી તરફ પોલીસે સ્પષ્ટતા કરતાં કહ્યું કે, બાળકને ઘડિયા યાદ ન હોવાથી તેને સજા આપવામાં આવી હતી. આ મામલે NCPCRએ પણ નોંધ લીધી છે.

    અહેવાલ મુજબ, સમગ્ર ઘટના મુઝફ્ફરનગરની નેહા પબ્લિક સ્કૂલની હોવાનું જાણવા મળે છે. આ સ્કૂલના વાયરલ વીડિયોને લઈને પોલીસે નિવેદન આપ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ, શાળામાં 8મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીને ઘડિયા યાદ ન હોવાથી મહિલા શિક્ષકે અન્ય વિદ્યાર્થીઓ પાસે તેને માર મરાવ્યો હતો. આ બાબતે સંબંધિત વિભાગ કાયદેસરની કાર્યવાહી કરશે.

    પોલીસના જણાવ્યા મુજબ, “મંસૂરપુર પોલીસને સોશિયલ મીડિયા દ્વારા એક વાયરલ વિડીયોની જાણ થઈ છે. જેમાં એક મહિલા શિક્ષકે એક વિદ્યાર્થીને ઘડિયા યાદ ન હોવા પર અન્ય વિદ્યાર્થીઓ દ્વારા માર ખવડાવવાની ઘટના સામે આવી છે. આ સિવાય વિડીયોમાં વાંધાજનક ટિપ્પણીઓ પણ કરવામાં આવી છે. આ ટિપ્પણી બાબતે પણ ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી છે.”

    - Advertisement -

    પોલીસ અધિકારીએ ઉમેર્યું, “આ બાબતે શાળાના આચાર્ય સાથે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં જાણવા મળ્યું કે વિદ્યાર્થીને સજા કરનાર મહિલા શિક્ષકે કહ્યું હતું કે, જે મોહમ્મડેન બાળકોની માતા તેમના અભ્યાસ પર ધ્યાન ન આપે તેમનું ભણતર બગડી જાય છે. આ અંગે વાયરલ થયેલ વિડીયો બનાવનાર વ્યક્તિએ પુષ્ટિ કરી હતી. આ અંગે BSEને જાણ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલી મારપીટ બાબતે સંબંધિત શિક્ષિકા સામે કાયદેસરની વિભાગીય કાર્યવાહી કરવામાં આવશે.”

    બીજી બાજુ આ મામલે રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ (NCPCR) દ્વારા પણ સમગ્ર મામલે નોંધ લેવામાં આવી છે. NCPCRના ચીફ પ્રિયંક કાનૂન્ગો દ્વારા X પર આ બાબતે પોસ્ટ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ મામલે જરૂરી માહિતી મેળવી યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. તેમણે વિદ્યાર્થીને માર મારતા આ વીડિયોને ફેલાતો અટકાવવાની પણ અપીલ કરી હતી.

    પ્રિયંક કાનૂન્ગોએ તેમની પોસ્ટમાં જણાવ્યું, “આ મામલે યોગ્ય તપાસ કરાયા બાદ કાર્યવાહી માટે સૂચના આપવામાં આવી રહી છે. દરેકને વિનંતી છે કે, આ વિદ્યાર્થીઓનો વિડીયો ક્યાંય શેર કરવામાં ન આવે. આ પ્રકારની ઘટનાઓની જાણકારી ઈ-મેઈલ દ્વારા આપવામાં આવે. બાળકોની ઓળખ છતી કરીને ગુનાનો ભાગ ન બનો.”

    જોકે, સોશિયલ મીડિયા પર આ વિડીયોને અલગ રૂપ આપી લિબરલો દ્વારા રાજનૈતિક રોટલા શેકવામાં આવી રહ્યા છે. ત્યારે અમુક લોકો દ્વારા સમાજમાં ભાગલા અને નફરતની ભાવના ઉભી કરવામાં આવી રહી છે. આમાં પણ દર વખતની જેમ લેફ્ટ-લિબરલ ટોળકી આગળ છે. ઉલ્લેખનીય છે કે, આ ઘટનાની સત્યતા સામે આવતાં Alt Newsના મોહમ્મદ ઝુબૈરે તેના સોશિયલ મીડિયા પરથી આ વિડીયો ડિલીટ કર્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં