Tuesday, November 26, 2024
More
    હોમપેજગુજરાત'લવ જેહાદનો પ્રશ્ન ગંભીર, આ બાબતે રજૂઆત કરી છે': મહેસાણામાં એક કાર્યક્રમમાં...

    ‘લવ જેહાદનો પ્રશ્ન ગંભીર, આ બાબતે રજૂઆત કરી છે’: મહેસાણામાં એક કાર્યક્રમમાં બોલ્યા નીતિન પટેલ, CM ભુપેન્દ્ર પટેલે આ બાબતે ચોક્કસ વ્યવસ્થા ઉભી કરવાની બાંહેધરી આપી

    ઉલ્લેખનીય છે કે મહેસાણામાં પૂર્વ ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે લવ જેહાદનો પ્રશ્ન ગંભીર ગણાવ્યો છે. આ સાથે જ CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા યોગ્ય વ્યવસ્થા ઉભી કરવાની બાહેંધરી પણ અપાઈ છે. તે પહેલા પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લવ જેહાદ મુદ્દે કડક શબ્દોમાં ચેતવણી આપી હતી.

    - Advertisement -

    રવિવારે, 30 જુલાઈ 2023, મહેસાણામાં સરદાર પટેલ સેવાદળ (SPG) ના બેનર હેઠળ ચોર્યાસી પાટીદાર સંકૂલ ખાતે સ્નેહમિલન અને વિદ્યાર્થીઓનો ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલ અને પૂર્વ ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રાજકીય અને સામાજિક અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સ્નેહમિલન કાર્યક્રમમાં સરદાર પટેલ સેવાદળના સભ્યોએ પ્રેમલગ્નનો મુદ્દો ઉઠાવતા તેના પ્રત્યુત્તરમાં CM ભૂપેન્દ્ર પટેલે યોગ્ય અભ્યાસ કરી નિર્ણય લેવાનું જણાવ્યું હતું. આ સાથે જ ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલે લવ જેહાદનો પ્રશ્ન સમગ્ર ભારતનો એક ગંભીર પ્રશ્ન ગણાવ્યો હતો.

    અહેવાલો અનુસાર ગત રવિવારના રોજ મહેસાણામાં સરદાર પટેલ સેવાદળ દ્વારા CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ચોર્યાસી પાટીદાર સંકૂલ ખાતે સ્નેહમિલન તથા વિદ્યાર્થીનો ઈનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલે પાટીદાર સમાજના સેવાકાર્યોને બિરદાવ્યા હતા, તેમજ પાટીદાર સમાજને જ્યાં મુશ્કેલી ઊભી થશે ત્યાં સરકાર સાથે રહેશે તેમ જણાવ્યું હતું. આ સ્નેહમિલન કાર્યક્રમમાં સરદાર પટેલ સેવાદળ દ્વારા પ્રેમલગ્નનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. જેના પ્રત્યુત્તરમાં CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા જણાવાયું હતું કે, “બંધારણને અનુરૂપ અભ્યાસ કરી તેમજ લગ્ન બાબતે માતાપિતાની સહમતી રહે તે રીતની કોઈ વ્યવસ્થા ઊભી કરીશું.” આ સાથે જ કાર્યક્રમમાં પાટીદાર બહેન, દીકરીઓ માટે હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યો હતો.

    લવ જેહાદ મુદ્દે બોલ્યા પૂર્વ ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ

    મહેસાણામાં સરદાર પટેલ સેવાદળ દ્વારા યોજાયેલ સ્નેહમિલન અને વિદ્યાર્થીઓનો ઈનામ વિતરણ કાર્યક્રમમાં પૂર્વ ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. લવ જેહાદ જેવા ગંભીર પ્રશ્ન પર તેમણે નિવેદન આપ્યું હતું. આ સાથે જ પ્રેમલગ્ન પર પણ વાત કરી હતી.

    - Advertisement -

    પૂર્વ ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, હાલમાં દિકરીઓમાં બે પ્રકારના પ્રશ્નો જોવા મળે છે. જેમાં એક લવ જેહાદનો પ્રશ્ન ગંભીર પ્રશ્ન છે. આ ગંભીર પ્રશ્ન સમગ્ર દેશમાં જોવા મળે છે. તેમણે કહ્યું કે, “હિંદુ ધર્મની દીકરીઓને લલચાવી ફોસલાવી, ખોટી ઓળખ ઊભી કરી અને પોતાને હિંદુ ગણાવી વિધર્મી યુવકો દીકરીને છેતરીને લઈ જાય છે. તે દીકરી સાથે લગ્ન કર્યા બાદ ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ કરે છે. તેમણે કહ્યું કે બીજા કિસ્સામાં આપણાં જ લોકો દીકરીઓ સાથે પ્રેમલગ્ન કરે છે અને પરિવારની સંમતિ લેતા નથી. આ તમામ બાબત અટકાવવા દરેક સમાજે સરકારમાં રજૂઆત કરી છે.”

    આ પહેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ લવ જેહાદ બાબતે ચીમકી આપી હતી

    ઉલ્લેખનીય છે કે મહેસાણામાં પૂર્વ ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે લવ જેહાદનો પ્રશ્ન ગંભીર ગણાવ્યો છે. આ સાથે જ CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા યોગ્ય વ્યવસ્થા ઉભી કરવાની બાહેંધરી પણ અપાઈ છે. તે પહેલા પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લવ જેહાદ મુદ્દે કડક શબ્દોમાં ચેતવણી આપી હતી.

    તેમણે કહ્યું હતું કે, “દુનિયાના કોઇપણ ખૂણામાં અને ખાસ કરીને ગુજરાતની ધરતી પર સાહેબ, પ્રેમ કરવો એ કોઈ ગુનો નથી, પરંતુ પ્રેમના નામે બદનામ કરવાવાળા કાન ખોલીને સાંભળી લે… કોઇ સલીમ સુરેશ બનીને મારી ભોળી દીકરીને ફસાવી લગ્ન કરશે તો તે દીકરીના ભાઈ તરીકે હું અહીં આવ્યો છું. કોઈ સુરેશ સલીમ બનીને પ્રેમ કરે તે પણ ખોટું છે. પ્રેમ કરવાનો હક બધાને છે. પણ પ્રેમના નામે કોઈ ભોળી દીકરીને ફસાવશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં