Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમહારાષ્ટ્ર બસ અકસ્માત: ડ્રાઈવર દાનિશના ટાયર ફાટી ગયું હોવાના દાવાને RTOએ નકાર્યો,...

    મહારાષ્ટ્ર બસ અકસ્માત: ડ્રાઈવર દાનિશના ટાયર ફાટી ગયું હોવાના દાવાને RTOએ નકાર્યો, રિપોર્ટમાં કહ્યું- ઘટનાસ્થળેથી કોઈ પુરાવા ન મળ્યા, માનવીય ભૂલની આશંકા

    બસ પહેલાં રસ્તાની જમણી તરફ સ્ટીલના થાંભલા સાથે અથડાઈ હતી અને જેના કારણે ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવી દીધું હતું. ત્યારબાદ ડિવાઈડર સાથે જઈને અથડાઈ અને જમણી તરફ આવેલી ડિઝલ ટેન્ક પણ ડિવાઈડર સાથે અથડાતાં આગ લાગી ગઈ હતી.

    - Advertisement -

    મહારાષ્ટ્રના બુલઢાણામાં શનિવારે સવારે એક બસ અકસ્માતમાં 25 લોકોનાં મોત થયાં હતાં. સમૃદ્ધિ એક્સપ્રેસ વૅ પરથી પસાર થતી બસ ડિવાઈડર સાથે અથડાતાં આગ લાગી ગઈ હતી, જેના કારણે યાત્રિકો સળગીને મૃત્યુ પામ્યા હતા. આ મામલે ડ્રાઈવર દાનિશ ખાન સામે IPC અને મોટર વેહિકલ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને તેની અટકાયત કરી લેવામાં આવી હતી તો કંડક્ટરને પણ હિરાસતમાં લેવામાં આવ્યો હતો. હવે આ મામલે વધુ વિગતો સામે આવી છે. 

    અકસ્માત બાદ ડ્રાઈવરે જણાવ્યું હતું કે બસનું ટાયર ફાટી ગયું હતું અને જેના કારણે વાહને નિયંત્રણ ગુમાવી દીધું હતું. પરંતુ RTOના રિપોર્ટમાં કંઈક જુદી જ બાબત સામે આવી છે. અમરાવતી RTOએ પોતાના રિપોર્ટમાં ટાયટ ફાટવાની સંભાવનાઓ નકારી દીધી હતી. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે, ઘટનાસ્થળે રબરના ટુકડા કે ટાયર મળી આવ્યાં નથી કે ન કોઈ ટાયરનાં ચિહ્ન જોવા મળ્યાં છે. 

    રિપોર્ટમાં બચી ગયેલા એક યાત્રીના નિવેદનના આધારે જણાવવામાં આવ્યું કે, બસ પહેલાં રસ્તાની જમણી તરફ સ્ટીલના થાંભલા સાથે અથડાઈ હતી અને જેના કારણે ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવી દીધું હતું. ત્યારબાદ ડિવાઈડર સાથે જઈને અથડાઈ અને જમણી તરફ આવેલી ડિઝલ ટેન્ક પણ ડિવાઈડર સાથે અથડાતાં આગ લાગી ગઈ હતી. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે, પહેલાં બસનો આગળનો ભાગ અથડાયો હશે અને ત્યારબાદ ઘર્ષણના કારણે આગ લાગી ગઈ હશે. અથડાઈને આગ લાગ્યા બાદ બસ ડાબી તરફ પલટી ગઈ હતી, જેના કારણે બહાર નીકળવાનો રસ્તો બંધ થઇ ગયો હતો, જેથી મુસાફરો નીકળી શક્યા ન હતા. 

    - Advertisement -

    રિપોર્ટમાં ઓવરસસ્પિડીંગની વાતને પણ નકારી કાઢવામાં આવી છે. જણાવવામાં આવ્યું કે, સમૃદ્ધિ એક્સપ્રેસ વૅના એન્ટ્રી પોઇન્ટથી અકસ્માતના સ્થળ સુધીના 152 કિલોમીટરના અંતરને કાપવા માટે બસને 2 કલાક 24 મિનિટનો સમય લાગ્યો હતો. બસે રાત્રે 11:08 વાગ્યે એક્સપ્રેસ વૅ પર પ્રવેશ કર્યો હતો અને અકસ્માત ત્યાંથી 152 કિલોમીટર દૂર 1:32 વાગ્યે થયો હતો. એટલે કે બસની સરેરાશ ઝડપ 70 કિલોમીટર પ્રતિ કલાકની હોવી જોઈએ, જે સામાન્ય છે. 

    એક રિપોર્ટમાં પોલીસકર્મીને ટાંકીને જણાવવામાં આવ્યું કે, ઓવરસ્પીડ સમસ્યા નથી. પ્રથમ દ્રષ્ટિએ આ માનવીય ભૂલ લાગી રહી છે. ડ્રાઈવરે કહ્યું કે, ટાયર ફાટવાના કારણે ઘટના બની હતી પણ હાલ તપાસ ચાલી રહી છે અને સાચું કારણ જાણવામાં આવી રહ્યું છે. દુર્ઘટના બાદ ડિઝલ ટેન્ક ફાટી જવાના કારણે આગ લાગી ગઈ હતી.

    આ અકસ્માત શુક્ર-શનિની રાત્રે બન્યો હતો. બસ નાગરપુરથી પુણે જઈ રહી હતી ત્યારે બુલઢાણામાં સમૃદ્ધિ એક્સપ્રેસ વૅ ઉપર અકસ્માત નડ્યો હતો. બસમાં કુલ 33 લોકો સવાર હતા, જેમાંથી 25 મૃત્યુ પામ્યા હતા, જ્યારે ડ્રાઈવર-કંડક્ટર સહિત 8 લોકો બચી ગયા હતા. આ મામલે હાલ તપાસ ચાલી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં