ઓસ્ટ્રેલિયાના પૂર્વ લેગ સ્પિનર શેન વોર્નનું માર્ચ 2022માં હાર્ટ અટેકને લીધે મૃત્યુ થયું હતું. દિગ્ગજ ક્રિકેટરે 52 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દેતાં ક્રિકેટજગતમાં શોક વ્યાપી ગયો હતો. હવે શેન વોર્નનું મૃત્યુ ફરી એકવાર ચર્ચામાં છે. તાજેતરમાં કેટલાક ડૉક્ટરોએ જણાવ્યું હતું કે, શેન વોર્નને કોરોના વેક્સિન લેવાના કારણે હાર્ટ અટેક આવ્યો હોય તેવું બની શકે છે. ડૉક્ટરોએ દાવો કર્યો છે કે વોર્ને ફાઈઝર કોરોના વેક્સિન લીધી હતી. આ વેક્સિનથી હૃદય સંબંધી રોગ વધી શકે છે.
ઉલ્લેખનીય છે કે, માર્ચ 2022માં ઓસ્ટ્રેલિયન પૂર્વ ક્રિકેટર વેકેશન માટે થાઈલેન્ડ ગયા હતા અને ત્યાં હાર્ટ અટેક આવતાં તેમનું મૃત્યુ થયું હતું. મૃત્યુના 9 મહિના પહેલાં ક્રિકેટરે ફાઈઝર કોવિડ mRNA વેક્સિન લીધી હતી. આ જ તથ્યને જોતાં ઓસ્ટ્રેલિયન ડૉક્ટર ક્રિસ નીલ અને ભારતીય મૂળના બ્રિટિશ કાર્ડિયોલોજિસ્ટ ડૉ અસીમ મલ્હોત્રાએ કહ્યું છે કે શેન વોર્નને કોરોના વેક્સિન લીધા બાદ હાર્ટ અટેક આવ્યો હોય તેવી શક્યતા છે.
Australian Cricket Legend 52 yo Shane Warne died suddenly from Pfizer COVID-19 mRNA vaccine heart injuries on March 4, 2022
— William Makis MD (@MakisMD) June 21, 2023
I called it then – now 1.5 years later, other doctors like @DrAseemMalhotra are calling it too!
I was silenced on Twitter the very next day, suspended for… https://t.co/YKGFCKaWKE pic.twitter.com/31iBfpZ6dD
ડૉક્ટર મલ્હોત્રાએ કહ્યું કે, “એક ખેલાડીને હાર્ટ અટેક આવે એ માનવું મુશ્કેલ છે. શેન વોર્નને 52 વર્ષની ઉંમરે હાર્ટ અટેક આવ્યો અને તેમનું મૃત્યુ થયું. જોકે, સૌ જાણે છે કે વોર્નની લાઈફસ્ટાઈલ બહુ સ્વસ્થ ન હતી. તેઓ ધૂમ્રપાન કરતા હતા અને તેમનું વજન પણ વધારે હતું.” ડૉક્ટર મલ્હોત્રાએ ઉમેર્યું કે, મારા પિતાનું મૃત્યુ પણ ફાઈઝર વેક્સિનના બે ડોઝ લીધા બાદ થયું હતું કારણકે, વેક્સિન લીધા બાદ હૃદયની બીમારી ઝડપથી વધવા લાગી હતી. બીજી તરફ ડૉ. નીલે એવું કહ્યું હતું કે જ્યાં સુધી આ મામલે કોઈ તપાસ ન થાય ત્યાં સુધી કોવિડ વેક્સિન લેવા પર રોક લાગવી જોઈએ.
વામપંથીઓએ વિદેશી વેક્સિન લેવા માટે કર્યો હતો પ્રચાર
આજે વિદેશી કોરોના વેક્સિનને લઈને ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે પરંતુ, ભારતમાં કોરોના કાળમાં કેટલાક લોકોએ આ જ વેક્સિનના ગુણગાન ગાયા હતા. ભારતે જ્યારે પોતાની કોવિડ વેક્સિન શરુ કરી હતી ત્યારે વિપક્ષીઓ અને લિબરલોએ તેનો મોટાપાયે વિરોધ કર્યો હતો. કેટલાક લોકોએ તો ભારતમાં બનેલી વેક્સિનને મોદી વેક્સિન ગણાવીને એવું કહ્યું હતું કે તેઓ બીજેપીની વેક્સિન નહીં લગાવે. આ લોકોએ વિદેશી વેક્સિનનો પ્રચાર કરતા એવું જણાવ્યું હતું કે ભારતની વેક્સિન સુરક્ષિત નથી અને જે લોકો રસી લેવા માગે છે તેઓ વિદેશી વેક્સિન લે.