સોશિયલ પર બે વિડીયો વાયરલ થઇ રહ્યા છે, જે રાજસ્થાનના જયપુર ખાતેના હોવાનું કહેવાય રહ્યું છે. એકમાં હિજાબ પહેરેલી યુવતીને ઘેરીને ઉભેલી ભીડ દેખાય છે અને તેઓ તેની પાસે તેના ‘હિંદુ મિત્ર’નો નંબર માંગી રહ્યા છે. બીજા વીડિયોમાં બુરખો પહેરેલી યુવતી રસ્તા પરથી પસાર થતી અને કેટલાક લોકો તેનો પીછો કરતા જોવા મળે છે, જેમાં અમુક સગીરો પણ દેખાઈ રહ્યા છે. દાવો છે કે હિંદુ મિત્ર સાથે વાત કરવાના કારણે તેને હેરાન કરવામાં આવી હતી.
A Muslim women beginning don't record her video,
— warrior beast (@warriorbeast73) May 6, 2023
but Muslim youths harassed and filmed her for being with Hindu friend.
(Ghat gate, Jaipur) @jaipur_police @ashokgehlot51 #bhagwalovetrap pic.twitter.com/kNlAiSvNZQ
30 સેકન્ડનો આ વિડીયો જયપુર શહેરના ઘાટગેટનો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. @Warriorbeast73 નામના એક યુઝરે 6 મે, 2023ના રોજ ટ્વિટર પર જયપુર પોલીસ અને સીએમ અશોક ગેહલોતને ટેગ કરીને આ વિડીયો શૅર કર્યો હતો. સાથે ટ્વિટમાં લખ્યું હતું કે, મુસ્લિમ યુવાનોએ યુવતીને હિંદુ મિત્ર સાથે હોવાના કારણે હેરાન કરી હતી અને તેણે વારંવાર ના પાડ્યા છતાં તેનો વિડીયો પણ ઉતારવામાં આવ્યો હતો. ઑપઇન્ડિયા સ્વતંત્ર રીતે આ વીડિયોની પુષ્ટિ કરી શક્યું નથી. જોકે, સોશિયલ મીડિયા પર વાયરલ વિડીયોનું સંજ્ઞાન લઈને જયપુર પોલીસે રવિવારે (7 મે, 2023) એક ટ્વિટ કર્યું હતું.
Too late sir!
— warrior beast (@warriorbeast73) May 7, 2023
વીડિયોમાં એક બુરખો પહેરેલી યુવતીને ઘેરીને ઉભેલા લોકો જોવા મળે છે. ટોળામાં અમુક ઇસ્લામી ટોપી પહેરેલા પણ દેખાય છે. તેઓ યુવતી સાથે દેખાયેલા યુવકનો નંબર માંગી રહ્યા છે જ્યારે બીજી તરફ યુવતી હાથ જોડીને વિડીયો ન બનાવવા માટે વિનંતી કરી રહી છે. જેના જવાબમાં ટોળામાંથી એક વ્યક્તિ કહે છે કે, “વિડીયો તો બનશે જ, અથવા પછી નંબર આપી દે.”
આ વિડીયો ક્યારનો અને ક્યાંનો છે તેની પુષ્ટિ પણ થઇ શકી નથી. પરંતુ જયપુર પોલીસે એક ટ્વિટમાં તેનું સંજ્ઞાન લઈને જે-તે અધિકારીને મામલો મોકલવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.
इस्लाम का असली चेहरा
— Ach. Ankur Arya Official (@AchAnkurArya) May 7, 2023
राजस्थान के जयपुर में एक मुस्लिम लड़की अपने हिंदू दोस्त से बात करते हुए पकड़ी गयी तो उसी के समुदाय ने यहाँ तक कि छोटे छोटे बच्चों ने ना केवल उसे पीटा बल्कि बहुत जलील भी किया।
ये वही लोग है जो हिन्दू लडकी होने पर कहते हैं कि प्यार का कोई धर्म नहीं होता।
दोगले। pic.twitter.com/N1tL2hXeHE
અન્ય વાયરલ વિડીયો પણ જયપુરનો જ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર અમુક લોકોએ તે રંગગંજ મીના બજારનો તો કેટલાકે મુસ્લિમ બહુમતી વિસ્તાર રામગંજનો હોવાનું જણાવ્યું હતું. આ વીડિયોમાં રસ્તા પરથી પસાર થતી બુરખો પહેરેલી યુવતીને ઘેરીને ચાલતું ટોળું જોવા મળે છે. જેમાં અમુક સગીરો પણ દેખાય રહ્યા છે. દાવો છે કે હિંદુ મિત્ર સાથે વાત કરવાના કારણે તેની સાથે આવું વર્તન કરવામાં આવ્યું હતું. જોકે, પુષ્ટિ આની પણ થઇ શકી નથી. ટોળામાં સામેલ લોકો ‘આનો વિડીયો બનાવો..’ તેવું વારંવાર કહેતા જોવા મળે છે. અમુક અપશબ્દો પણ કહેતા સંભળાય છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા જ્યાં મુસ્લિમ યુવતીઓને હિંદુ મિત્ર સાથે દેખાવા પર પ્રતાડિત કરવામાં આવી હોય. તાજેતરમાં અમદાવાદના જુહાપુરાનો આવો એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં હિંદુ યુવક સાથે વાત કરવા બદલ એક હિજાબી યુવતીને મુસ્લિમ યુવકોએ ગાળો આપીને હેરાન કરી હતી. અન્ય એક વિડીયો યુપીના મેરઠનો વાયરલ થયો હતો, જેમાં પણ પાર્કમાં યુવક સાથે ઉભેલી હિજાબ પહેરેલી યુવતીને કેટલાક યુવકો વિડીયો વાયરલ કરવાની ધમકી આપી રહ્યા હતા. આ જ મહિને મહારાષ્ટ્રનો પણ એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં યુવક સાથે ફરતી મુસ્લિમ યુવતીને કટ્ટરપંથીઓએ હેરાન કરીને તેનો હિજાબ ખેંચવાના પ્રયાસ કર્યા હતા.