Sunday, May 5, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટભુજમાં એક સરકારી કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના સંબોધન દરમિયાન ઊંઘવું નગરપાલિકાના ચીફ...

    ભુજમાં એક સરકારી કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના સંબોધન દરમિયાન ઊંઘવું નગરપાલિકાના ચીફ ઓફિસરને પડ્યું ભારે: વિડીયો વાઇરલ થયા બાદ કરાયા સસ્પેન્ડ

    કચ્છના પત્રકારે આ વિડીયો મૂકીને પ્રશ્ન ઉઠાવતા કહ્યું હતું કે જયારે ભુજના વિકાસ માટે સરકાર કટિબદ્ધ છે અને ખુદ પ્રદેશના મુખ્યમંત્રી સાઈડના આવાસોની સનદ આપવા ભુજ આવ્યા હોય ત્યારે સ્થાનિક ચીફ ઓફિસર જ સુતા હોય તો ભુજનો વિકાસ કઈ રીતે થશે.

    - Advertisement -

    કચ્છ જિલ્લાના મુખ્યમથક ભુજ ખાતે તાજેતરમાં એક સરકારી કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી પણ હાજર હતા. મુખ્યમંત્રીના સાંબોથન દરમિયાન ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર જીગર પટેલ ઊંઘતા જોવા મળ્યા હતા. તેમનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. જે બાદ અહેવાલો મળ્યા છે કે તેમને તાત્કાલિક અસરથી ફરજમુક્ત કરાયા છે.

    અહેવાલો મુજબ કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપના બે દાયકા બાદ પ્રોપર્ટી કાર્ડ વિતરણ પ્રસંગે એક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રાસંગિક સંબોધન કરી રહ્યાં હતા, ઉપરાંત અધિકારીઓને મહત્વના સુચનો કરી રહ્યાં હતા. આ દરમિયાન નીચે શ્રોતાઓમાં બીજી હરોળમાં બેઠેલા ભૂજના ચીફ ઓફિસર જીગર પટેલ ઊંઘતા જોવા મળ્યાં હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. 

    લોકોએ વિડીયો વાઇરલ થયા બાદ આ અધિકારીની ખુબ નિંદા કરી હતી. ઘણા લોકોએ સોશિયલ મીડિયા પાર આ વિષયમાં પોતાના વિચાર મુક્યા હતા.

    - Advertisement -

    ટ્વીટર પર @garvanitin2 એકાઉન્ટ ધરાવતા કચ્છના પત્રકારે આ વિડીયો મૂકીને પ્રશ્ન ઉઠાવતા કહ્યું હતું કે જયારે ભુજના વિકાસ માટે સરકાર કટિબદ્ધ છે અને ખુદ પ્રદેશના મુખ્યમંત્રી સાઈડના આવાસોની સનદ આપવા ભુજ આવ્યા હોય ત્યારે સ્થાનિક ચીફ ઓફિસર જ સુતા હોય તો ભુજનો વિકાસ કઈ રીતે થશે.

    શું હતો આખો ઘટનાક્રમ?

    શનિવારે કચ્છ ખાતે વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા. જ્યાં સભામાં CM ભૂપેન્દ્ર પટેલ વિકાસની વાતો કરતાં હતા અને ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર ઘોર નિદ્રા માણી રહ્યા હતા. અહીં ભૂપેન્દ્ર પટેલ ભુજના વિકાસની વાતો કરતા રહ્યા અને અધિકારીએ જબરદસ્ત ઊંઘ ખેંચી હોવાનો એક વીડિયો વાયરલ થયો હતો.

    નોંધનીય છે કે 29 એપ્રિલે વાઇરલ થયેલા આ વિડીયો બાદ ગુજરાત સરકારે આ અધિકારી વિરુદ્ધ પગલાં લેતા તેમને તાત્કાલિક અસરથી ફરજમુક્ત કર્યા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં