Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમૂસેવાલા જેવી હાલત થશે : સલમાન ખાન અને તેના પિતા સલીમ ખાનને...

    મૂસેવાલા જેવી હાલત થશે : સલમાન ખાન અને તેના પિતા સલીમ ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી, મહારાષ્ટ્ર સરકારે સુરક્ષા વધારી

    સલમાન ખાનના પિતાને રવિવારે (5 જૂન, 2022) સવારે 8 વાગ્યે એક ધમકીભર્યો પત્ર મળ્યો હતો. આ પત્રમાં સ્પષ્ટપણે સલમાન ખાન અને સલીમ ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.

    - Advertisement -

    મૂસેવાલા જેવી હાલત થશે , આવી ધમકી બોલિવૂડ એક્ટર સલમાન ખાનને ગઈકાલે સાંજે મળી છે. સલમાન ખાન અને તેના પિતા સલીમ ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ધમકી આપવા પાછળ સીધુ મુસેવાલા ના હત્યારાઓનો હાથ હોવાની ચર્ચાઓ થઇ રહીછે, ધમકીખોરે ધમકી આપતા લખ્યું હતું કે ‘મૂસેવાલા જેવી હાલત થશે’.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સલમાન ખાનના પિતાને રવિવારે (5 જૂન, 2022) સવારે 8 વાગ્યે એક ધમકીભર્યો પત્ર મળ્યો હતો. આ પત્રમાં સ્પષ્ટપણે સલમાન ખાન અને સલીમ ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.પત્રમાં સિદ્ધુ મુસેવાલાનો ઉલ્લેખ કરીને પત્રમાં લખવામાં આવ્યું છે કે મુસેવાલાની જેમ સલમાન ખાનને પણ મૃત્યુદંડ આપવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પત્ર સામે આવતાની સાથે જ મહારાષ્ટ્રના ગૃહ મંત્રાલયના આદેશ પર સલમાન ખાનના ઘરની બહાર મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે.

    સિદ્ધુની હત્યાના છ દિવસ બાદ, સલીમ ખાનને રવિવારે સવારે લગભગ 8 વાગ્યે ધમકીભરી નોટ મળી. આ પત્ર તેને તે બેન્ચ પર રાખવામાં આવ્યો હતો જેના ઘણીવાર સલીમ ખાન ચાલતી વખતે બેસે છે. પત્રમાં લખવામાં આવ્યું હતું કે સિદ્ધુ મુસેવાલાની જેમ જ તેને અને તેના પુત્ર સલમાન ખાનને મોતની સજા આપવામાં આવશે.

    - Advertisement -

    અહેવાલ મુજબ, પંજાબી ગાયક મૂસેવાલાની હત્યા લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલી છે, જેના કારણે સલમાનના જીવને પણ જોખમ હોવાનું કહેવાય છે. અહેવાલ મુજબ, તે ધમકીભર્યા પત્રમાં, સલમાન ખાનને પણ મૂસેવાલાની જેમ જ ધમકી આપવામાં આવી હતી.

    ઉલ્લેખનીય છે કે ગઈ કાલે જ્યારે પત્ર મળ્યો ત્યારે સલમાન ખાન દુબઈમાં હતો જ્યાં IIFA 2022નું અહીં આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ ધમકીભર્યો પત્ર મળતાં જ તેના પિતા સલીમ ખાને મુંબઈના બાંદ્રા વિસ્તારમાં સ્થિત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સાથેજ, મુંબઈ પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ FIR નોંધી છે. અને સલમાન ખાન અને તેના પિતાનો સુરક્ષા ઘેરો વધાર્યો છે

    જણાવી દઈએ કે 1998માં આવેલી ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’ના શૂટિંગ દરમિયાન કાળિયાર હરણના શિકાર કરવાનાં કેસમાં લોરેન્સ બિશ્નોઈએ સલમાન ખાનને ધમકી આપી હતી. લોરેન્સ બિશ્નોઈ હાલમાં તિહાર જેલમાં બંધ છે, જ્યાં તેનું નામ પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યામાં સામે આવ્યું છે અને રિમાન્ડ પર દિલ્હી અને પંજાબ પોલીસની સ્પેશિયલ સેલ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

    સીધુ મૂસેવાલા હત્યાકાંડના પડઘાં હજુ શમ્યા નથી ત્યાં સલમાનખાન અને તેના પિતાને જાનથી મારી નાખવાની ધમકી મળતા બોલીવુડ ખળભળી ગયું છે, તો બીજીતરફ મહારાષ્ટ્ર પોલીસે પણ સલમાન ખાન અને તેના પિતાનો સુરક્ષા ઘેરો વધાર્યો છે,

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં