Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટરાજસ્થાન પોલીસે કરી ભ્રુણ હત્યા?: ગર્ભવતી મહિલાને પેટ પર લાત મારી બાળકની...

    રાજસ્થાન પોલીસે કરી ભ્રુણ હત્યા?: ગર્ભવતી મહિલાને પેટ પર લાત મારી બાળકની હત્યા કરવાનો ગંભીર આરોપ

    આ ઘટનામાં ગૌરક્ષક મોનું માનેસર ઉર્ફે મોહિત યાદવ, રીંકુ સૈની, અને શ્રીકાંત પંડિતને પોલીસ આ મુસ્લિમોના હત્યારાઓ માને છે. તો બીજી તરફ દાવો કરવામાં આવ્યો છે કે જે વખતે ઘટના ઘટી તે સમયે મોનુ ગુરુગ્રામની એક હોટલમાં હતા, અને તેના CCTV ફુટેજ પણ ઉપલબ્ધ હોવાનું કહેવાઈ રહ્યું છે.

    - Advertisement -

    હરિયાણાના ભિવાનીમાં તથાકથિત 2 મુસ્લિમ યુવકોની લાશ મળ્યાં બાદ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે, રાજસ્થાન અને હરિયાણા બંને રાજ્યોની પોલીસ આરોપીઓને પકડવા ચડસાચઢસી પર આવી ગઈ છે.તેવામાં રાજસ્થાન પોલીસમાં જાણે માનવતા મરી પરવારી હોય તેમ આ ઘટનામાં આરોપી હોવાની શંકામાં શ્રીકાંત પંડિતની ગર્ભવતી પત્નીને એ હદે મારી કે તેના બાળકનું ગર્ભમાં જ મોત થઈ ગયું હતું. શ્રીકાંતની માતાનો આરોપ છે કે પોલીસે ભ્રુણ હત્યા કરી છે, પોલીસે તેમની વહુના પેટ પર લાત મારી દીધી હતી. જેના કારણે બાળક ગર્ભમાં જ મૃત્યું પામ્યું હતું.

    અહેવાલો અનુસાર રાજસ્થાન પોલીસે શ્રીકાંત પંડિતના ઘરે દરોડા પડયા હતા, અને પરિવાર પાસેથી બળપ્રયોગ કરીને શ્રીકાંતની માહિતી લેવાનો પ્રયાસ કરી રહ્યાં હતા. આ દરમિયાન તેમણે મહીલાઓ સાથે મારામારી કરી હોવાના પણ આરોપ લગાવામાં આવ્યાં છે. પરિવારનો આક્ષેપ છે કે તેઓ શ્રીકાંતના 2 ભાઈ વિષ્ણુ અને રાહુલને ઉઠાવી ગયા છે અને ઘરની ગર્ભવતી વહુના પેટ પર લત મારીને રાજસ્થાન પોલીસે ભ્રુણ હત્યા કરી છે. તેના પેટમાં રહેલા બાળકનું મૃત્યું થયું છે. પીડિત પરિવારે હરિયાણા પોલીસ સામે ન્યાય પોકારતા હવે હરિયાણા પોલીસે આ મામલે તપાસ આદરી છે.

    આ તમામ કાર્યવાહીઓ તાજેતરમાં મળેલી 2 મુસ્લિમ યુવકોની લાશ અને તેમના મૃત્યુંનું પગેરું ગોતવા માટે થઈ રહી છે.આ ઘટનામાં ગૌરક્ષક મોનું માનેસર ઉર્ફે મોહિત યાદવ, રીંકુ સૈની, અને શ્રીકાંત પંડિતને પોલીસ આ મુસ્લિમોના હત્યારાઓ માને છે. તો બીજી તરફ દાવો કરવામાં આવ્યો છે કે જે વખતે ઘટના ઘટી તે સમયે મોનુ ગુરુગ્રામની એક હોટલમાં હતા, અને તેના CCTV ફુટેજ પણ ઉપલબ્ધ હોવાનું કહેવાઈ રહ્યું છે.

    - Advertisement -

    ઉપરોક્ત ઘટનામાં પોલીસે શ્રીકાંત પંડિતને મોનુનો સાગરિત કહીને પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી. શ્રીકાંતના માતાએ જણાવ્યું હતું કે તેમના પરિવારને ડરાવી-ધમકાવીને પરાણે ઘરમાં ઘુસી આવ્યાં, અને શ્રીકાંત વિષે પૂછવા લાગ્યાં. શ્રીકાંત તેમને ઘરમાં ન મળ્યો તો પોલીસ વાળા ભડકી ગયા હતા. અને પરિવાર સાથે મારપીટ કરીને ગાળાગાળી કરવા લાગ્યાં હતા.

    તેમણે આગળ જણાવ્યું કે, “આ દરમિયાન રાજસ્થાન પોલીસના કેટલાક લોકોએ ઓરડામાં શ્રીકાંતની ગર્ભવતી પત્નીને જોઈ અને ધક્કો મારીને તેણે જમીન પર પછાડી દીધી હતી. અને તેના પેટ પર લાત મારી હતી. જેના કારણે તેની હાલત ગંભીર થઈ ગઈ હતી. તેને હોસ્પિટલ લઇ જતા તબીબોએ તાત્કાલિક ઓપરેશન કરવા જણાવ્યું હતું. તેના પેટમાં રહેલું બાળક મૃત્યું પામ્યું હતું.”

    શ્રીકાંતની માતાના જણાવ્યાં અનુસાર તેમની વહુની હાલત હજુ ગંભીર છે ને તેમને ICUમાં ભરતી કરવામાં આવ્યાં છે. ઘટના બાદ પીડિત પરિવારે નુંહ જિલાના નગીનાવાડી પોલીસ સ્ટેશનમાં રાજસ્થાન પોલીસ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. તો બીજી તરફ SPએ પણ આ મામલે જરૂરી તપાસની સાંતત્વના આપી છે.

    બીજી તરફ મોનુ માનેસરને લઈને રાજસ્થાન પોલીસ અને હરિયાણા પોલીસ આમને સામને આવી ગઈ છે. મોનુ રાજસ્થાનના બે મુસ્લિમોની કથિત હત્યાના મામલે વોન્ટેડ છે. સાથે જ હરિયાણા પોલીસ ગુરુગ્રામના પટૌડીમાં મારપીટ અને ફાયરિંગના મામલામાં મોનૂને શોધી રહી છે. બંને રાજ્યોની પોલીસ સતત દરોડા પાડી રહી છે. જો કે મોનુની હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં