Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઈરાકમાં ટૂંકાં કપડાં પહેરીને બાઈક રેસ જોવા ગયેલી 17 વર્ષની તરૂણી પર...

    ઈરાકમાં ટૂંકાં કપડાં પહેરીને બાઈક રેસ જોવા ગયેલી 17 વર્ષની તરૂણી પર કટ્ટરપંથી ટોળાએ મુક્કા-લાત ચલાવ્યાં, કહ્યું- ધ્યાન ભટકાવે છે

    દાવો કરવામાં આવી રહ્યો છે કે અહીં ટૂંકા કપડાં પહેરીને આવેલી એક બાળકી પર કટ્ટરપંથી મુસ્લિમોએ હુમલો કર્યો હતો. આ બાળકીની ઉંમર માત્ર 17 વર્ષની છે.

    - Advertisement -

    આમ તો દુનિયામાં આવેલા તમામ ઇસ્લામિક દેશોમાં મહિલાઓ પર ક્રુરતા અને અત્યાચાર થતા રહે છે, પરંતુ મીડિયા અને સોશિયલ મીડિયા પર તેમનું નિયંત્રણ અને શરિયાનો પડદો આ બાબતોને ઢાંકી દે છે. પણ ક્યારેક આવી બાબતો ફૂલેકે ચઢીને સામે આવે છે. આવો જ એક કિસ્સો કટ્ટર ઇસ્લામી દેશ ઈરાકથી સામે આવ્યો છે. ઈરાકમાં 17 વર્ષની બાળકી પર કટ્ટરપંથી ટોળાએ મુક્કા-લાત ચલાવ્યાં હોવાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ બાળકીની ‘ભૂલ’ માત્ર એટલી હતી કે તે ટૂંકા કપડાં પહેરીને સ્થાનિક મોટરસાઈકલ રેસ જોવા ગઈ હતી.

    અહેવાલો અનુસાર, હાલ સોશિયલ મીડિયામાં એક વિડીયો ખૂબ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. જેમાં ઈરાકમાં 17 વર્ષની બાળકી પર કટ્ટરપંથી ટોળાએ મુક્કા-લાત ચલાવતા જોઈ શકાય છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અહીં ટૂંકા કપડાં પહેરીને આવેલી એક બાળકી પર કટ્ટરપંથી મુસ્લિમોએ હુમલો કર્યો હતો. આ બાળકીની ઉંમર માત્ર 17 વર્ષની છે. વિડીયોમાં જોઈ શકાય છે કે ટોળાઓ તેને લાત મારી રહ્યા છે. આ ઘટના 30 ડિસેમ્બર 2022ના રોજ બની હતી. પોલીસે આ કેસમાં 16 આરોપીઓની ધરપકડ કરી હોવાના પણ અહેવાલો મળી રહ્યા છે.

    ઇરાકના કુર્દિસ્તાનના સુલેમૈયા શહેરની ઘટના

    મળતી માહિતી અનુસાર બાળકી પર આ હુમલો ઇરાકના કુર્દિસ્તાનના સુલેમૈયા શહેરમાં થયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે આ બાળકી બાઈક રેસ જોવા ગઈ હતી, જ્યાં કટ્ટરપંથીઓ દ્વારા મહિલાઓ આ રેસ જોવા ન આવે તેવી માંગ ઉઠાવવામાં આવી હતી. વીડિયો જોયા બાદ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે યુવતીએ બ્રાઉન કલરનું ટોપ, કાર્ડિગન અને સ્કર્ટ પહેર્યું છે. તે ઝડપથી ભીડથી દૂર ભાગતી જોવા મળે છે. પરંતુ બાઈક રેસ કાર્યક્રમમાં સેંકડો કટ્ટરપંથી મુસ્લિમો બાળકીને જોઈને જોરજોરથી બૂમો પાડી રહ્યા છે અને તેનો પીછો કરી રહ્યા છે.

    - Advertisement -

    અજાણ્યા યુવકે બચાવ્યો બાળકીનો જીવ

    આ સમય દરમિયાન બાળકીના ચહેરા પર ખૂબ જ ડર દેખાઈ રહ્યો છે. તે ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કરી રહી છે, પરંતુ કટ્ટરપંથી મુસ્લિમ ટોળાએ તેને ચારે બાજુથી ઘેરી લીધી છે. આ દરમિયાન એક વ્યક્તિ તેને પાછળથી લાત મારતો પણ જોવા મળે છે. તેવામાં અચાનક એક છોકરો તેને બચાવવા માટે બાઇક પર આવે છે અને પોતાના જીવના જોખમે સાથે બાળકીને હુમલાખોર ટોળાથી બચાવીને ત્યાંથી દૂર લઇ જાય છે.

    ભૂલ સ્વીકારવાને બદલે નિર્લજ્જતાથી કહી આ વાત

    વીડિયોમાં જે યુવતી સાથે બર્બરતા થઈ ત્યારે બે-ત્રણ લોકોએ તેનો વીડિયો બનાવ્યો હતો. સ્થાનિક મીડિયા અનુસાર ભીડમાં કેટલાક લોકોએ કહ્યું હતું કે, છોકરીએ ત્યાં આવાં કપડાં પહેરીને ન આવવું જોઇએ. તે લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરે છે, અને આ કારણે રેસિંગ દરમિયાન બાઇકર્સ પોતાની રમત પર ધ્યાન નથી આપી શકતા. હાલ સ્થાનિક પોલીસે આ મામલે 16 લોકોની અટકાયત કરી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં