મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી આમ આદમી પાર્ટી સરકારના એક પછી એક કૌભાંડો સામે આવી રહ્યા છે. તેવામાં હવે દિલ્હીમાં AAPનું મજૂર કૌભાંડ સામે આવ્યું છે, દિલ્હી બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર્સ વેલફેર બોર્ડમાં લગભગ 2 લાખ નકલી કામદારો છે. આ અંગે ભાજપે દિલ્હી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.
અહેવાલો અનુસાર દિલ્હીમાં AAPનું મજૂર કૌભાંડ ભાજપ આકરા પાણીએ જોવા મળી રહ્યું છે, દરમિયાન ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું હતું કે, બોર્ડમાં બેથી વધુ કાર્યકરો નકલી છે અને તેમાંથી 65,000 કાર્યકરોના નામે માત્ર એક જ મોબાઈલ નંબર નોંધાયેલ છે. તેમણે તેમના પર કામદારોના કલ્યાણ ભંડોળનો દુરુપયોગ કરવાનો આરોપ પણ લગાવ્યો.
સંબિત પાત્રાએ કહ્યું, “2018-2021 ની વચ્ચે AAP દ્વારા લગભગ 9 લાખ લોકો બાંધકામ કામદારો તરીકે નોંધાયેલા છે, જેમાંથી લગભગ 2 લાખ નકલી છે. તેના 65000 બાંધકામ કામદારો માટે માત્ર એક મોબાઈલ નંબર દાખલ કરવામાં આવ્યો હતો અને આ પ્રકારની છેતરપિંડી કરવામાં આવી હતી.
બીજેપી પ્રવક્તાએ વધુમાં કહ્યું, “આમાંથી 4000 થી વધુ કાર્યકરોના કાયમી સરનામા પણ એક જ છે. આ માત્ર એક પ્રાથમિક તપાસ છે, જે જણાવે છે કે લગભગ 2 લાખ નોંધણીઓ નકલી છે અને આ સંખ્યા તેનાથી પણ વધુ હોઈ શકે છે.
Over 4000 had the same permanent addresses. This is only preliminary investigation which states that about 2 lakh such registrations are fake and the number can increase to much more: BJP national spox Sambit Patra (2/2) pic.twitter.com/0oxmFT23pw
— ANI (@ANI) November 4, 2022
તપાસ અધિકારીઓનું કહેવું છે કે આ નકલી આંકડા તેનાથી પણ વધુ હોઈ શકે છે. પ્રાથમિક તપાસમાં જે કામદારોનો સમાવેશ કરવામાં આવ્યો છે તેઓની નોંધણી વર્ષ 2018 થી 2021 વચ્ચે કરવામાં આવી છે. તો બીજી તરફ સરકારી આંકડા દર્શાવે છે કે બિલ્ડિંગ અને અન્ય બાંધકામ સાથે સંકળાયેલા કામદારોની કુલ સંખ્યા 13 લાખ 13 હજાર 309 છે. તેમાંથી 9,07,739 2018-22 વચ્ચે જોડાયેલા છે. અધિકારીઓનું માનવું છે કે નકલી કામદારોની વાસ્તવિક સંખ્યા આના કરતા ઘણી વધારે છે.
અધિકારીઓનું કહેવું છે કે મળી આવેલા 2 લાખ નકલી કેસોમાંથી 1 લાખ 11 હજાર 516 ફરી દાખલ થયા છે, 65 હજાર લોકો પાસે એક જ મોબાઈલ નંબર છે. આવા 15 હજાર 747 કામદારો છે જેમનું સરનામું સરખું છે પરંતુ તેઓ કોઈપણ રીતે સંબંધિત નથી. બીજી તરફ 4370 કામદારોનું કાયમી સરનામું એક જ છે.
વાસ્તવમાં કામદારોના કલ્યાણ સાથે જોડાયેલી સંસ્થાઓએ ઉપરાજ્યપાલને ભ્રષ્ટાચારની ફરિયાદ કરી હતી. આ પછી, ઉપરાજ્યપાલ વીકે સક્સેનાએ 26 સપ્ટેમ્બર 2022ના રોજ આ મામલાની તપાસનો આદેશ આપ્યો હતો. ફરિયાદીઓમાં બોર્ડના બે સભ્યોનો પણ સમાવેશ થાય છે. આ મામલાની સંપૂર્ણ રિપોર્ટ આગામી થોડા દિવસોમાં આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે દિલ્હી સરકારની વિજિલન્સ અને એન્ટી કરપ્શન યુનિટ વર્ષ 2018થી બિન-બાંધકામ કામદારોની નકલી નોંધણી અને તેમને 900 કરોડ રૂપિયા આપવાના કેસની તપાસ કરી રહી છે. આ મામલામાં મે 2018માં એફઆઈઆર નોંધવામાં આવી હતી.
બોર્ડ પાસે રૂ. 3,000 કરોડનું ભંડોળ છે, જે જાન્યુઆરી 2006થી રૂ. 10 લાખથી વધુના ખર્ચના પ્રોજેક્ટ પર 1 ટકાનો શ્રમ વેરો લાદીને વસૂલ કરવામાં આવી રહ્યો છે. આ ભંડોળનો ઉપયોગ કામદારોના કલ્યાણ માટે કરવામાં આવે છે, જેમાં તેમના બાળકોના શિક્ષણ માટે શિષ્યવૃત્તિ આપવા સહિત ઘણા કાર્યોનો સમાવેશ થાય છે.
મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે 2 નવેમ્બર 2022 ના રોજ જાહેરાત કરી હતી કે દિલ્હી સરકાર બોર્ડમાં નોંધાયેલા લગભગ 10 લાખ કામદારોને 5000 રૂપિયાની સહાય આપશે. તેમણે કહ્યું કે પ્રદૂષણને કારણે દિલ્હીમાં નિર્માણકાર્ય પર પ્રતિબંધ છે, તેથી આ સહાય આપવામાં આવી રહી છે. આ સહાયની રકમ પર 5000 કરોડનો ખર્ચ કરવામાં આવશે. ગયા વર્ષે કોવિડ દરમિયાન, કેજરીવાલ સરકારે આ વસ્તુમાંથી 350 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા.
બીજી તરફ, બીજેપી પ્રવક્તા પાત્રાએ કહ્યું કે દિલ્હીની કેજરીવાલ સરકાર નકલી નામો દ્વારા મની લોન્ડરિંગ કરી રહી છે અને તેનો ઉપયોગ તેમની પાર્ટી સાથે સંબંધિત પ્રવૃત્તિઓ કરવા માટે કરી રહી છે. તેમણે કહ્યું કે કલ્યાણ ફંડ જે કામદારોના હિત માટે બનાવવામાં આવ્યું હતું તેનો દિલ્હી સરકાર પોતાની પાર્ટી માટે ઉપયોગ કરી રહી છે.