Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘વાહિયાત કોમેડી, ભદ્દા ડાયલોગ્સ’: રિલીઝ થતાંની સાથે જ ફ્લૉપ ગઈ સ્વરા ભાસ્કરની...

    ‘વાહિયાત કોમેડી, ભદ્દા ડાયલોગ્સ’: રિલીઝ થતાંની સાથે જ ફ્લૉપ ગઈ સ્વરા ભાસ્કરની ફિલ્મ, IMDB-બોક્સ ઓફિસ બધે જ હાલત ખરાબ

    બૉલીવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કરની ફિલ્મ રિલીઝ તો થઇ પરંતુ દર્શકો ફિલ્મ જોવા આવી રહ્યા જ નથી, તો ક્યાંક ફિલ્મની ટિકિટ લેવા આવેલાને બ્રહ્માસ્ત્ર જોવા મોકલી આપવાના કિસ્સા બન્યા હોવાનું પણ કહેવાય છે.

    - Advertisement -

    બૉલીવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કરની ફિલ્મ ‘જહાં ચાર યાર’ શુક્રવારે (16 સપ્ટેમ્બર 2022) રિલીઝ થઇ હતી. જોકે, થીયેટરોમાં ફિલ્મના શૉમાં કાગડા જ ઉડ્યા હતા અને IMDb પર મળેલા રેટિંગની પણ બહુ ખરાબ હાલત થઇ છે. ફિલ્મે કમાણી કરી છે કે નહીં અને કરી છે તો કેટલી કરી છે તે વિશેકોઈ ટ્રેડ એનાલિસ્ટે કંઈ જણાવવાની તસ્દી લીધી નથી. 

    ફિલ્મ કમલ પાંડેએ ડાયરેક્ટ કરી છે. ઉપરાંત લેખનકાર્ય પણ તેમણે જ કર્યું છે. સ્વરા ભાસ્કર ઉપરાંત ફિલ્મમાં મુખ્ય પાત્રોમાં પૂજા ચોપડા, મૈહર વીજ અને શિખા તલસાણિયા મુખ્ય ભૂમિકામાં છે. 

    સ્વરા ભાસ્કરે આ ફિલ્મના પ્રમોશન માટે બહુ મહેનત કરી હતી પરંતુ તે કંઈ કામ આવતું દેખાઈ રહ્યું નથી. કારણ કે બોક્સ ઓફિસ પર ફિલ્મની સાવ ખરાબ હાલત થઇ છે. પહેલા દિવસે તેનું કલેક્શન 15 લાખ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. તેને જોતાં ફિલ્મ પચાસ લાખ સુધી પણ પહોંચશે કે કેમ તે મોટો સવાલ છે. બીજી તરફ, એવું પણ કહેવાય રહ્યું છે કે અમુક જગ્યાએ આ ફિલ્મની ટિકિટ લેનારાઓને ‘બ્રહ્માસ્ત્ર’ જોવા મોકલી આપવામાં આવ્યા હતા.

    - Advertisement -

    બીજી તરફ, જે ફિલ્મ સમીક્ષકોએ ફિલ્મ જોઈ છે તેમણે પણ ફિલ્મને નકારી કાઢી છે અને કહ્યું છે કે ફિલ્મનો વિષય પરિવારનો છે પરંતુ પરિવાર સાથે જોવાય તેવી આ ફિલ્મ જ નથી. 

    દૈનિક ભાસ્કરે પોતાના રિવ્યૂમાં કહ્યું કે, ફિલ્મમાં ભદ્દા ડાયલોગ્સ અને વાહિયાત કોમેડીથી ભરપૂર છે. ફિલ્મમાં ‘સેન્સ’ નામની કોઈ ચીજ ન હોવાનું પણ સમીક્ષકોનું કહેવું છે. 

    ટાઈમ્સ ઑફ ઇન્ડિયા લખે છે કે, આ ફિલ્મની શરૂઆત થોડી સારી થાય છે પરંતુ અંત તરફ જતાં-જતાં નબળી પડતી જાય છે. આગળ લખવામાં આવ્યું કે, ફિલ્મમાં મનોરંજનની આશા હતી પરંતુ દરેક વિષયમાં ફિલ્મ નિરાશ કરે છે. આ ફિલ્મને રિવ્યૂમાં માત્ર દોઢ સ્ટાર આપવામાં આવ્યો છે. 

    સ્વરા ભાસ્કર તેની ફિલ્મોના કારણે ઓછી અને વિવાદોના કારણે વધુ ચર્ચામાં રહે છે. ઘણી વખત ટ્વિટ્સના કારણે તેણે ટ્રોલ પણ થવાનો વારો આવ્યો છે. સ્વરા ભાસ્કર અન્ય બૉલીવુડ અભિનેતાઓની ફિલ્મોનાં પણ વખાણ કરીને લોકોને ફિલ્મો જોવાની અપીલ કરતી રહે છે. ઉપરાંત, તેણે પોતાની ફિલ્મોનું પણ ખૂબ પ્રમોશન કર્યું હતું. જોકે, તેમના વખાણ કે અપીલને કોઈ ગંભીરતાથી લેતું પણ હોય તેમ આંકડાઓ પરથી લાગી રહ્યું નથી.

    તાજેતરમાં જ સ્વરા ભાસ્કરે બોયકોટ બૉલીવુડના ચાલતા ટ્રેન્ડને લઈને કહ્યું હતું કે, સોશિયલ મીડિયા પર એક એજન્ડાના ભાગરૂપે સંગઠિત રીતે આ ટ્રેન્ડ ચલાવવામાં આવી રહ્યો છે. તેણે એમ પણ કહ્યું હતું કે, બૉલીવુડ સેક્યુલરીઝમ અને ભાઈચારાનું પ્રતીક રહ્યું હોવાના કારણે નિશાન બનાવવામાં આવી રહ્યું છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં