હોમપેજમંતવ્યમોદીવિરોધી રાષ્ટ્રદ્રોહીઓને દોડવું હોય છે ત્યારે એમના માટે ઢાળ કોણ બનાવી આપે...

મોદીવિરોધી રાષ્ટ્રદ્રોહીઓને દોડવું હોય છે ત્યારે એમના માટે ઢાળ કોણ બનાવી આપે છે?

રાજદીપ, રવીશ, અજિત જેવા લોકો. એમને પોતાના મહીહા ગણતા યુટ્યુબરો અને સોશિયલ મીડિયાના હેન્ડલરો. આ લોકો દોડવાની ઈચ્છા ધરાવનારાઓ માટે ઢાળ બનાવી આપે છે. રાહુલ કે કેજરીવાલ જેવાઓને ખબર હોય છે કે જ્યાં સુધી પોતાનાં જુઠ્ઠાણાંઓના આ ખરીદારો મૌજુદ છે ત્યાં સુધી પોતાની ઘરાકી ઓછી થવાની નથી.

- Advertisement -

તમે તમારી ફેક્ટરીમાં કોઈ માલ બનાવો, એનું ચિક્કાર માર્કેટિંગ કરો પણ એને ખરીદનાર જ કોઈ ન હોય તો ફરી એ પ્રોડક્ટ મેન્યુફેક્ચર કરશો?

રાહુલ ગાંધી રોજ નવું જુઠ્ઠાણું પ્રોડ્યુસ કરે છે અને રાજદીપ સરદેસાઈ જેનું નેતૃત્વ કરે છે તે દેશવિરોધી મીડિયાકર્મીઓ રાહુલનો આ માલ બજારમાં આવે કે તરત લઈ લે છે. કોંગ્રેસે પાળેલા ધ્રુવ રાઠી, રવીશ અને અજિત અંજુમ જેવા બીજા હજારો અંગ્રેજી, હિન્દી, મરાઠી, ગુજરાતી અને બીજી ભાષાના કુટકળિયા યુટ્યુબરો અને સોશિયલ મીડિયા પરના લાખો બદહવાસ વપરાશકારો જેઓ 2014 પછી બૌખલાઈ ગયા છે, પોતાના હોશ ખોઈ બેઠા છે એ સૌ રાહુલ ગાંધીનાં જુઠ્ઠાણાંઓના પરમેનન્ટ ગ્રાહકો છે. જો રાહુલનો માલ આ લોકો ખરીદતા ન હોત તો એની ફેક્ટરી અને આ મીડિયાવાળાઓની દુકાન ક્યારની બંધ થઈ ગઈ હોત.

રાહુલે મંગળવારે સાંજે પ્રેસ કૉન્ફરન્સ બોલાવીને ત્રાગું કર્યું કે લોકસભામાં મને બોલવા દેવામાં આવતો નથી. રાહુલને વિપક્ષના નેતા તરીકે પૂરી 50 મિનિટ ફાળવવામાં આવી હતી. એનો ઉપયોગ એણે મુદ્દાની વાતને બદલે પોતાની આદત મુજબ બીજી અનેક આડીઅવળી ફિતૂરી કરવામાં કર્યો. રાહુલનું આ પાગલપન લોકશાહીના મંદિર સમા સંસદગૃહમાં ચલાવી લેવું પડે છે એ દેશની જનતાની મજબૂરી છે.

- Advertisement -

ખેર.

પ્રેસ કૉન્ફરન્સમાં રાહુલે દિલ્હીની પોલીસે કોક્રોચ આંદોલન દરમિયાન એક જણ પર ગોળી ચલાવી એવો આક્ષેપ કર્યો. ગોળી ચલાવવાનો હુકમ ગૃહમંત્રી અમિત શાહે કર્યો હતો અને અમિત શાહ રાજીનામું આપે એવી ફિજૂલ વાતો એ કરતો રહ્યો. પોલીસને ગોળીબાર કરવા માટે હુકમ આપવાનો હક્ક ગૃહ મંત્રીને નથી હોતો એટલી સાદી સમજ પણ વિરોધ પક્ષના નેતાને નથી. આ અધિકાર તે વિસ્તારના લાગતાવળગતા અધિકારીઓ પાસે હોય છે.

રાહુલની આ બેતૂકી પ્રેસ કૉન્ફરન્સનો માલ રાજદીપ, રવીશ અને બાકીના કૉન્ગ્રેસી મીડિયા-સોશિયલ મીડિયાના દલાલોએ ખરીદી લીધો અને આપણા ગળામાં પહેરાવ્યો.

દિલ્હી પોલીસે સત્તાવાર સ્પષ્ટતા કરી કે ગોળીબાર થયો જ નથી. રાહુલના મળતિયાઓ ડૉક્ટરી રિપોર્ટ ઉછાળી-ઉછાળીને કહેવા લાગ્યા કે આ જુઓ આમાં તો સ્પષ્ટ લખ્યું છે કે વ્યક્તિના શરીર પર ગોળીબારનાં નિશાન છે. પોલીસ સ્પષ્ટતા કરી ચૂકી છે કે એ ગોળીબારના ઘા નથી. ડૉક્ટરી રિપોર્ટનું તદ્દન ગલત અર્થઘટન કરીને નરેટિવ ઊભા કરનારાઓને જવાબ આપતાં સ્પષ્ટતા થઈ ચૂકી છે કે મેડિકલ ભાષામાં જે ટૂંકાક્ષરો લખ્યા છે તેનો શું અર્થ થાય.

આપણને એમ થાય કે રાહુલનું આ જુઠ્ઠાણું તરત પકડાઈ ગયું. પણ ના. એવું નથી.

ભવિષ્યમાં કોઈ તમને કહેશે કે કોક્રોચ આંદોલન વખતે પોલીસે વિદ્યાર્થીઓ પર જેન-ઝી પર ગોળીબાર કર્યો હતો અને એના પુરાવારૂપે આ ડૉક્ટરી રિપોર્ટ પણ છે ત્યારે આપણામાંથી કેટલાને આ ફેક્ટ ચેક યાદ હશે. કદાચ મને પણ નહીં.

એક દાખલો આપું. ફાર્મર્સ બિલનો વિરોધ કરવાના બહાને થયેલા ખાલિસ્તાની ટેકેદારો ધરાવતા ખેડુત આંદોલન વખતે એક ખેડૂતનું મૃત્યુ થયું હતું એવો રિપોર્ટ રાજદીપ સરદેસાઈ નામના આ દેશ માટે અતિડેન્જરસ એવા પત્રકારે આપ્યો હતો. આજે તમે કહેશો કે ના, કોઈ મૃત્યુ થયું નહોતું તો તમને રાજદીપની ક્લિપ દેખાડીને કહેવામાં આવશે કે આ જુઓ. વાત તો સાચી છે, તમે વિચારશો. કોઈ જાણીતો પત્રકાર ખુલ્લેઆમ આ હદ સુધી સાવ ખોટું તો ન જ બોલે ને. તમે સ્વીકારી લેશો કે હા, એક ખેડૂત મરી ગયેલો.

પણ તમને યાદ નહીં હોય, મને પણ નહોતું કે આ જુઠ્ઠાણા બદલ ‘ઇન્ડિયા ટુડે’ના માલિક અરુણ પુરીએ રાજદીપને પોતાની ચેનલ પરથી પંદર દિવસ માટે બાન કર્યો હતો. હકીકતમાં તો બરતરફ કરવો જોઈએ. અને પોલીસે એના પર ગુનો દાખલ કરીને કોર્ટ આગળ પુરાવા રજૂ કરીને એને કડકમાં કડક સજા કરવી જોઈએ. અફવા ફેલાવીને, દેશમાં અરાજકતા ફેલાવીને હિંસા ભડકાવવાનો જબરજસ્ત ગુનો આ માણસે કર્યો હતો. પણ ખેર. તુમ કિતને રાજદીપ મારોગે, હર ચેનલસે દલ્લા નીકલેગા.

રાહુલ-કેજરીવાલ-અખિલેશ વગેરે ખુલ્લેઆમ એક પછી એક જુઠ્ઠાણાં બોલતા રહે છે. એમનાં આ જુઠ્ઠાણાં ખરીદીને દેશવિરોધીઓની ઇકોસિસ્ટમો આપણા માથે સતત ઠોકતી રહે છે. આ જુઠ્ઠાણાં બાબતે પૂરતી સ્પષ્ટતા થઈ ગયા પછી પણ, વાત ખોટી હોવાના પુરાવાઓ આવી ગયા પછી પણ, આ જુઠ્ઠાણાંઓ જમીનમાં દાટી દીધા પછી પણ આ કૂડો અનેક વર્ષો સુધી, ક્યારેક તો દાયકાઓ સુધી નષ્ટ નથી પામતો. ઉલટાનું એમાં બીજો કચરો ઉમેરાઈને એને ઉકરડો બનાવી દેવામાં આવે છે. (એ કોણ બોલ્યું કે સાચો સ્પેલિંગ તો ‘ઉ.કો.રડો’ છે ?)

વર્ષો પછી આ ગંધાતો કચરો દેશ વિરોધીઓ દ્વારા તમારા માથે મારવામાં આવે છે: આ જુઓ પેપરનાં કટિંગ, આ જુઓ રાજદીપનો વીડિયો.

તમે સચ્ચાઈ શું હતી તે ભૂલી ગયા છો, કારણ કે જીવનમાં આગળ વધી ગયા છો. 2002નાં હિન્દુ વિરોધી રમખાણો વખતે જે જુઠ્ઠાણાંઓ ફેલાવવામાં આવ્યાંતે તદ્દન પાયાવિહીન હતાં એવું પુરવાર થયા પછી પણ આજની તારીખેય મોદી વિરોધી કેટલાક દેશદ્રોહીઓની સોય ત્યાં જ અટકેલી છે. આવા સનાતન વિરોધીઓને દોડવું હોય છે અને ઢાળ મળી જાય છે.

દોડવાની ઈચ્છા ધરાવનારાઓનું તમે કંઈ ન કરી શકો. તમે કોઈ સારું કામ કરતા હો ત્યારે જેમના વેસ્ટેડ ઈન્ટરેસ્ટને તમારે જાણતાં-અજાણતાં હાનિ પહોંચાડવી પડે છે તેઓ તમારા વિરોધી જ બની જવાના છે. એ લોકોને તો દોડવું છે પણ એમના માટે ઢાળ કોણ તૈયાર કરી આપે છે?

રાજદીપ, રવીશ, અજિત જેવા લોકો. એમને પોતાના મસીહા ગણતા યુટ્યુબરો અને સોશિયલ મીડિયાના હેન્ડલરો. આ લોકો દોડવાની ઈચ્છા ધરાવનારાઓ માટે ઢાળ બનાવી આપે છે. રાહુલ કે કેજરીવાલ જેવાઓને ખબર હોય છે કે જ્યાં સુધી પોતાનાં જુઠ્ઠાણાંઓના આ ખરીદારો મૌજુદ છે ત્યાં સુધી પોતાની ઘરાકી ઓછી થવાની નથી. એટલે જ એ નીતનવાં જુઠ્ઠાણાં લઈને આવે છે અને રાજદીપ-રવીશ સજાવીને પોતાના શોરૂમમાં ડિસ્પ્લે કરે છે.

આનો ઉપાય શું?

સિમ્પલ છે. આવા ભ્રામક મૉલમાં ભ્રમણ કરીને ભ્રષ્ટ ખરીદી કરવાનું બંધ કરો. આંટો મારવાના ઇરાદે કે વિન્ડો શૉપિંગના ઇરાદે કે અમસ્તા એસીમાં ફરવા માટે પણ બદમાશોની માલિકીના આવા મૉલમાં જવાની જરૂર નથી. આ અમારી સલાહ છે.

બાકી તમારું તમે જાણો.

લાસ્ટ બૉલ

‘અભદ્ર ગાળો, જોક્સ આ બધું તો સામાન્ય છે પણ સોશિયલ મીડિયાને કારણે બુઢ્ઢાઓ વાંકદેખાઓ અને ચોખલિયાઓને આ ખોટું થઈ રહ્યું છે એવું લાગે છે.’

— વડા પ્રધાન મોદી ‘સા.. માદર..’ હૈ એવું કહેનારાઓનો બચાવ કરનારો કૉન્ગ્રેસી વાચક

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં