
સોનમ વાંગચુકને હોસ્પિટલમાં ખસેડાયા બાદ મોટા ઉપાડે અનશન પર બેઠેલો કોકરોચ જનતા પાર્ટીનો સ્થાપક અભિજીત દીપકે આખરે બે દિવસમાં જ ધરાઈ ગયો છે. સોમવારે સવારે (20 જુલાઈ) વાંગચુકની પત્ની ગીતાંજલિ આંગમોએ જણાવ્યું કે હોસ્પિટલમાં દાખલ વાંગચુકે દીપકને અનશન તોડીને આંદોલન આગળ વધારવા માટે શક્તિ જાળવી રાખવા કહ્યું છે. ત્યારબાદ દીપકેએ જ્યૂસ પી અનશન સંકેલી લીધું.
દીપકેએ શનિવારે અનશનની શરૂઆત કરી હતી અને કેન્દ્ર સરકાર સામે આંદોલનને વધુ તેજ બનાવવાના ફાંકા માર્યા હતા. જોકે અંદાજે 48 કલાકમાં જ આ વડો કોકરોચ ગળગળો થઈ ગયો હતો અને ભૂખ સંતોષવા જ્યુસ તરફ વળ્યો હતો. ઘણા યુઝર્સ ટિપ્પણી કરી રહ્યા છે કે જે અનશનને મોટું પ્રતિકાત્મક પગલું કહીને ફાંકા ફોજદારી કરવામાં આવી રહી હતી, તે બે દિવસ પણ ટકી શક્યું નહીં.
અન્ય એક યુઝરે નામ ન છાપવાની શરતે જણાવ્યું કે દીપકેએ ‘ખટારા હેઠે આવી જવાય’. અનશન પૂરું કર્યા બાદ દીપકે તરત જ CJPના સંસદ કૂચમાં જોડાઈ ગયો અને ટ્રક પર ચડી સૂત્રોચ્ચાર પણ કરવા લાગ્યો. બીજી તરફ, દિલ્હીમાં CJPના વંદાઓને સંસદ સુધી પહોંચતા રોકવા માટે પોલીસે કડક બંદોબસ્ત ગોઠવ્યો હતો અને અનેક સ્થળોએ ધક્કામુક્કી બાદ ધોકાવાળી પણ કરવી પડી.

