મેટ્રિમોનિયલ પ્લેટફોર્મ પર ‘આદિત્ય’ બની ફરતા કરીમના મોબાઈલમાંથી મળ્યો 100 જેટલી હિંદુ વિધવા મહિલાઓનો ડેટા, પોલીસને ગેંગની આશંકા

અમદાવાદમાં મેટ્રિમોનિયલ પ્લેટફોર્મ જીવનસાથી એપ પર ‘આદિત્ય પટેલ’ બનીને હિંદુ વિધવા મહિલાને ફસાવનાર કરીમ અંગે મોટો ખુલાસા થઈ રહ્યા છે. પોલીસને તેના મોબાઈલમાંથી લગભગ 100 જેટલી હિંદુ વિધવા મહિલાઓનો ડેટા મળી આવ્યો છે. જેમાં વિડીયો અને ફોટા પણ સામેલ છે. પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવા સહિતની કાર્યવાહી શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કરના અહેવાલ અનુસાર કરીમ પોતાને વિધુર ગણાવીને હિંદુ વિધવા મહિલાઓને ફસાવતો હતો. તેણે પોતાની પત્નીનું ખોટું ડેથ સર્ટીફીકેટ પણ બનાવી દેવડાવ્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે આ કાવતરામાં કરીમ સાથે આખી ગેંગ સામેલ હોય શકે છે.

સામે આવ્યું છે કે કરીમ જે મહિલાના સંપર્કમાં આવે તેને ઈમ્પ્રેસ કરવા માટે મોંઘી ગિફ્ટો આપતો, ત્યારબાદ સોશિયલ મીડિયા પર તેના મકાન, બંગલા ગાડીઓ અને ખેતરોના ફોટા મોકલીને ધોંસ જમાવતો હતો અને બડાશો મારતો હતો.

પોલીસને આશંકા છે કે ઘણી મહિલાઓ ભોગ બનેલી હોય શકે છે. પોલીસે મહિલાઓને વિનંતી કરી છે કે જે કોઈપણ મહિલા ભોગ બની છે, તે પોલીસનો સંપર્ક કરી શકે છે. પોલીસ તેમની ઓળખ ગુપ્ત રાખશે. આ મામલે વધુ તપાસ થતા મોટા ઘસ્ફોટ થઈ શકે છે.