હિંદુ યુવતીને ‘સાહિલ’ બની ફસાવી, અપહરણ કર્યું, ગૌમાંસ ખાવા- ઇસ્લામ કબૂલવા દબાણ કર્યું, અબ્બુ-મૌલવી-મિત્રો પાસે કરાવ્યો બળાત્કાર: દિલ્હીમાં ફહીમ સહિત 6 વિરુદ્ધ FIR

દિલ્હીના જામિયા નગર વિસ્તારમાંથી ‘કેરલા સ્ટોરી’ જેવી જ લવ જેહાદની ઘટના સામે આવી છે. અહીં એક 23 વર્ષીય હિંદુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી, તેનું અપહરણ કરી, ધાક-ધમકીથી બંધક બનાવી સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. એટલું જ નહીં યુવતીને ઇસ્લામ અંગીકાર કરવા માટે મજબૂર કરી નરક સમાન યાતનાઓ આપવામાં આવી હોવાનો ખુલાસો થયો છે.

પીડિત હિંદુ યુવતીએ દિલ્હીના જામિયા નગર પોલીસ સ્ટેશનમાં 14 મે, 2026ના રોજ FIR નોંધાવી છે. યુવતીએ મેરઠના રહેવાસી મુખ્ય આરોપી ફહીમ સહિત તેના અમ્મી-અબ્બા, બે ભાઈઓ, બહેન, ગામના પ્રધાન અને સ્થાનિક મૌલવીઓ સહિત સમગ્ર પરિવાર અને સંડોવાયેલા અન્ય લોકો સામે અપહરણ, ગોંધી રાખવા, ગેંગરેપ, બ્લેકમેલિંગ અને બળજબરીથી ધર્માંતરણ કરાવવાનો ગંભીર ગુનો દાખલ કરાવ્યો છે.

ઇન્સ્ટાગ્રામ પર સાહિલ બનીને હિંદુ યુવતીને ફસાવી

ઘટનાની વિગત એવી છે કે વર્ષ 2021માં મેરઠના રહેવાસી ફહીમે પોતાની ઓળખ છુપાવીને ઇન્સ્ટાગ્રામ પર ‘સાહિલ’ નામે ફેક આઈડી બનાવી પીડિત હિંદુ યુવતીને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. ધીમે-ધીમે બંને વચ્ચે વાતચીત શરૂ થઈ અને ફહીમે યુવતીને પ્રેમજાળમાં ફસાવી દીધી હતી. માર્ચ 2022માં પ્રેમનો દેખાવ કરીને ‘સાહિલ’ ઉર્ફે ફહીમે યુવતીને દિલ્હીના બાટલા હાઉસ વિસ્તારમાં મળવા માટે બોલાવી હતી.

ત્યારબાદ તે યુવતીને તેના મિત્ર અલીના ફ્લેટ પર લઈ ગયો હતો. જ્યાં યુવતીને કોઈ નશીલો પદાર્થ ભળેલું જ્યુસ પીવડાવી બેભાન કરી દીધી. ત્યારબાદ ફહીમ અને તેના મિત્ર અલીએ મળીને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો અને તેના વિડીયો તેમજ ફોટોગ્રાફ્સ પાડી લીધા હતા, જેના આધારે તેને બ્લેકમેલ કરવામાં આવતી હતી.

અપહરણ કરી ઘરે લઈ ગયો, અબ્બુ-બેટાએ કર્યો બળાત્કાર

ત્યારબાદ આરોપીએ ફરી એકવાર યુવતીને દિલ્હી બોલાવી હતી. આ વખતે ફહીમે સરેઆમ પિસ્તોલ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી અને પોતાના અન્ય સાથીદારોની મદદથી યુવતીનું અપહરણ કરીને મેરઠના સઠલા ગામે લઈ ગયો હતો. ત્યાં પહોંચ્યા બાદ યુવતીને ફહીમ મુસ્લિમ હોવાનું જાણવા મળ્યું હતું. તે જ રાત્રે ફહીમ અને તેના અબ્બા ખુર્શીદે યુવતીનું જાતીય શોષણ કર્યું હતું.

જ્યારે પીડિતાએ ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો, ત્યારે ફહીમની અમ્મી તસ્લીમ અને તેની બહેને તેને ઢોર મારીને ઓરડામાં બંધક બનાવી દીધી હતી. દબાણ કરીને યુવતી પાસે તેની માતાને ફોન કરાવવામાં આવ્યો હતો કે તેણે પોતાની મરજીથી કોર્ટ મેરેજ કરી લીધા છે, જેથી તેના પરિવારે પણ તેની શોધખોળ બંધ કરી દીધી હતી.

ફહીમની અમ્મીએ બળજબરીથી નિકાહ કરાવી, ઇસ્લામ કબૂલવા કર્યું દબાણ

એક અઠવાડિયા પછી, ફહીમની માતા અને બહેન પીડિતાને અગવાનપુરના એક મદરેસામાં લઈ ગયા હતા. ત્યાં હાજર ફહીમના સગા મામા અને મૌલવી હાફિઝ મંઝૂર તેમજ મૌલવી મોહમ્મદ ખાલિદે યુવતીને કહ્યું કે, “તું નસીબદાર છે કે મુસ્લિમના ઘરે આવી ગઈ છે, હવે તને જન્નત મળશે.” ત્યારબાદ ત્યાં ડરાવી-ધમકાવીને બળજબરીપૂર્વક તેના નિકાહ ફહીમ સાથે કરાવી દેવામાં આવ્યા હતા.

નિકાહ બાદ યુવતી પર પાંચેય વખત નમાજ પડવા અને બુરખો પહેરવા મજબૂર કરવામાં આવતી હતી. તેને જબરદસ્તીથી ગૌમાંસ ખાવા આપવા માટે અને માંસ રાંધવા માટે ત્રાસ અપાતો હતો. યુવતીએ જ્યારે આ બાબતનો વિરોધ કર્યો, ત્યારે તેના ઘરના સભ્યોએ તેની સામે જ જીવતો મરઘો કાપીને તેનું લોહી યુવતીના શરીર પર છાંટ્યું હતું ડરાવી ધમકાવી હતી.

ફહીમની અમ્મી જ મૌલવી પાસેથી રૂપિયા લઈ કરાવતી હિંદુ યુવતીનો બળાત્કાર

પીડિત હિંદુ યુવતીએ પોલીસને જણાવ્યું છે કે નિકાહ બાદ મદરેસાનો મૌલવી મોહમ્મદ ખાલિદ અવારનવાર તેના રૂમમાં આવતો હતો અને તેની સાથે બળજબરી કરતો હતો. જ્યારે યુવતીએ ચીસાચીસ કરી વિરોધ કર્યો, ત્યારે મૌલવીએ હસતા હસતા કહ્યું કે, “આ બધું મફતમાં નથી થતું, તારી સાસુને આના માટે પૈસા ચૂકવીએ છીએ.” ત્યારે પીડિતાને ભાન થયું કે તેની સાસુ તસ્લીમ જ પૈસા લઈને તેની પાસે વેશ્યાવૃત્તિ કરાવી રહી હતી. તેની સાસુ કહેતી હતી કે હિંદુ છોકરી લાવવાથી જન્નત મળે છે અને તે પોતાના બાકીના દીકરાઓને પણ હિંદુ છોકરીઓ ફસાવીને લાવવા કહેતી હતી.

ગામમાં અન્ય હિંદુ યુવતીઓને પણ ફસાવી હોવાનો દાવો

પીડિતાએ દાવો કર્યો છે કે તે ગામમાં અન્ય હિંદુ છોકરીઓ પણ હતી જેમને આ જ રીતે ફસાવીને લાવવામાં આવી હતી. ગામના લોકોને આ પરિસ્થિતિની ખબર હોવા છતાં તેમણે મદદ કરવાને બદલે યુવતીને સાસરીવાળાઓની ઈચ્છા મુજબ જીવી લેવાની સલાહ આપી હતી. આ કેદ દરમિયાન ગામમાં આવ્યાના ત્રણ મહિના પછી યુવતી ગર્ભવતી થઈ ગઈ હતી અને માર્ચ 2023માં તેણે એક પુત્રીને જન્મ આપ્યો હતો, જે હાલ 3 વર્ષની છે. આ દરમિયાન ગામના પ્રધાન ફિરોઝની મિલીભગતથી યુવતીના સત્તાવાર દસ્તાવેજોમાં છેડછાડ કરવામાં આવી અને આધાર કાર્ડમાંથી તેના પિતાનું નામ હટાવીને જબરદસ્તી ફહીમનું નામ નોંધાવી દેવાયું હતું.

નવેમ્બર 2024માં પરિવાર સાથેના ઝઘડા બાદ ફહીમ યુવતી અને તેની પુત્રીને લઈને ફરી દિલ્હીના બાટલા હાઉસ આવી ગયો હતો. જોકે, જાન્યુઆરી મહિનામાં ફહીમ હથિયારોની હેરાફેરી અને તસ્કરીના ગુનામાં પકડાઈ જતાં જેલ ભેગો થયો હતો. ફહીમ જેલમાં ગયા બાદ પીડિત યુવતી કોઈક રીતે ત્યાંથી નીકળીને પોતાના પિયર પહોંચી હતી, પરંતુ ત્યાં પણ તેને સ્વીકારવામાં ન આવતા તે ભારે નિરાશા અને માનસિક આઘાતમાં સરી પડી હતી.

FIR નોધાવ્યા બાદ પોલીસ એક્શન

આખરે ચારેય તરફથી હારી ચૂકેલી પીડિતા 10 મે, 2026ના રોજ પોતાની 3 વર્ષની દીકરી સાથે ટ્રેન આગળ કૂદીને આત્મહત્યા કરવા જઈ રહી હતી, ત્યારે રેલવે સ્ટેશન પર એક અજાણ્યા વ્યક્તિએ તેનો જીવ બચાવ્યો હતો. જેની મદદથી યુવતીએ FIR નોંધાવી હતી.

દિલ્હી પોલીસે આ લવ જેહાદ મામલે કાર્યવાહી કરીને મુખ્ય આરોપી ફહીમ, તેના અબ્બા ખુર્શીદ, અમ્મી તસ્લીમ, ભાઈ ઝૈદ અને મૌલવી સહિત 5 નરાધમોની ધરપકડ કરી લીધી છે અને તેઓને જેલ હવાલે કર્યા છે. જ્યારે ફહીમનો બીજો ભાઈ અલી અને તેની બહેન હજુ પણ ફરાર છે, જેમને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. સબ-ઇન્સ્પેક્ટર શરણ્યાના નેતૃત્વમાં પોલીસ આ મામલાના તમામ પાસાઓ, ધર્માંતરણ રેકેટ અને ગુનાહિત ઇતિહાસની અત્યંત ઝીણવટભરી અને ઊંડી તપાસ ચલાવી રહી છે.