બંગાળની ફાલ્ટા સીટ પર ફરી મતદાનનો આદેશ: BJPના બટન પર ટેપ ચીપકાવવાના વિવાદ બાદ 21 મેએ તમામ 285 બૂથ પર વૉટિંગ

પશ્ચિમ બંગાળની 144-ફાલ્ટા વિધાનસભા સીટ પર મતદાન દરમિયાન સામે આવેલી ગંભીર અનિયમિત્તઓ પછી ચૂંટણી પંચે વિધાનસભા વિસ્તારમાં ફરીથી મતદાન કરાવવાનો આદેશ આપ્યો છે. પંચે સ્પષ્ટ કર્યું છે કે 21 મે 2026ના રોજ સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી તમામ 285 મતદાન કેન્દ્રો અને સહાયક બૂથો પર પુનર્મતદાન કરાવવામાં આવશે.

ચૂંટણી પંચ અનુસાર મતગણના 24 મે 2026ના રોજ થશે. આ કારણે ફાલ્ટા સીટનાં પરિણામો 4 મેના રોજ જાહેર થનારા બાકીના 293 વિધાનસભા વિસ્તારો સાથે જાહેર કરવામાં આવશે નહીં.

તપાસમાં સામે આવી અનેક ગંભીર અનિયમિતતાઓ

ફાલ્ટા સીટ પર 29 એપ્રિલ 2026ના રોજ બીજા તબક્કામાં મતદાન થયું હતું, પરંતુ તે પછી અનેક બૂથો પરથી ચૂંટણી પ્રક્રિયામાં ગડબડીની ફરિયાદો સામે આવી. સ્પેશિયલ ઓબ્ઝર્વર અને જિલ્લા અધિકારીની તપાસમાં જાણવા મળ્યું કે અનેક મતદાન કેન્દ્રોની વિડીયોગ્રાફી અધૂરી હતી અથવા પૂરેપૂરી ગાયબ હતી. કેટલાક સ્થળો પર રેકોર્ડ સાથે છેડછાડની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી.

તપાસ રિપોર્ટમાં એ પણ સામે આવ્યું કે અનેક બૂથો પર એક જ વ્યક્તિનું વારંવાર મતદાન કક્ષમાં જવું, એક સમયે બે લોકોના વૉટિંગ એરિયામાં હાજર રહેવું અને પોલિંગ એજન્ટ દ્વારા મતદાતાની જગ્યાએ વૉટ નાખવા જેવા આરોપો મળ્યા. કેટલાક બૂથો પર સવારથી બપોર સુધી કોઈ વિડીયો રેકોર્ડિંગ ઉપલબ્ધ નહોતું.

આ જ સીટ પર બૂથ 144ના EVM પર BJPના બટન પર ટેપ ચીપકાવવાનો મામલો પણ સામે આવ્યો હતો. આ તમામ આરોપોને જોતાં BJP સતત રીપોલિંગની માંગ કરી રહી હતી.

TMC ઉમેદવાર જહાંગીર ખાને મહિલાઓને આપી હતી રેપની ધમકી

ફાલ્ટામાં સ્થાનિક લોકોએ આરોપ લગાવ્યો છે કે તૃણમૂલ કોંગ્રેસના (TMC) ગુંડાઓએ મોટી સંખ્યામાં મતદારોને વૉટ નાખવાથી રોક્યા અને કેટલાક લોકોને BJPના પક્ષમાં મતદાન કરવા પર ધમકીઓ આપવામાં આવી. મતદાનના આગલા દિવસે અનેક વિસ્તારોમાં રસ્તા જામ કરીને વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યા હતા.

શનિવારના (2 મે 2026) રોજ ફાલ્ટામાં મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા. પ્રદર્શનકારીઓનો આરોપ હતો કે TMC સમર્થકો તેમને ધમકાવી રહ્યા છે અને ડરાવવાના પ્રયાસ કરી રહ્યા છે. એક મહિલાએ આરોપ લગાવ્યો કે જો TMC ફરીથી જીતી જાય તો તેમનાં ઘરો સળગાવી દેવામાં આવશે.

એક અન્યે કહ્યું કે તેમણે TMCને વૉટ આપવા છતાં તેમને નિશાન બનાવવામાં આવ્યા. આ ઉપરાંત TMC ઉમેદવાર જહાંગીર ખાન પર પણ લોકોએ આરોપ લગાવ્યા હતા કે તેમણે ગામમાં આવીને હત્યાની અને મહિલાઓ સાથે દુષ્કર્મ જેવી ધમકીઓ આપી, જેનાથી વિસ્તારમાં ડરનું વાતાવરણ બની ગયું.

પંચે પોલીસ અધિકારીઓને ચેતવણી આપી છે કે જો ફરિયાદો પર કાર્યવાહીમાં બેદરકારી દાખવી તો સંબંધિત અધિકારીઓ સામે કડક અનુશાસનાત્મક કાર્યવાહી કરવામાં આવશે.