ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ માટે એજન્ડા અને નરેટિવ સેટ કરવા માટે જેટલી મહેનત આ પાર્ટીઓ નથી કરી રહી તેનાથી વધુ મહેનત અમુક યુટ્યુબ ચેનલો કરી રહી છે. થોડા સમય પહેલાં સામે આવ્યું હતું કે કઈ રીતે ‘નિર્ભય ન્યૂઝ’ નામની એક યુટ્યુબ ચેનલે આમ આદમી પાર્ટીના માણસોને સામાન્ય કાર્યકર્તા તરીકે રજૂ કરીને સ્ક્રિપ્ટેડ ઇન્ટરવ્યુ કર્યા હતા અને ભાજપવિરોધી માહોલ હોવાનું ચિત્ર ઊભું કર્યું હતું.
આ ઘટસ્ફોટ કરનાર ફેક્ટચેકર વિજય ગજેરાએ હવે આવી બીજી અમુક ચેનલો પકડી પાડી છે, જેમાં ગુજરાત સમાચારની ડિજિટલ ચેનલ GSTV પણ સામેલ છે.
વિજયે 23 એપ્રિલના (ગુરુવાર) રોજ X પર એક થ્રેડના માધ્યમથી આ ઘટસ્ફોટ કર્યો હતો અને સ્ક્રીનશૉટ દ્વારા સમજાવ્યું હતું કે કઈ રીતે એક જ જેવા માણસોનો, એક જ સ્થળેથી જુદી-જુદી ચેનલો ઇન્ટરવ્યુ માટે ઉપયોગ કરી રહી છે અને આ માણસો કોંગ્રેસ સમર્થકો છે.
Big Expose:
— Office Of Vijay Patel (@VijayGajeraO) April 23, 2026
For the last few days, I have been investigating scripted interviews by the Gujarati media.
It's very shocking that even mainstream media is also involved in this.
Here are two screenshots: one from Gujarat Samachar TV and another from the Krantimarg.
Thread👇 pic.twitter.com/FoR6FYmx3K
વિજય પટેલે જણાવ્યું છે કે ગુજરાત સમાચારની ‘GSTV’ અને અન્ય એક યુટ્યુબ ચેનલ ‘ક્રાંતિમાર્ગ’ પર આવેલા લોકોના ઇન્ટરવ્યુમાં એક જેવા જ માણસો જોવા મળે છે.
આ વિડીયોના ટાઇટલ છે– ‘BJPના અચ્છે દિન નહીં, કોંગ્રેસના ખરાબ દિવસો પાછા જોઈએ.’ GSTVએ લખ્યું– ‘ચાંદખેડામાં જનતાએ કહ્યું– હવે તો પરિવર્તન જ જોઈએ. બજેટ પણ પૂરતું વાપરતા નથી.’
બંને વિડીયોમાં જેમને સામાન્ય જનતા તરીકે રજૂ કરવામાં આવ્યા છે તેઓ કોંગ્રેસના સમર્થનમાં બોલી રહ્યા છે. પરંતુ એક ગજબ સંયોગ એ છે કે બંને ચેનલોને ઇન્ટરવ્યુ કરવા માટે સરખા જ માણસો મળી રહ્યા હતા.
જ્યારે વધુ તપાસ કરી તો જાણવા મળ્યું કે આ બંને ચેનલોના ઇન્ટરવ્યુ થયા પણ એક જ સ્થળે હતા. અને આ સ્થળ પણ એ છે જ્યાં કોંગ્રેસની ચાંદખેડા વૉર્ડની ઑફિસ આવેલી છે!
6. Let me introduce one more miracle!
— Office Of Vijay Patel (@VijayGajeraO) April 23, 2026
The location where they were giving the interview is in the same building where Congress's Charndkheda ward office is situated!
Miracle! Miracle! pic.twitter.com/WmWUv3YtJw
ત્યારબાદ વિજય પટેલે આ બંને ચેનલોના વિડીયોમાં દેખાતા માણસો કોંગ્રેસ સમર્થકો છે એમ સાબિત કરવા માટે બે તસવીરો રજૂ કરી છે, જેમાં જે વ્યક્તિ ઇન્ટરવ્યુ આપે છે તેઓ જ કોંગ્રેસની એક સભામાં પણ જોવા મળે છે.
GSTV અને ક્રાંતિમાર્ગ ચેનલોને ચાંદખેડા વૉર્ડમાં લોકોના ઇન્ટરવ્યુ કરવા માટે એક જ સ્થળ મળ્યું અને માણસો પણ સરખા જ મળ્યા એ વાત લોકોને ગળે ઉતરી રહી નથી.
આ પહેલાં આવું કૌભાંડ નિર્ભય ન્યૂઝ નામની એક યુટ્યુબ ચેનલનું પકડાયું હતું, જેના અનેક વિડીયોમાં આમ આદમી પાર્ટીના માણસોને ઊભા રાખીને તેમને સામાન્ય જનતા તરીકે રજૂ કરીને ઇન્ટરવ્યુ કરવામાં આવ્યા અને તેને ‘આ વખતે ભાજપને જનતા પાડી દેશે’ જેવાં શીર્ષક સાથે પ્રકાશિત કરવામાં આવ્યા.
8. Here are a few more for the proof that they were active congress workers, not common people! pic.twitter.com/xFfiWnj7Of
— Office Of Vijay Patel (@VijayGajeraO) April 23, 2026
પોલ ખુલી ગયા બાદ નિર્ભય ન્યૂઝ તરફથી કોઈ સ્પષ્ટતા આપવામાં આવી ન હતી.
જોકે ગુજરાતની અમુક યુટ્યુબ ચેનલો હાલ બીજા પણ એક કારણસર ચર્ચામાં છે. બન્યું એવું કે તાજેતરમાં આમ આદમી પાર્ટી સંબંધિત હવાલાકાંડ બહાર આવ્યા બાદ આ ચેનલો આમ આદમી પાર્ટીને કવર ફાયર આપવા માટેના પૂરા પ્રયાસ કરી રહી છે. આ ચેનલો એવી છે જ્યાં આમ આદમી પાર્ટી અને તેના નેતાઓ સંબંધિત સમાચારો આમ પણ વધારે પ્રમાણમાં જોવા મળતા હોય છે.
નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ એક નિવેદનમાં કહ્યું હતું કે હવાલાકાંડના અમુક રૂપિયા યુટ્યુબ ચેનલોને પણ પહોંચાડવામાં આવી રહ્યા હતા. જોકે તેમણે નામ કોઈનાં લીધાં ન હતાં પરંતુ પછીથી અચાનક યુટ્યુબ પર એક પછી એક વિડીયોમાં હર્ષ સંઘવીને ટાર્ગેટ કરવાના શરૂ કરી દેવામાં આવ્યા અને મુદ્દાને અન્યત્ર ડાયવર્ટ કરવા માટે ‘હવાલાકાંડ ગયો તેલ પીવા’ જેવાં શીર્ષક સાથે વિડીયો બનાવવાના શરૂ કરવામાં આવ્યા.
આ વિશે વિગતવાર અહીંથી વાંચી શકાશે.


