ઉત્તર પ્રદેશના વારાણસીમાં ગંગા નદીમાં હોડી પર સવાર થઈને નોન-વેજ બિરયાની સાથે ઈફ્તાર પાર્ટી કરી રહેલા કેટલાક મુસ્લિમ યુવકોનો વિડીયો સોશિયલ મીડિયા પર ફરતો થયો છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ભાજપના મહાનગર યુવા અધ્યક્ષ રજત જયસ્વાલે FIR નોંધાવી હતી, જેના આધારે પોલીસે કાર્યવાહી કરીને 14 લોકોની ધરપકડ કરી છે. હવે આ મામલે કોંગ્રેસ અને લેફ્ટ-લિબરલ ઈકોસિસ્ટમ આ યુવકોના બચાવમાં ઉતરી આવી છે.
સનાતન ધર્મમાં અત્યંત પવિત્ર ગણાતી ગંગા નદીમાં નોન-વેજ બિરયાનીનું સેવન કરવું કોંગ્રેસીઓને ખોટું નથી લાગી રહ્યું. ઉલટાનું તેઓ સનાતનીઓની આસ્થા પર જ સવાલ ઉઠાવી રહ્યા છે. કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતે પ્રશ્ન કર્યો છે કે આ મુસ્લિમ યુવકોએ કયા કાયદાનું ઉલ્લંઘન કર્યું છે? તેમનો ગુનો શું છે? આવા સવાલો કરીને તેઓ સમાજની માનસિકતા પર પ્રશ્નો ઉભા કરી રહ્યાં છે.
An FIR has been filed against 14 Muslim men who hosted an Iftar on a boat on the Ganges in Varanasi.
— Supriya Shrinate (@SupriyaShrinate) March 17, 2026
What laws have they broken?
What sin have they committed?
Where are we headed?
Sick
pic.twitter.com/mS07f0FXMy
પરંતુ આમ કરીને આ નેતાઓ પોતાની પોસ્ટમાં આરોપી મુસ્લિમ યુવકોનાં અસલી કૃત્યને છુપાવી રહ્યા છે. તેમની નજરમાં આ માત્ર એક ઈફ્તાર પાર્ટી હતી, જે રમઝાનના મહિનામાં દરેક મુસ્લિમને કરવાનો મજહબી અધિકાર છે. પરંતુ તેઓ એ હકીકત છુપાવે છે કે આ લોકો પવિત્ર ગંગા નદીની વચ્ચે બેસીને માંસાહાર કરી રહ્યા હતા અને ખાધેલાં હાડકાં પણ ગંગાના પવિત્ર જળમાં ફેંકી રહ્યા હતા. એટલું જ નહીં આ કૃત્ય બિંદુ માધવના ધરહરા મંદિરની બિલકુલ સામે કરવામાં આવ્યું હતું.
આને ઈફ્તાર પાર્ટી ગણાવીને યોગ્ય ઠેરવતી કોંગ્રેસ કયા પ્રકારની સમજ આપી રહી છે તે એક પ્રશ્ન છે, કારણ કે મુસ્લિમ મૌલવીઓ પોતે જ આ ઘટનાને ખોટી ગણાવી રહ્યા છે. વારાણસીની અંજુમન ઈન્તેઝામિયા મસ્જિદના સંયુક્ત સચિવ એસ.એમ. યાસીને આની આકરી નિંદા કરી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ઈફ્તાર એ એક પવિત્ર મજહબી કાર્ય છે, કોઈ પિકનિક નથી. તેમણે કહ્યું કે ઈફ્તાર પછી તરત જ મગરીબની નમાજ અદા કરવી અનિવાર્ય છે.
કોંગ્રેસ તથ્યોને ખૂબ જ ચાલાકીથી છુપાવવાનું જાણે છે, કારણ કે સત્ય સામે આવે તો તે મુસ્લિમ યુવકોની એ વાસ્તવિકતા છતી કરી દે છે કે આ બધું તેમણે જાણીજોઈને કર્યું હતું. કદાચ કોંગ્રેસ માટે સેક્યુલરિઝમ (બિનસાંપ્રદાયિકતા) દેખાડવાની આ એક રીત હોઈ શકે છે. પરંતુ આ જ કોંગ્રેસ દિલ્હીના ઉત્તમ નગરમાં હિંદુ યુવક તરુણની હત્યા પર મૌન સેવે છે. ત્યારે નથી પૂછતી કે તેનો ગુનો શું હતો? ત્યારે એવો સવાલ નથી થતો કે હોળી પર માત્ર એક ફુગ્ગો ફેંકવા જેવી બાબતે મુસ્લિમોની લાગણીઓ કેમ દુભાઈ જાય છે? આવા કિસ્સાઓમાં દેશ જ્યારે કટ્ટર મજહબી માનસિકતા તરફ આગળ વધી રહ્યો હોય ત્યારે કોઈ સવાલ ઉઠાવવામાં આવતા નથી.
ગંગામાં હાડકાં ફેંકવાં એ ગુનો નથી, પણ અસ્થિ વિસર્જન પર સવાલો?
વારાણસીના આ કિસ્સામાં સનાતનીઓની આસ્થા કેમ દુભાઈ? તેના પર કોંગ્રેસી ઇકોસિસ્ટમ બેધડક સવાલો કરી રહી છે. સનાતન ધર્મમાં ગંગા નદી અને બનારસના ઘાટનું શું મહત્વ છે, તે જાણ્યા વગર જ નિવેદનો આપવામાં આવી રહ્યાં છે. આવી જ રીતે ઇસ્લામી કટ્ટરપંથી વિચારધારા ધરાવતા વસીમ અકરમ ત્યાગીની મૂંઝવણ પણ સુપ્રિયા શ્રીનેત જેવી જ છે. તેઓ પણ પૂછી રહ્યા છે કે ધરપકડ કરાયેલા મુસ્લિમોનો અપરાધ શું છે? એટલું જ નહીં, તેઓ તો ઉલટાનું ગંગા નદીની પવિત્રતા પર જ સવાલો ઉઠાવી રહ્યા છે.
अपराध क्या है? नाव में चिकन बिरयानी खाना या गंगा में हड्डी फेंकना? अब सवाल यह है कि यह अपराध कैसे है? अगर यह अपराध है तो फिर इसी गंगा में अस्थियां विसर्जित की जाती हैं! तब तो वो भी अपराध है? इसी गंगा के तट पर जगह-जगह शमशान घाट हैं, जली अधलजी लाशें उसमें बहा दी जाती हैं, तब तो वह… pic.twitter.com/weXs8gIFut
— Wasim Akram Tyagi (@WasimAkramTyagi) March 17, 2026
વસીમ અકરમનું કહેવું છે કે, “અપરાધ શું છે? નાવમાં ચિકન બિરયાની ખાવી કે ગંગામાં હાડકાં ફેંકવાં? હવે સવાલ એ છે કે આ ગુનો કેવી રીતે છે? જો આ ગુનો હોય તો પછી આ જ ગંગામાં અસ્થિઓ વિસર્જિત કરવામાં આવે છે! તો શું તે પણ ગુનો છે? આ જ ગંગાના કિનારે ઠેર-ઠેર સ્મશાન ઘાટ છે, બળેલી અને અડધી બળેલી લાશો તેમાં વહાવવામાં આવે છે, તો શું તે પણ ગુનો છે? આ ગંગામાં કેટલાય એવા જીવો છે જે માંસાહારી છે, તો શું તેમનું ગંગામાં રહેવું જ ગુનો છે? શું સરકાર ગંગામાંથી એ તમામ જીવોને બહાર કાઢશે?”
આ વ્યક્તિ ગંગા નદીમાં હાડકાં ફેંકવા પર પૂછે છે કે અપરાધ શું છે? અને આ જ સંદર્ભમાં તેને ગંગામાં અસ્થિ વિસર્જન કરવું પણ ગુનો લાગવા માંડે છે. એટલું જ નહીં તેને ગંગા કિનારે આવેલા સ્મશાન ઘાટથી લઈને નદીના જીવો સામે પણ વાંધો પડવા લાગે છે. આ બધું માત્ર એટલા માટે કારણ કે તેના મુસ્લિમ ભાઈઓના કૃત્ય પર પોલીસે સંજ્ઞાન લીધું છે જે કૃત્ય જાણીજોઈને મજહબી લાગણીઓ ઉશ્કેરવા માટે કરવામાં આવ્યું હતું. કદાચ તેને અસ્થિઓ પધરાવવા અને હાડકાં ફેંકવા વચ્ચેનો તફાવત સમજાતો નથી.
ગંગા નદી સાથે જોડાયેલી હિંદુઓની આસ્થા શું છે? અસ્થિ અને હાડકાં વચ્ચેનો તફાવત
વારાણસીના આ કિસ્સામાં મુસ્લિમો દ્વારા ઈફ્તાર પાર્ટી કરવા સામે કોઈ વાંધો નથી, સમસ્યા ગંગા નદીમાં માંસાહાર કરવા સામે છે, જે તેઓ ઈફ્તાર પાર્ટીના નામે કરી રહ્યા છે. હિંદુ ધર્મમાં ગંગા નદીને સૌથી પવિત્ર નદી માનવામાં આવે છે, જેની દેવી તરીકે પૂજા થાય છે. તે પાપોનો નાશ કરનારી, મોક્ષ પ્રદાન કરનારી અને જીવાદોરી માનવામાં આવે છે.
વેદ, પુરાણ, રામાયણ અને મહાભારતમાં ગંગાને ‘દેવનદી’ કહેવામાં આવી છે. રાજા ભગીરથની તપસ્યાથી ભગવાન શિવે ગંગાને સ્વર્ગમાંથી પૃથ્વી પર ઉતારી હતી, જેથી સગરના 60,000 પુત્રોને મોક્ષ મળી શકે. ગંગા સ્નાનથી પાપ ધોવાય છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે. સનાતન ધર્મમાં પૂજા-અર્ચના, અભિષેક અને શુદ્ધિકરણ માટે ગંગાજળ અનિવાર્ય છે. કુંભ મેળા જેવા મહોત્સવો ગંગાના કિનારે જ યોજાય છે. તેને ‘જીવનદાયિની માતા ગંગા’ કહેવામાં આવે છે.
જ્યાં સુધી ગંગા નદીમાં અસ્થિ વિસર્જનની વાત છે, તો ગરુડ પુરાણ અનુસાર દાહ સંસ્કાર પછી અસ્થિઓને ગંગામાં પધરાવવાથી મૃત આત્માને મોક્ષ, સ્વર્ગ કે બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય છે. ગંગા સ્વર્ગમાંથી ઉતરી હોવાથી તેના સ્પર્શથી પિતૃઓની આત્મા મુક્ત થઈ જાય છે અને પુનર્જન્મનું ચક્ર તૂટે છે.
ગંગા નદીને લઈને હિંદુ ધર્મમાં આ તો માત્ર કેટલીક માન્યતાઓ છે, આવી અનેક કથાઓ પ્રચલિત છે જેના પર હિંદુ ધર્મ ટકેલો છે. આ જ માન્યતાઓને કારણે હિંદુ ધર્મની લાગણીઓ દુભાવી સ્વાભાવિક છે. અહીં હાડકાં ફેંકવા અને અસ્થિ પધરાવવા વચ્ચેનો તફાવત પણ સ્પષ્ટ થઈ જાય છે. આ જ કારણ છે કે વારાણસીના કિસ્સામાં મુસ્લિમો દ્વારા જાણીજોઈને કરવામાં આવેલી નોન-વેજ ઈફ્તાર પાર્ટીથી ધાર્મિક લાગણીઓ દુભાઈ છે.
હિંદુ સહિષ્ણુ હોઈ શકે છે, પરંતુ મુસ્લિમોની જેમ હિંસા કરવાને બદલે કાયદેસરની કાર્યવાહી કરવાનું જાણે છે
ગંગા નદી પ્રત્યે હિંદુઓની આસ્થાથી ભારતનો દરેક નાગરિક વાકેફ છે. કદાચ મુસ્લિમો આ બાબતને વધુ સારી રીતે સમજે છે, તેથી જ તેઓ જાણીજોઈને ઈફ્તાર પાર્ટી કરવા માટે ગંગા નદીએ પહોંચી જાય છે. જો આ કોમી હિંસા ભડકાવવાનું કૃત્ય નથી તો બીજું શું છે? શું ક્યારેય કોઈ હિંદુને મસ્જિદમાં હનુમાન ચાલીસાનો પાઠ કરતા જોયા છે? ના. પરંતુ અવારનવાર મંદિર પાસે માંસના ટુકડા ફેંકવાની ઘટનાઓ સામે આવતી રહે છે.
આ બધું જાણીજોઈને કરવામાં આવ્યું ન હોય તો બીજું શું હોય શકે? જે કોંગ્રેસી અને લેફ્ટ-લિબરલ ઈકોસિસ્ટમ સવાલ પૂછી રહી છે કે વારાણસીના કિસ્સામાં મુસ્લિમોનો શું ગુનો હતો? તેમની સેક્યુલરિઝમની ચાદર માત્ર હિંદુઓ પર આવીને ઢંકાઈ જાય છે, જ્યારે મુસ્લિમોને સેક્યુલરિઝમ શીખવવાની વાત આવે ત્યારે તેમની આ ચાદર ફાટી જાય છે. કારણ કે સૌ જાણે છે કે હિંદુ ધર્મ સહિષ્ણુ છે, તે મુસ્લિમોની જેમ અલ્લાહના અપમાન પર કોઈનું ‘સર તન સે જુદા’ કરતો નથી.
તે કાયદેસરની કાર્યવાહી કરવાનું જાણે છે, જેવું વારાણસીના કિસ્સામાં થયું પણ છે. બંધારણ હેઠળ પહેલા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી અને કાયદાકીય પ્રક્રિયા હેઠળ ધરપકડ કરવામાં આવી. તેઓ ધર્મના નામે હિંસા ફેલાવવાનું જાણતા નથી. આમ છતાં આ કોંગ્રેસી અને લેફ્ટ-લિબરલ ઈકોસિસ્ટમને દેશની હાલત માત્ર આવા કિસ્સાઓમાં જ યાદ આવે છે, જ્યારે મુસ્લિમોની કટ્ટરપંથના નામે થતી હિંસા પર તેઓ મૌન સેવી લે છે અને સામાન્ય ઈફ્તાર પાર્ટી કરવા માટે ધાર્મિક સ્વતંત્રતાની વાતો કરે છે.v


