હોમપેજદેશ‘ગામમાં પાદરીઓએ આવવું નહીં’: ધર્માંતરણના ભયથી છત્તીસગઢની ગ્રામ પંચાયતોએ લગાવેલાં બોર્ડ વિરુદ્ધ...

‘ગામમાં પાદરીઓએ આવવું નહીં’: ધર્માંતરણના ભયથી છત્તીસગઢની ગ્રામ પંચાયતોએ લગાવેલાં બોર્ડ વિરુદ્ધ દાખલ અરજી સુપ્રીમ કોર્ટે પણ ફગાવી

હાઇકોર્ટના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. 16 ફેબ્રુઆરી 2026ના રોજ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે આ અરજીને ફગાવી દીધી હતી.

- Advertisement -

છત્તીસગઢના કાંકેરનાં અમુક ગામોમાં પંચાયતો દ્વારા ખ્રિસ્તી પાદરીઓના ગામમાં પ્રવેશ પર રોક લગાવતાં બોર્ડ અને પોસ્ટરો લગાવવામાં આવ્યાં હતાં તે મામલો હાઇકોર્ટ બાદ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો હતો. જોકે સુપ્રીમ કોર્ટે પણ હાઇકોર્ટની જેમ ગ્રામ પંચાયતોનો નિર્ણય યથાવત રાખ્યો છે અને અરજી નકારી દીધી છે. ઉલ્લેખનીય છે કે ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા થતા ગેરકાયદેસર ધર્માંતરણના ભયથી અમુક ગ્રામ પંચાયતોએ પાદરે આવાં બોર્ડ લગાવ્યાં હતાં, જેની સામે કોર્ટમાં અરજી કરીને વાંધો ઉઠાવવામાં આવ્યો હતો.

આ મામલે છત્તીસગઢ હાઇકોર્ટે 28 ઓક્ટોબર 2025ના રોજ હોર્ડિંગ્સને બંધારણ વિરુદ્ધ ન ગણાવીને બરકરાર રાખ્યાં હતાં. ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. 16 ફેબ્રુઆરી 2026ના રોજ સુપ્રીમ કોર્ટે પણ આ હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધની અરજીને ફગાવી દીધી છે. કોર્ટે નોંધ્યું કે હાઇકોર્ટે પહેલેથી જ અરજદારોને યોગ્ય ઓથોરિટી સમક્ષ જવા માટે જણાવ્યું હતું.

હાઇકોર્ટના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. 16 ફેબ્રુઆરી 2026ના રોજ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે આ અરજીને ફગાવી દીધી હતી.

- Advertisement -

કોર્ટે સ્પષ્ટ કહ્યું કે અરજદારે પહેલાં PESA નિયમો હેઠળ સંબંધિત અધિકારી (જેમ કે ગ્રામસભા અથવા અન્ય સત્તાધિકારી) પાસે જઈને પુરાવા, એફિડેવિટ અને અન્ય મટિરિયલ સાથે તપાસ કરવી જોઈએ. કોર્ટે કહ્યું કે, “આ મામલો સીધો અહીં ન લાવવો જોઈએ. પહેલાં તમારે PESA કાયદા (Panchayat Extension to Scheduled Areas Act) હેઠળના નિયમો અનુસાર સ્થાનિક અધિકારી જેમ કે ગ્રામસભા અથવા જિલ્લા વહીવટી અધિકારી પાસે જઈને ફરિયાદ કરવી જોઈએ. તેઓ તમારા દસ્તાવેજો, સોગંદનામા (એફિડેવિટ) અને પુરાવા જોઈને તપાસ કરશે અને નિર્ણય લેશે.”

સુપ્રીમ કોર્ટે કહ્યું કે છત્તીસગઢ હાઈકોર્ટે પહેલેથી જ અરજદારને PESA નિયમો હેઠળ સંબંધિત અધિકારી પાસે જવાની છૂટ આપી હતી. તેથી સુપ્રીમ કોર્ટે તેમાં દખલ કરવાની જરૂર નથી એમ કહીને અરજી ફગાવી દીધી.

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી કે હાઇકોર્ટમાં અરજી મર્યાદિત હતી, પરંતુ સુપ્રીમ કોર્ટમાં નવાં તથ્યો ઉમેરાયાં છે, તેથી અરજદાર હાઇકોર્ટમાં ફરી અરજી કરી શકે છે. અરજદાર તરફથી કોલિન ગોન્સાલ્વિસે દલીલ કરી કે હોર્ડિંગ્સ બંધારણ વિરુદ્ધ છે. ગોન્સાલ્વિસે આવા કેસોમાં જાણીતું નામ છે.

કેસની પૃષ્ઠભૂમિ અને હોર્ડિંગ્સની વિગતો

છત્તીસગઢના કાંકેર જિલ્લાનાં ઓછામાં ઓછાં આઠ ગામોમાં ગ્રામસભાઓએ Panchayat (Extension to Scheduled Areas) Act, 1996 (PESA) હેઠળની સત્તાનો ઉપયોગ કરીને આ હોર્ડિંગ્સ લગાવ્યાં હતાં. આ હોર્ડિંગ્સનો મુખ્ય ઉદ્દેશ્ય આદિવાસીઓને ઈસાઈ મિશનરીઓ દ્વારા શિક્ષણ, આરોગ્ય સેવા, આર્થિક મદદ જેવી લાલચ આપીને અથવા બળજબરીથી કરાવવામાં આવતાં ધર્મ પરિવર્તન રોકવાનો હતો.

આ હોર્ડિંગ્સ પરના શબ્દોમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે આ પ્રતિબંધ માત્ર ધર્માંતરણ કરાવનાર પાદરીઓ અને તેમના દ્વારા ધર્માંતરિત થયેલા વ્યક્તિઓ પર લાગુ પડે છે, નહીં કે તમામ ઈસાઈઓ પર. ગ્રામસભાઓએ ‘અમારી પરંપરા, અમારો વારસો’ શીર્ષક હેઠળ ઠરાવ પસાર કર્યો હતો.

14 ઓગસ્ટ 2025ના રોજ પંચાયત નિયામક દ્વારા જારી કરાયેલા સર્ક્યુલરમાં PESA વિસ્તારોમાં જળ, જંગલ, જમીન તેમજ સ્થાનિક સંસ્કૃતિ, લોકગીતો, તહેવારો, પૂજા પદ્ધતિ અને વિશ્વાસના રક્ષણ માટે ગ્રામસભા દ્વારા ઠરાવ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

છત્તીસગઢ હાઇકોર્ટનો નિર્ણય

આ મુદ્દાને પછીથી છત્તીસગઢ હાઇકોર્ટ લઈ જવામાં આવ્યો હતો. અરજદારોએ દાવો કર્યો હતો કે આ બોર્ડ બંધારણની જોગવાઈઓનું ઉલ્લંઘન કરે છે અને ખ્રિસ્તી સમુદાય સાથે સ્પષ્ટ રીતે ભેદભાવ કરે છે.

છત્તીસગઢ હાઇકોર્ટની ચીફ જસ્ટિસ રમેશ સિંઘ અને જસ્ટિસ બિભુ દત્ત ગુરુની બેન્ચે આ અરજીઓને નકારી કાઢી હતી અને હોર્ડિંગ્સને બંધારણ ગણવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે ભારતમાં ધર્માંતરણ એક સંવેદનશીલ મુદ્દો છે, ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં ગરીબ અને અભણ લોકોને શિક્ષણ, આરોગ્ય અને આર્થિક મદદની લાલચ આપીને કરવામાં આવતું ધર્માંતરણ ચિંતાજનક છે.

કોર્ટે કહ્યું કે આવા ધર્માંતરણથી સમાજમાં વિભાજન, સાંસ્કૃતિક ઓળખનું નુકસાન અને ક્યારેક હિંસા પણ થઈ શકે છે. કોર્ટે ટિપ્પણી કરી કે બંધારણની કલમ 25 હેઠળ ધર્મ પ્રચારનો અધિકાર છે, પરંતુ તે બળજબરીથી, લાલચ કે છેતરપિંડીથી ન થઈ શકે. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, હોર્ડિંગ્સ એક સાવચેતીભર્યું પગલું છે જે આદિવાસી સંસ્કૃતિ અને વારસાના રક્ષણ માટે લેવામાં આવ્યું છે. તે તમામ ખ્રિસ્તીઓને નહીં, માત્ર ધર્માંતરણ કરાવનારાઓને લાગુ પડે છે.

કોર્ટે સુપ્રીમ કોર્ટના નિર્ણયનો ઉલ્લેખ કરીને કહ્યું કે બળજબરી અથવા લાલચથી ધર્માંતરણ અટકાવવું બંધારણીય છે. જોકે હાઇકોર્ટે અરજદારને PESA નિયમો હેઠળ સંબંધિત અધિકારી પાસે અરજી કરવાની છૂટ આપી હતી. પરંતુ અરજદારો સીધા સુપ્રીમ કોર્ટમાં ગયા અને સુપ્રીમ કોર્ટે પણ અરજી ફગાવી દીધી હતી. હાલમાં અરજદાર પાસે PESA ફ્રેમવર્ક હેઠળ સંબંધિત અધિકારી પાસે અરજી કરવાનો રસ્તો ખુલ્લો છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં