દિલ્હી યુનિવર્સિટીના નોર્થ કેમ્પસમાં શુક્રવારે (13 ફેબ્રુઆરી) પ્રો-યુજીસી પ્રદર્શન દરમિયાન પરિસ્થિતિ વણસી ગઈ હતી. એક મહિલા પત્રકાર પર ભીડે હુમલો કરી દીધો હતો. ‘બ્રેકિંગ ઓપિનિયન’ નામની યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલી પત્રકાર રુચિ તિવારી આર્ટ્સ ફેકલ્ટી પરિસરમાં પ્રદર્શનનું કવરેજ કરવા પહોંચી હતી. આરોપ છે કે SC-ST-OBC એક્ટિવિસ્ટ્સ અને વામપંથી વિદ્યાર્થી સંગઠનો સાથે જોડાયેલા પ્રદર્શનકારીઓએ તેને ઘેરી લીધી અને તેની સાથે મારપીટ કરી.
13 ફેબ્રુઆરીએ આ પ્રદર્શન SFI, AISA અને ઑલ ઇન્ડિયા ફોરમ ફોર ઇક્વિટી જેવા વામપંથી વિદ્યાર્થી સંગઠનો દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું. પ્રદર્શનકારીઓ UGCની 2026ની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં સમાનતા સંબંધિત નિયમાવલીને અમલમાં મૂકવાની માંગ કરી રહ્યા હતા, જેને સુપ્રીમ કોર્ટે હાલમાં સ્થગિત કરી રાખી છે. આ નિયમોને લઈને વિવાદ એટલા માટે થયો કારણ કે તેમાં જાતિગત હિંસાના પીડિતોની શ્રેણીને માત્ર SC, ST અને OBC સુધી મર્યાદિત રાખવાની જોગવાઈ છે, જેનાથી સામાન્ય વર્ગને બહાર રાખવામાં આવ્યો છે.
ઘટના દરમિયાન જ્યારે રુચિ તિવારી ત્યાં રિપોર્ટિંગ કરી રહી હતી, તેવામાં અચાનક આશરે 50-100 લોકોની ભીડે તેને ઘેરી લીધી. આરોપ છે કે તેની અટક ‘તિવારી’ સાંભળતાં જ કેટલાક લોકોએ બૂમો પાડીને કહ્યું કે, “આ બ્રાહ્મણ છે, આને પકડો.” એક વિડીયોમાં કેટલાક લોકો “મારો આને, ખબર પડશે, અહીં કોઈ બોલવા ન દેશો આને”, “કાપીને ફેંકી દઈશું” જેવી ધમકીભરી વાતો કરતા સંભળાય છે. એમ પણ કહેવાયું કે તેના આવ્યાં પહેલાં સુધી પ્રદર્શન શાંતિપૂર્ણ હતું.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા અનેક વિડીયોમાં જોવા મળે છે કે ભીડે તેમને ચારે તરફથી ઘેરી લીધી છે, ધક્કા-મુક્કી કરી, મારપીટ કરી અને તેમના કપડાં પણ ખેંચવાનો પ્રયાસ કર્યો છે. આ ઘટનાએ કેમ્પસની સુરક્ષા વ્યવસ્થા અને વિદ્યાર્થી રાજકારણમાં વધતા તણાવ પર ગંભીર પ્રશ્નો ઉભા કરી દીધા છે.
તિવારીએ શું કહ્યું?
એક વિડીયોમાં રુચિ તિવારીએ જાતે આખી ઘટનાનું વર્ણન કર્યું છે. તેણે જણાવ્યું કે જ્યારે તે પ્રદર્શન સ્થળે બીજા એક રિપોર્ટર સાથે વાત કરી રહી હતી, ત્યારે અચાનક મોટી સંખ્યામાં પુરુષો અને મહિલાઓ તેની પાસે આવીને તેને ઘેરવા લાગ્યાં. રુચિના જણાવ્યા અનુસાર ત્યાં હાજર જાતિ આધારિત એક્ટિવિસ્ટ્સે આરોપ લગાવ્યો કે તે એ જ મહિલા છે જે એક દિવસ પહેલાં જંતર-મંતર પર પણ હાજર હતી. તે પછી ભીડે કંઈ સાંભળ્યા વિના તેના પર હુમલો કરી દીધો અને ધક્કા-મુક્કી તથા મારપીટ શરૂ કરી દીધી.
રુચિ તિવારીએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે, “તેમણે મારા હાથ પકડી લીધા, ડોક મરડી, વાળ ખેંચ્યા અને ગળું દબાવવાનો પ્રયાસ કર્યો.” તેના કહેવા મુજબ જ્યારે તેની સાથે આવેલા સહયોગીઓએ વચ્ચે પડીને બચાવવાનો પ્રયાસ કર્યો તો ભીડમાં સામેલ પુરુષો અને મહિલાઓએ તેમના સાથે પણ મારપીટ કરી. આટલું જ નહીં તેમના પર ખોટો આરોપ પણ લગાવવામાં આવ્યો કે તેઓ મહિલા પ્રદર્શનકારીઓને ખોટી રીતે સ્પર્શ કરી રહ્યા હતા.
#WATCH | Delhi: Ruchi Tiwari, the woman journalist who was seen being attacked during a pro-UGC protest at Delhi University yesterday, says, "…Video is everywhere, people can judge by themselves as to who provoked whom…I am a journalist, who was there to cover the protest.… pic.twitter.com/t5pT3PtNP2
— ANI (@ANI) February 14, 2026
રુચિના જણાવ્યા અનુસાર માંડ હુમલાખોરોમાંથી છટકીને જ્યારે તે રસ્તા તરફ પોતાના સાથીઓને શોધવા ગઈ, ત્યારે ત્યાં પણ તેમને ફરીથી ઘેરી લેવામાં આવી. તેણે જણાવ્યું કે આશરે 100-150 લોકોની ભીડ હતી, જેમાં ઘણી મહિલાઓ પણ સામેલ હતી. આરોપ છે કે ભીડે તેમના સાથે મારપીટ કરી, તેમના કપડાં ફાડવાનો પ્રયાસ કર્યો, જ્યારે કેટલાક લોકો આખી ઘટનાના વિડીયો બનાવી રહ્યા હતા.
રુચિ તિવારીએનું કહેવું કે, “તેમણે મને માત્ર એટલા માટે ટાર્ગેટ કરી કારણ કે હું બ્રાહ્મણ છું.” તેમના જણાવ્યા અનુસાર ભીડમાંથી અવાજો આવી રહ્યા હતા કે, “આ બ્રાહ્મણ છે, આને પકડો, આના કપડાં ફાડો, આના કપડાં ઉતારો.” આ ઘટનાને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે (ABVP) રુચિ તિવારીના સમર્થનમાં નિવેદન આપ્યું છે. ABVPના દિલ્હી પ્રદેશ સચિવ સાર્થક શર્માએ વામપંથી વિદ્યાર્થી સંગઠનો દ્વારા કરવામાં આવેલા હુમલાની ટીકા કરી છે.
#WATCH | A woman journalist was seen being attacked during a pro-UGC protest in Delhi University yesterday.
— ANI (@ANI) February 14, 2026
ABVP Delhi State Secretary Sarthak Sharma says, "I would like to make a few things clear. The Left was protesting and a woman journalist, with a YouTube channel, was… pic.twitter.com/BqmKo88sGz
વધુમાં આ ઘટના બાદ દક્ષિણપંથી વિદ્યાર્થી સંગઠનો અને વામપંથી સંગઠનો વચ્ચે પણ હોબાળો થઈ ગયો હતો. દક્ષિણપંથી વિદ્યાર્થીઓનો આરોપ હતો કે વામપંથીઓએ તિવારી અને તેમની સાથેના પત્રકારો સાથે દુર્વ્યવહાર કર્યો, મારપીટ કરી અને જાતિ આધારિત ટિપ્પણીઓ કરી. દરમિયાન વામપંથી સંગઠન AISAએ દાવો કર્યો છે કે DU સચિવ અને વિદ્યાર્થી અંજલિ પર યુટ્યુબર રુચિ શાંડિલ્ય અને કેટલાક ABVPના કાર્યકર્તાઓએ હુમલો કર્યો છે.
બંને પક્ષોએ મૌરિસ નગર પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે પુષ્ટિ કરી છે કે બંને જૂથો તરફથી ફરિયાદો મળી છે અને લગાવવામાં આવેલા આરોપોની તપાસ કરવામાં આવી રહી છે.
ઑલ ઇન્ડિયા ફોરમ ફોર ઇક્વિટી: UGCના સમર્થનમાં પ્રદર્શનનું આયોજન કરનાર સંગઠન
પ્રો-UGC નિયમોના સમર્થનમાં થયેલું આ પ્રદર્શન ‘ઑલ ઇન્ડિયા ફોરમ ફોર ઇક્વિટી’ નામના મંચ દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું. આ સંગઠન 8 ફેબ્રુઆરી 2026ના રોજ ગઠિત થયું હતું અને તેને ‘UGC રેગ્યુલેશન્સ સમતા આંદોલન’ તરીકે રજૂ કરવામાં આવી રહ્યું છે.
UGC रेगुलेशन समता आंदोलन : कैंपस में जातीय भेदभाव के खिलाफ और मज़बूत UGC रेगुलेशन के लिए –
— Dr Jitendra Meena (@JitendraMeenaDU) February 12, 2026
अधिकार रैली
13 फरवरी, 1:30 बजे
DU आर्ट्स फैकल्टी
वक्ता:
राजेंद्र पाल गौतम, पूर्व मंत्री, दिल्ली सरकार
डॉ जितेंद्र मीणा, प्रोफेसर डीयू
डॉ आभा देव हबीब, प्रोफेसर डीयू
डॉ उमा गुप्ता,… pic.twitter.com/X7BS1RMSjQ
આ ફોરમની ઔપચારિક શરૂઆત દિલ્હીમાં HKS સુરજીત ભવનમાં કરવામાં આવી હતી. કાર્યક્રમમાં SFI સહિત અનેક વામપંથી વિદ્યાર્થી સંગઠનોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. આ મંચનો મુખ્ય ઉદ્દેશ્ય UGCની 2026ની સમાનતા સંબંધિત નિયમાવલીને અમલમાં મૂકાવવા માટે દેશભરમાં અભિયાન ચલાવવાનો છે.
આ ફોરમ સાથે જોડાયેલા કેટલાક મુખ્ય સભ્યોમાં જિતેન્દ્ર મીણા, ડૉ. લક્ષ્મણ યાદવ, મહેશ ચૌધરી અને ભંવર મેઘવંશી જેવા નામો છે. આ ઉપરાંત JNUSU, AISA, SFI, NSUI, AISF, MSF, RYA, DSF, ASA, AIOBCSA, CRJD, કલેક્ટિવ ઇન્ડિયા, BAPSA, સામાજિક ન્યાય આંદોલન બિહાર, રિહાઈ મંચ, સોશિયલ જસ્ટિસ આર્મી, OBC આરક્ષણ સંઘર્ષ સમિતિ, JAYS, BPVM, ગોંડવાના સ્ટુડન્ટ યુનિયન જેવા વિદ્યાર્થી અને સામાજિક સંગઠનો પણ તેની સાથે જોડાયેલા છે.

વિડીયોમાં રુચિ તિવારીને પકડનાર મહિલા નવેમ્બર 2025માં નક્સલ સમર્થક પ્રદર્શનમાં હતી હાજર
જે પ્રદર્શનને ‘સમાનતા’ અને ‘ન્યાય’ના નામે આયોજિત કરવામાં આવ્યું હતું, તે જ પ્રદર્શન હવે બ્રાહ્મણવિરોધી હિંસાના આરોપોમાં ઘેરાઈ ગયું છે. ટીકાકારો કહે છે કે જે લોકો પર નક્સલી વિચારધારાને મહિમામંડિત કરવાના આરોપો લાગતા રહ્યા છે, તેમની હાજરીમાં આવી આક્રમક ઘટના આશ્ચર્યજનક નથી.
શુક્રવારની ઘટનાના વાયરલ વિડીયોમાં રુચિ તિવારીને ઘેરીને પકડતી જે કથિત વિદ્યાર્થિનીઓ દેખાઈ રહી છે, તેમાં ગુરકીરત કૌરનું નામ પણ સામે આવ્યું છે. તે ભગત સિંઘ વિદ્યાર્થી એકતા મંચ (bsCEM)ની અધ્યક્ષ તરીકે ઓળખાય છે.
ગુરકીરત કૌર પર અગાઉ પ્રતિબંધિત વિદ્યાર્થી સંગઠન રેડિકલ સ્ટુડન્ટ યુનિયનની (RSU) ખુલ્લેઆમ પ્રશંસા કરવાના આરોપો લાગ્યા હતા. RSU પર આરોપ છે કે તેના માધ્યમથી માઓવાદી સંગઠનોએ યુવાનોની ભરતી કરી અને તેમને ભારતીય સુરક્ષાદળો વિરુદ્ધ હિંસક પ્રવૃત્તિઓમાં સામેલ કર્યા.
પ્રતિબંધિત ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીના (માઓવાદી) ટોચના નેતા અને મહાસચિવ બસવ રાજુને પણ અગાઉ RSU સાથે જોડવામાં આવ્યો હતો. આ આરોપોને કારણે વિદ્યાર્થી રાજકારણ અને રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર ફરી ચર્ચા તેજ થઈ છે.
"RSU has given so many revolutionaries to the movement, the State still shakes with fear. Even with the name of RSU. Even with the thought of students again coming together and bringing that revolutionary politics."
— Sensei Kraken Zero (@YearOfTheKraken) November 26, 2025
The revolutionaries she talks about are literal terrorists. pic.twitter.com/l4EunIbtUI
ગુરકીરત કૌરનું એક જૂનું નિવેદન પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે, જેમાં તે કહેતી સંભળાય છે કે, “RSUએ આંદોલનને એટલા ક્રાંતિકારીઓ આપ્યા છે કે આજે પણ રાજ્ય તેના નામથી કાંપે છે. માત્ર RSUનું નામ લેવાથી અથવા વિદ્યાર્થીઓના ફરીથી એક થઈને તે જ ક્રાંતિકારી રાજનીતિ શરૂ કરવાના વિચારથી જ સત્તા ડરી જાય છે.”
This is Gurkirat, the president of the left-wing organization bsCEM (Bhagat Singh Chhatra Ekta Manch).
— Vishal Maheshwari (@vishalPosts) February 13, 2026
Last year, members of this group raised the slogan on the streets of Delhi, ‘kitne Hidma maroge, har ghar se Hidma niklega.' Gurkirat was also arrested in connection with the… https://t.co/5E8e9b3p9l pic.twitter.com/bf8acwypRw
વાયરલ વિડીયો ઉપરાંત અનેકસાક્ષીઓએ પણ દાવો કર્યો છે કે પ્રદર્શન દરમિયાન ભીડમાં ગુરકીરત કૌર સક્રિય હતી અને અન્ય પ્રદર્શનકારીઓ સાથે સૌથી આગળ દેખાઈ રહી હતી. આ સાક્ષીઓમાં નેહા નામની વિદ્યાર્થિનીનો પણ ઉલ્લેખ છે, જે AISAમાં ‘પ્રેસિડન્ટ’ તરીકે ઓળખાય છે.

વધુ એક વિદ્યાર્થિનીનું નામ સામે આવ્યું છે, જેની ઓળખ AISAની અંજલિ તરીકે થઈ છે, જે હાલમાં જ પ્રેસિડેન્ટ ઇલેક્શનમાં હારી હતી.

વિડીયોમાં એક છોકરી રુચિ તિવારીના વાળ ખેંચતી દેખાઈ છે, જેની ઓળખ તન્વી તરીકે થઈ છે, જે DUમાં માસ્ટર્સની વિદ્યાર્થિની છે.

આ વિવાદમાં જેના નામ સામે આવ્યા છે, તેઓ નવેમ્બર 2025માં થયેલા ‘એન્ટી-પોલ્યુશન’ આંદોલનમાં પણ સામેલ હતા. તે પ્રદર્શનમાં ભગત સિંઘ વિદ્યાર્થી એકતા મંચ (bsCEM) અને પોતાને પર્યાવરણીય જૂથ તરીકે ગણતાં ‘હિમખંડ’ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ સક્રિય હતા. આરોપ છે કે તે સમયે પ્રદર્શનકારીઓએ માર્યા ગયેલા માઓવાદી કમાન્ડર માડવી હિડમાના સમર્થનમાં નારા લગાવ્યા હતા અને પોલીસ પર સ્પ્રેનો ઉપયોગ કર્યો હતો, જેનાથી અનેક પોલીસકર્મી ઘાયલ થયા હતા.
પ્રદર્શન દરમિયાન ‘કોમરેડ હિડમા અમર રહે’ અને ‘હર ઘર સે હિડમા નિકલેગા’ જેવા નારા લાગ્યા હતા. પોલીસે હસ્તક્ષેપ કર્યો ત્યારે પ્રદર્શનકારીઓએ ધક્કા-મુક્કી કરી અને પેપર સ્પ્રેનો ઉપયોગ કરીને પોલીસકર્મીઓની આંખો અને ચહેરાને નુકસાન પહોંચાડ્યું હતું.
‘ઊંચી જાતિઓ સાથે ન થાય ભેદભાવ’ કહેનારી વકીલ ખોટી સાબિત થઈ
આ મહિને UGC નિયમો સંબંધિત કેસમાં અરજદારો તરફથી રજૂ થયેલી વકીલ દિશા વાડેકરે કહ્યું હતું કે જો જાતિ આધારિત ભેદભાવના પ્રાવધાનને કાસ્ટ-ન્યુટ્રલ બનાવી દેવામાં આવે તો તેનો મૂળ હેતુ જ સમાપ્ત થઈ જશે. તેના મતે સેક્શન 3(સી)માં ભેદભાવને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને OBC વિરુદ્ધના ઉત્પીડન તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે અને અન્ય વર્ગોને સામેલ કરવાથી આ વિભાવનાનો અર્થ નબળો પડી જશે.
તેમણે એમ પણ કહ્યું હતું કે સવર્ણ વિદ્યાર્થીઓ સાથે થતી ઘટનાઓ વ્યક્તિગત સ્વભાવની હોય શકે છે, પરંતુ તેને સામૂહિક જાતિગત ભેદભાવ તરીકે ગણી શકાય નહીં.
જોકે છેલ્લા કેટલાક સમયમાં કેમ્પસમાં બ્રાહ્મણ અને જૈન સમુદાય વિરુદ્ધ નારા, ઉગ્ર સંદેશા અને બ્રાહ્મણ વિદ્યાર્થીઓ સાથે ગેરવ્યવહારના આરોપો સામે આવ્યા છે. ટીકાકારો કહે છે કે આ ઘટનાઓ વાડેકરની દલીલને પડકારે છે. રુચિ તિવારી પ્રકરણે પણ આ ચર્ચાને તેજ કરી છે કે શું જાતિગત શત્રુતા માત્ર કેટલીક નિર્ધારિત શ્રેણીઓ સુધી મર્યાદિત છે કે સામાજિક પરિસ્થિતિઓમાં કોઈ પણ સમુદાય તેનો શિકાર બની શકે છે. આ કેસ હાલ તપાસ હેઠળ છે.


