હોમપેજઇન્ડોલોજી'સંવેદનશીલ-ધાર્મિક' કહી ભુલાવી દેવાયો હતો ભારતના 'બાળ બલિદાનીઓ'નો ઇતિહાસ: કેમ જરૂરી હતી...

‘સંવેદનશીલ-ધાર્મિક’ કહી ભુલાવી દેવાયો હતો ભારતના ‘બાળ બલિદાનીઓ’નો ઇતિહાસ: કેમ જરૂરી હતી ‘વીર બાલ દિવસ’ની શરૂઆત

મોદી સરકાર દ્વારા વીર બાલ દિવસની શરૂઆતનો સૌથી મોટો પ્રભાવ એ છે કે હવે આવનારી પેઢીઓ સાહિબજાદાઓની કથાને ‘ધાર્મિક પ્રસંગ’ નહીં, પરંતુ રાષ્ટ્રીય ચરિત્રની શિક્ષા તરીકે જાણશે.

- Advertisement -

ભારતનો ઇતિહાસ માત્ર યુદ્ધો અને રાજાઓ સુધી સીમિત નથી, તે ત્યાગ, નૈતિક સાહસ અને ધર્મ-રક્ષણની તે અસાધારણ ક્ષણોનો પણ ઇતિહાસ છે, જેમાં ઉંમર નહીં, પરંતુ વિચાર અને સંકલ્પ નિર્ણાયક બને છે. તેમ છતાં સમસ્યા એ રહી કે આધુનિક ભારતે લાંબા સમય સુધી પોતાના તે મહાન બલિદાનીઓને યાદ ન કર્યા, જેમણે સૌથી ઓછી ઉંમરે સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું. 26 ડિસેમ્બરે આવતો વીર બાલ દિવસ આ ઐતિહાસિક વિસ્મૃતિને સુધારવાનું એક જરૂરી પગલું છે અને સમયની માંગ પણ. 

આ દિવસ ગુરુ ગોવિંદ સિંઘના ચાર સાહિબજાદાઓનાં બલિદાનનું સ્મરણ અપાવે છે, ખાસ કરીને નાના સાહિબજાદા ઝોરાવર સિંઘ અને સાહિબજાદા ફતેહ સિંઘ, જેમને 1705માં સરહિંદમાં દીવાલમાં જીવતા ચણવામાં આવ્યા હતા. આ કોઈ સામાન્ય ઘટના નહોતી, તે ભારતની સભ્યતાગત ચેતનાના ઇતિહાસમાં નૈતિક દૃઢતાની પરાકાષ્ઠા હતી. 

એ ઇતિહાસ, જેને પાઠ્યપુસ્તકોમાં હાંસિયા પર રખાયો

સંસ્થાનવાદ અને તે પછીના દાયકાઓમાં બનેલા ઇતિહાસ-લેખનની એક સ્થાયી સમસ્યા એ રહી કે તેણે ભારતીય બલિદાનોને માત્ર ‘રાજકીય અસુવિધા’ના ચશ્માથી જોયાં. પરિણામ એ આવ્યું કે જે ઘટનાઓમાંથી સાહસ અને આત્મસન્માનની પ્રેરણા મળી શકતી હતી, તેને ‘ધાર્મિક-સંવેદનશીલ’ કહીને દબાવી દેવામાં આવી. નાના સાહિબજાદાઓનું બલિદાન, જ્યાં ધર્માંતરણના દબાણ સામે છ અને નવ વર્ષના બાળકોએ ઝૂકવાનો ઇનકાર કર્યો હતો, તે એવી જ એક કથા હતી, જેને રાષ્ટ્રીય સ્મૃતિમાં એ સ્થાન ન મળ્યું જેની તે હકદાર હતી.

- Advertisement -

આ ભૂલ માત્ર સિખ ઇતિહાસની નહોતી, આ ભારતીય ઇતિહાસની ભૂલ હતી. કારણ કે સાહિબજાદાઓનું બલિદાન કોઈ એક પંથની કથા નથી, પરંતુ એ સભ્યતાની કથા છે જે અન્યાય સામે ઉંમર નહીં, સત્ય જુએ છે. 

કેમ ‘વીર બાલ દિવસ’ માત્ર સ્મરણ નહીં, પણ સુધાર છે?

વીર બાલ દિવસ એટલા માટે જરૂરી છે કારણ કે તે તે નેરેટિવને પડકાર આપે છે, જેમાં ‘બાળક’ને હંમેશા માત્ર પીડિત માનવામાં આવે છે. સાહિબજાદાઓની કથા દર્શાવે છે કે બાલ્યાવસ્થા પણ નૈતિક સાહસની વાહક બની શકે છે. આ સંદેશ આજના ભારતમાં વધુ પ્રાસંગિક છે, જ્યાં બાળકોને કાં તો રાજકીય પ્રતીક માનવામાં આવે છે, અથવા તો તેમના ઇતિહાસને ગાયબ કરી દેવામાં આવે છે. આ દિવસનો હેતુ કોઈને ઉશકરેવાનો નથી, પરંતુ એ દર્શાવવાનો છે કે સ્વતંત્રતા અને આસ્થાની રક્ષા માત્ર તલવારથી નહીં, વિચારથી પણ થાય છે અને ક્યારેક સૌથી દૃઢ વિચાર સૌથી ઓછી ઉંમરમાં પણ દેખાય છે. 

પ્રશ્ન અસહજ છે, પરંતુ જરૂરી પણ છે. જો યુરોપના ઇતિહાસમાં કોઈ સમુદાયના બાળકોને આ જ રીતે જીવતા ચણવામાં આવ્યા હોત તો શું તે ઘટના વૈશ્વિક પાઠ્યક્રમોમાં અનિવાર્ય ન બની હોત? ત્યારે તેને ‘બાલ અધિકારો’નું સૌથી મોટું ઉદાહરણ કહેવામાં આવ્યું હોત. પરંતુ ભારતીય સંદર્ભમાં એ જ ઘટનાને દાયકાઓ સુધી ‘ધાર્મિક ઇતિહાસ’ કહીને મર્યાદિત કરી દેવામાં આવી. વીર બાલ દિવસ આ સિલેક્ટિવ સ્મૃતિને પડકાર આપે છે. તે પૂછે છે કે સ્મરણના માપદંડ કોણ નક્કી કરે છે અને કેમ કેટલાક બલિદાનો તો સાર્વભૌમિક બને છે, જ્યારે કેટલાકને સ્થાનિક બનાવી દેવામાં આવે છે. 

રાષ્ટ્રીય સ્મૃતિનું પુનર્સંતુલન

26 ડિસેમ્બરને વીર બાલ દિવસ તરીકે માન્યતા આપવી માત્ર એક તારીખ ઉમેરવી નથી, તે રાષ્ટ્રીય સ્મૃતિનું પુનઃસંતુલન છે. આ સ્વીકૃતિ છે કે ભારતની સભ્યતાએ માત્ર વયસ્ક યોદ્ધાઓ જ નહીં, પરંતુ એવા બાળકો પણ આપ્યાં છે જેમણે જીવન કરતાં સિદ્ધાંતને વધુ મહત્વ આપ્યું. આ દિવસ સિખ-હિંદુ વિભાજનની કૃત્રિમ રેખાઓને પણ અપ્રાસંગિક બનાવે છે. સાહિબજાદાઓનું બલિદાન એ સભ્યતાગત ધારાનો ભાગ છે, જ્યાં ધર્મ-રક્ષણનો અર્થ કોઈ બીજા પ્રત્યે દ્વેષ નથી, પરંતુ પોતાના સત્ય પર અડગ રહેવું છે. 

ભારતે પોતાના બાળ-બલિદાનીઓને યાદ કરવામાં વિલંબ કર્યો છે, પરંતુ આ સ્મરણ આજે પહેલાં કરતાં વધુ જરૂરી છે. કારણ કે જે રાષ્ટ્રની સ્મૃતિ અધૂરી હોય છે, તેનો આત્મવિશ્વાસ પણ અધૂરો રહે છે. વીર બાલ દિવસ એ ખાલીપાને ભરવાનો પ્રયાસ છે. 26 ડિસેમ્બર માત્ર એક સ્મૃતિ-દિવસ નથી, તે એ પ્રશ્નનો ઉત્તર છે કે ભારત કેવા પ્રકારની નાગરિકતા ઇચ્છે છે, સુવિધાથી સંચાલિત કે સિદ્ધાંતથી સંચાલિત. સાહિબજાદાઓએ ત્રણ શતાબ્દી પહેલાં પોતાનો ઉત્તર આપી દીધો હતો, હવે સમય છે ભારતનો. 

જ્યારે દેશે પોતાની વિસારાયેલી સ્મૃતિને આધિકારિક માન્યતા આપી

ભારતમાં વીર બાલ દિવસની ઔપચારિક માન્યતા કોઈ આકસ્મિક નિર્ણયનું પરિણામ નહોતી. આ તે વિચારધારાનો વિસ્તાર હતો, જેમાં રાષ્ટ્ર પોતાની સભ્યતાગત સ્મૃતિઓને ફરી કેન્દ્રમાં લાવવાનું સાહસ કરે છે. દાયકાઓ સુધી નાના સાહિબજાદાઓનું બલિદાન લોકકથાઓ, ગુરુદ્વારાઓ અને પારિવારિક સ્મૃતિઓ સુધી મર્યાદિત રહ્યું. રાષ્ટ્રીય કેલેન્ડરમાં તેમના માટે કોઈ સ્થાન નહોતું, ન પાઠ્યક્રમોમાં, ન સાર્વજનિક વિમર્શમાં. આ ઐતિહાસિક રિક્તતાને ભરવાનું કામ નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારે કર્યું અને 2022માં 26 ડિસેમ્બરને વીર બાલ દિવસ જાહેર કરવામાં આવ્યો.

મોદી સરકાર દ્વારા વીર બાલ દિવસની શરૂઆતનો સૌથી મોટો પ્રભાવ એ છે કે હવે આવનારી પેઢીઓ સાહિબજાદાઓની કથાને ‘ધાર્મિક પ્રસંગ’ નહીં, પરંતુ રાષ્ટ્રીય ચરિત્રની શિક્ષા તરીકે જાણશે. આ અર્થમાં વીર બાલ દિવસ સરકારની ઉપલબ્ધિ કરતાં વધુ રાષ્ટ્રની ઉપલબ્ધિ છે અને સરકારની ભૂમિકા એ દરવાજાને ખોલવાની રહી છે, જેને લાંબા સમય સુધી બંધ રાખવામાં આવ્યો હતો. 

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં