હોમપેજદેશઅયોધ્યામાં સુપ્રીમ કોર્ટે ફાળવી હતી જે પાંચ એકર જમીન, ત્યાં નિર્માણ પામનાર...

અયોધ્યામાં સુપ્રીમ કોર્ટે ફાળવી હતી જે પાંચ એકર જમીન, ત્યાં નિર્માણ પામનાર મસ્જિદનો લેઆઉટ પ્લાન રદ: રજૂ નહતાં કરાયાં વિભાગોનાં NOC

સંવેદનશીલ વિસ્તારોમાં મોટું માળખું ઊભું કરવા માટે જરૂરી તમામ વિભાગના NOC મળવા અનિવાર્ય છે, પણ મસ્જિદ ટ્રસ્ટ તરફથી આ તમામ વિભાગોના NOC નથી મળ્યા, જેના કારણે તેનો લેઆઉટ પ્લાન રદ કરવામાં આવ્યો છે.

- Advertisement -

અયોધ્યાના રામ જન્મભૂમિ કેસના ચુકાદા વખતે સુપ્રીમ કોર્ટે સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડને ફાળવેલી પાંચ એકર જમીન પર મસ્જિદ બનાવવા માટે યોજનાઓ તો ઘણા સમયથી ચાલી રહી છે પરંતુ હજુ સુધી કામ શરૂ થઈ શક્યું નથી. હવે જાણવા મળી રહ્યું છે કે મસ્જિદનો લેઆઉટ પ્લાન નામંજૂર કરી દેવામાં આવ્યો છે. કારણ એ છે કે અનેક વિભાગો પાસેથી ‘નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ’ મેળવવામાં આવ્યાં નથી. એક RTI પ્રશ્નના જવાબમાં આ બાબતનો ઘટસ્ફોટ થયો છે. 

સુપ્રીમ કોર્ટે 9 નવેમ્બર, 2019ના રોજ અયોધ્યાના ઐતિહાસિક ચુકાદામાં ઉત્તર પ્રદેશ સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડને મસ્જિદ અને અન્ય સુવિધાઓના નિર્માણ માટે પાંચ એકર જમીન ફાળવવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ 3 ઑગસ્ટ, 2020ના રોજ અયોધ્યાના તત્કાલીન DM અનુજ કુમાર ઝાએ અયોધ્યા પાસે ધન્નીપુર ગામમાં પાંચ એકર જમીન સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડને ટ્રાન્સફર કરી દીધી હતી. મસ્જિદ ટ્રસ્ટે 23 જૂન, 2021ના રોજ પ્લાનના એપ્રુવલ માટે અરજી કરી હતી, ત્યારથી લઈને આજ સુધી તે અરજી પર કોઈ અપડેટ નહોતી આવી. 

RTIમાં પ્લાન ફગાવી દેવાયાનો ઘટસ્ફોટ

સ્થાનિક પત્રકાર ઓમ પ્રકાશ સિંઘે 16 સપ્ટેમ્બર, 2025ના રોજ RTI અરજી દાખલ કરી હતી. તેમાં મસ્જિદ ટ્રસ્ટની અરજીની સ્થિતિ વિશેની વિગતો માંગવામાં આવી હતી. ADAના જવાબમાં સ્પષ્ટ થયું છે કે, સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડ દ્વારા રચાયેલ મસ્જિદ ટ્રસ્ટે 23 જૂન, 2021ના રોજ લેઆઉટ પ્લાન સબમિટ કર્યો હતો અને ₹4,02,628ની અરજી તથા સ્ક્રૂટિની ફી ભરી હતી. જોકે, પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (PWD), ઉત્તર પ્રદેશ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, સિવિલ એવિએશન, સિંચાઈ, રેવન્યુ, મ્યુનિસિપલ કોર્પોરેશન, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટની ઓફિસ અને ફાયર સર્વિસિસ જેવા વિભાગોના NOC નહોતાં અપાયાં, જેથી પ્રોજેક્ટને ક્લિયરન્સ મળ્યું નથી.

- Advertisement -

મસ્જિદ ટ્રસ્ટના સેક્રેટરી અથર હુસૈને આ ઘટના પર નિરાશા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે, સુપ્રીમ કોર્ટે આ જમીન મસ્જિદ માટે આપવાનો આદેશ આપ્યો હતો અને રાજ્ય સરકારે તેનું પાલન કર્યું છે. તેમણે આગળ કહ્યું, “મને સમજાતું નથી કે NOC કેમ નથી મળ્યા અને ADAએ અમારો પ્લાન કેમ રદ કર્યો.” તેમણે સ્વીકાર્યું કે રસ્તાઓની પહોળાઈ માત્ર ચારથી છ મીટર હોવાથી સલામતીના મુદ્દાઓ ઉભા થયા હતા, જેમાં મસ્જિદની ઊંચાઈને ધ્યાનમાં રાખીને રસ્તા ઓછામાં ઓછા 12 મીટર પહોળા હોવા જોઈએ, પરંતુ તેમનું કહેવું છે કે તેમને જાણ જ ન હતી કે અન્ય વિભાગોનાં પણ NOC લેવાં પડે છે!

જોકે, આ પહેલી વખત નથી કે મસ્જિદનો પ્રોજેક્ટ અટકી પડ્યો હોય. આ પહેલાં COVID-19 મહામારીએ પ્લાન અને ફંડ એકઠું કરવાના પ્રયાસોને અવરોધ્યા હતા. 2024ના અંત સુધીમાં ટ્રસ્ટે માત્ર ₹90 લાખ એકઠા કર્યા હતા, જે અંદાજિત ₹400 કરોડની જરૂરિયાતથી ઘણા ઓછા હતા. સમુદાયની અનિચ્છા અને ફંડની અછતના કારણે 2023માં રિડિઝાઇન કરવામાં આવ્યું, જેમાં પરંપરાગત વિશેષતાઓ જેવી કે મિનાર અને અડધો ચંદ્ર ક્રેસેન્ટ ઉમેરાયા. એપ્રિલ 2024માં નિર્માણ શરૂ કરવાની યોજના શરૂ કરાઈ હતી, જેમાં મક્કાથી વિશેષ ઈંટો આયાત કરવાનો પ્લાન હતો પણ તે પણ નિષ્ફળ ગયો

કેમ રદ થયો પ્લાન અને કેમ જરૂરી છે NOC? 

પ્લાન રદ થવાનું મુખ્ય કારણ અયોધ્યા જેવા સંવેદનશીલ વિસ્તારમાં મોટાપાયાના નિર્માણ માટે જરૂરી કડક નિયમો છે, જે ADAના અધિકારક્ષેત્રમાં આવે છે. ઉત્તર પ્રદેશના બિલ્ડિંગ બાયલૉઝ અને ADAની માર્ગદર્શિકાઓ- 2016ના યુનિફાઈડ બિલ્ડિંગ બાય-લૉઝ (UBBL) અને તેના સુધારાઓ મુજબ, પ્રોજેક્ટ્સને સલામતી, પર્યાવરણીય અને માળખાગત માનકોનું પાલન કરવા માટે NOC મેળવવાં પડે છે. આ લેઆઉટ પ્લાનની મંજૂરી માટે અનિવાર્ય છે, ખાસ કરીને અયોધ્યા માસ્ટર પ્લાનના ફેઝ-IIમાં, જ્યાં ધન્નીપુર સાઇટ આવેલ છે.

RTI દર્શાવેલા મુખ્ય કારણો

ફાયર સેફ્ટી ચિંતાઓ: ફાયર સર્વિસિસ ડિપાર્ટમેન્ટે સ્ટ્રોંગ એક્સેસ રોડ્સને (6 મીટરથી ઓછી પહોળાઈ) મુખ્ય જોખમ તરીકે ગણ્યા છે, જે ઇમર્જન્સી વાહનોની એન્ટ્રીને અડચણરૂપ થઈ શકે છે.

પર્યાવરણીય અને પ્રદૂષણ મંજૂરી: પોલ્યુશન કંટ્રોલ બોર્ડે યોગ્યતા તપાસવી પડે છે કે પ્રોજેક્ટ સ્થાનિક હવા, પાણી અથવા અવાજના સ્તરોને અસર ન કરે, ખાસ કરીને કૃષિભૂમિની નજીકની સાઇટને કારણે.

માળખાગત અને ઉપયોગિતાઓ: PWD (રસ્તા અને ડ્રેનેજ માટે), સિંચાઈ (પાણી વ્યવસ્થાપન માટે) અને મ્યુનિસિપલ કોર્પોરેશનના (સીવેજ અને ઉપયોગિતાઓ માટે) NOC પાવર સિસ્ટમ્સ પર દબાણ ન ઊભું કરે તેની ખાતરી કરે છે.

એવિએશન અને રેવન્યુ તપાસ: સિવિલ એવિએશન ક્લિયરન્સ કોઈપણ એરસ્પેસ મુદ્દાઓની બાબતોને ધ્યાને લે છે.

પ્રશાસનિક ઓવરલેપ્સ: ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટની ઓફિસ વ્યાપક પાલનનું સંકલન કરે છે, જેમાં માસ્ટર પ્લાન હેઠળ ઝોનિંગનો સમાવેશ થાય છે.

આ NOC મેળવવામાં નિષ્ફળતા આવે તો કામ અટકાવવાની ફરજ પડે છે, કારણ કે ADA નિર્માણને મંજૂરી નથી આપી શકતું અને થયું પણ એવું જ છે. સંવેદનશીલ વિસ્તારોમાં મોટું માળખું ઊભું કરવા માટે જરૂરી તમામ વિભાગનાં NOC મળવાં અનિવાર્ય છે, પણ મસ્જિદ ટ્રસ્ટ તરફથી આ તમામ વિભાગોનાં સર્ટિ નથી મળ્યાં, જેના કારણે તેનો લેઆઉટ પ્લાન રદ કરવામાં આવ્યો છે. હવે જો તે તમામ વિભાગનાં NOC રજૂ કરે તો જ આગળ કામ વધી શકે તેમ છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં