મુંબઈ સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT) બૉમ્બે એક વિવાદમાં સપડાઈ છે અને કેન્દ્રમાં છે એક કાર્યક્રમ જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. IIT બૉમ્બેએ આ કાર્યક્રમ સ્પોન્સર કર્યો હતો અને તેનું એક વિવાદિત પોસ્ટર પણ વાયરલ થયું હતું.
બે દિવસની આ વર્કશૉપનું શીર્ષક છે– ‘સાઉથ એશિયન કેપિટલિઝમ’, જેનાં કૉ-સ્પોન્સર છે UC Berkeley અને યુનિવર્સિટી ઑફ માસાચસેટ્સ. પોસ્ટરમાં કથિત કેપાલિસ્ટ ભારતનું એક પિરામિડ દર્શાવવામાં આવ્યું છે. કૉલમિસ્ટ હર્ષિલ મહેતાએ એક્સ પર આ પોસ્ટર શૅર કરીને પ્રશ્નો ઉઠાવ્યા હતા.
IIT Bombay sponsors an event on South Asian Capitalism.
— Harshil (હર્ષિલ) (@MehHarshil) September 10, 2025
Poster shows @AmitShah, @narendramodi, and @myogiadityanath with a caption “WE FOOL YOU”.
No Maulana or Father shown; only a Hindu Monk in saffron robes.
Why @iitbombay? @dpradhanbjp pic.twitter.com/6YzByZtXrp
પિરામિડના એક ભાગમાં લખવામાં આવ્યું છે– વી ફૂલ યુ. (અમે તમને મૂરખ બનાવીએ છીએ). આમાં વડા પ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને UP સીએમ યોગી આદિત્યનાથનાં કેરિકેચર મૂકવામાં આવ્યાં હતાં.
આ વર્કશૉપનું આયોજન 12 અને 13 સપ્ટેમ્બરના રોજ થનાર છે. આયોજન થઈ રહ્યું છે ન્યૂ પોલિટિકલ ઇકોનોમિક ઇનિશિએટિવ (NPEI) દ્વારા, જે IIT બૉમ્બે હેઠલ કામ કરે છે. જેનું નેતૃત્વ કરે છે અનુષ કાપડિયા અને ફોર્ડ ફાઉન્ડેશન તરફથી તેને 4 મિલિયન ડૉલરની સહાય મળી છે. ભારતીય ચલણમાં લગભગ 35 કરોડ રૂપિયા થાય.
એ પણ નોંધવા જેવું છે કે કાપડિયા પોતે UKના નાગરિક છે અને IIT બૉમ્બેમાં એસોશિએટ પ્રોફેસર તરીકે કામ કરે છે. તેમણે છેલ્લાં 10 વર્ષમાં માત્ર 2 જર્નલ પેપર લખ્યાં છે.
વિવાદ બાદ IIT બૉમ્બેએ એક્સ પર એક સ્પષ્ટતા આપી અને આ પોસ્ટર વિશે સંસ્થાને કોઈ જાણકારી ન હોવાનો દાવો કર્યો.
A post regarding a flyer of a workshop on South Asian Capitalism was brought to the attention of the Institute authorities. This workshop is to be held at University of Berkeley in partnership with UC Berkeley and University of Massachusetts-Amherst for young scholars.
— IIT Bombay (@iitbombay) September 10, 2025
IIT Bombay… pic.twitter.com/BhMZV8A4Ds
સત્તાવાર હેન્ડલ પરથી શિક્ષણ સંસ્થાએ કહ્યું, “IIT બૉમ્બે પાસે ન્યૂ પોલિટિકલ ઇકોનોમિક ઇનિશિએટીવ સંબંધિત પ્રોજેક્ટ છે. પરંતુ જે ફ્લાયર પ્રકાશિત થયું છે તેના વિશે અમને કોઈ જાણ નથી. આ પોસ્ટ વિશે જાણકારી મળતાં જ આયોજકોને તમામ સોશિયલ મીડિયા પરથી તેને હટાવી લેવા માટે સૂચના આપવામાં આવી છે અને કાર્યક્રમમાંથી IIT બૉમ્બેનું નામ કાઢી નાખવા માટે પણ જણાવવામાં આવ્યું છે.”
સાથે કહેવામાં આવ્યું કે, “આ કાર્યક્રમને લગતી વિગતો પણ NPEIની વેબસાઈટ પરથી તાત્કાલિક અસરથી હટાવી લેવામાં આવી છે. IIT બૉમ્બેમાંથી આ કૉન્ફરન્સમાં કોઈ ભાગ લેશે નહીં. આ ફ્લાયર બનાવવા માટે સંસ્થા સાથે કોઈ પરામર્શ કરવામાં આવ્યો ન હતો. તેની સામગ્રી બદલ અમને ખેદ છે.” સાથે એમ પણ જણાવ્યું કે તેઓ UC Berkeley અને યુનિવર્સિટી ઑફ માસાચસેટ્સના ફેકલ્ટી મેમ્બરો સાથે હવે આગળ કોઈ કામ કરશે નહીં. મામલામાં આગળની તપાસ ચાલતી હોવાનું કહેવાયું છે.
જોકે પછીથી IIT બૉમ્બેએ તેના સત્તાવાર અકાઉન્ટ પરથી કૉલમિસ્ટ હર્ષિલ મહેતાને બ્લૉક કરી દીધા હતા. જેની જાણકારી મહેતાએ પોતે આપી છે. તેમણે પ્રશ્ન કર્યો કે આખરે એક જાહેર સંસ્થાએ પ્રશ્ન કરતા નાગરિકને બ્લૉક કેમ કરવા પડે?
Why IIT Bombay’s official account has blocked me? Is questioning public institutions and mis governance a crime?
— Harshil (હર્ષિલ) (@MehHarshil) September 10, 2025
This is a public and official account. Then why this childish behaviour?
Is defending @narendramodi a crime? @dpradhanbjp @EduMinOfIndia pic.twitter.com/OfFxPnUvqB
સંસ્થાએ આ મામલે કોઈ પ્રતિક્રિયા આપી નથી.


