હોમપેજક્રાઈમહિંદુઓને માંસ ખવડાવીને પીવડાવતા લોહી, બાઈબલ પઢાવી બનાવતા ઈસાઈ: આગ્રામાં ધર્માંતરણ રેકેટને...

હિંદુઓને માંસ ખવડાવીને પીવડાવતા લોહી, બાઈબલ પઢાવી બનાવતા ઈસાઈ: આગ્રામાં ધર્માંતરણ રેકેટને લઈને અનેક ઘટસ્ફોટ

ધર્માંતરણ કરાવતી ગેંગના મુખ્ય આરોપી રાજકુમાર લાલવાણીને ફન્ડિંગ પૂરું પાડવામાં આવતું હતું. તેની પાસેથી ડાયરી અને રજિસ્ટર મળ્યા છે. જેમાં ઘણા લોકોના નામ અને નંબર છે, જેની તપાસ પોલીસ કરી રહી છે. રાજકુમારને વિદેશથી પણ ફન્ડિંગ પણ મળતું હતું.

- Advertisement -

આગ્રામાં ધર્માંતરણ કરાવતી ગેંગનો પર્દાફાશ થયો હતો. હવે આ મામલે રોજ નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. હવે એવું સામે આવ્યું છે કે આ ગેંગની ધર્માંતરણની પ્રક્રિયા ખૂબ જ ક્રૂર અને ચોંકાવનારી હતી. હિંદુઓનું ખ્રિસ્તીમાં ધર્માંતરણ કરાવતી આ ગેંગ પ્રાર્થના સભામાં લોકોને માંસ ખવડાવીને લોહી પીવડાવતી હતી. ત્યારબાદ બાઇબલ વાંચવામાં આવતી અને કહેવામાં આવતું કે તેઓ ખ્રિસ્તી બની ગયા છે. આ માટે તેમને કોઈ પ્રકારનું સર્ટિફિકેટ કે પેપર આપવામાં આવતું નહોતું.

આ લોકોને કલાવો ન બાંધવા, તિલક ન લગાવવા અને હિંદુ દેવી-દેવતાઓની પૂજા ન કરવા માટે કહેવામાં આવતું હતું. ત્યાં સુધી કે આ લોકો પોતાના ઘરમાં આ દેવી-દેવતાઓની મૂર્તિઓ પણ રાખી શકતા નહોતા. સભામાં ભાગ લેનારાઓને વચન આપવામાં આવતું કે ખ્રિસ્તી બન્યા પછી તેમનું જીવન સુધરી જશે અને સરકારી નોકરી પણ મળી શકે છે.

પ્રાર્થના સભામાં ગૂગલ મીટ દ્વારા ઘણા લોકો જોડાતા હતા. યુ-ટ્યુબ પર તેના વિડીયો અપલોડ કરવામાં આવતા હતા. તેમજ ખ્રિસ્તી પંથનો પ્રચાર કરવામાં આવતો હતો. આરોપીએ પોલીસને જણાવ્યું છે કે અનેક વખત સ્પેન અને દુબઈના લોકો પ્રાર્થના સભામાં જોડાતા હતા. રાજકુમારે એક યુ-ટ્યુબ ચેનલ પણ બનાવી હતી, જેનું નામ છે ‘Church of God Agra’. આ ચેનલ પર દર રવિવારની સભાઓના વિડીયો અપલોડ કરવામાં આવતા હતા.

- Advertisement -
યુટ્યુબ ચેનલ

આ ચેનલના 204 સબ્સ્ક્રાઇબર છે અને 93 વિડીયો અપલોડ કરેલા છે. બધા વિડીયો પ્રાર્થના સભા કે તેના દ્વારા આપેલા ઉપચારોના છે. આમાંથી કેટલાક વિડીયો એવા પણ છે જે ધર્માંતરિત થનારા લોકોના છે. આમાં તેઓ કહે છે કે પ્રાર્થના સભામાં ભાગ લેવાથી તેમની બીમારી સારી થઈ ગઈ.

વિદેશી ફન્ડિંગ

ધર્માંતરણ કરાવતી ગેંગના મુખ્ય આરોપી રાજકુમાર લાલવાણીને ફન્ડિંગ પૂરું પાડવામાં આવતું હતું. તેની પાસેથી ડાયરી અને રજિસ્ટર મળ્યા છે. જેમાં ઘણા લોકોના નામ અને નંબર છે, જેની તપાસ પોલીસ કરી રહી છે. રાજકુમારને વિદેશથી પણ ફન્ડિંગ પણ મળતું હતું. આ સિવાય મહારાષ્ટ્ર, હરિયાણાથી પણ ફન્ડિંગના પુરાવા મળ્યા છે. જોકે, પૈસા કયા ખાતામાં આવતા હતા, કોણ મોકલતું હતું વગેરેની તપાસ હજુ ચાલુ છે. લોકો રાજકુમારની દીકરીના ખાતામાં પણ પૈસા મોકલતા હતા, જેની માહિતી પોલીસ પાસે છે.

તેણે અત્યાર સુધીમાં 500 કરતા વધુ લોકોને ખ્રિસ્તી પંથનો પાઠ પઢાવ્યો છે. લગભગ 5 વર્ષ પહેલાં મુંબઈના ઉલ્હાસનગરથી રાજકુમારે ઈસાઇયતનો પ્રચાર શરૂ કર્યો હતો. ત્યારબાદ આગ્રા તેનું ધર્માંતરણનું કેન્દ્ર બન્યું હતું. ધર્માંતરણ કરાવતી આ ગેંગ મોટેભાગે ગરીબો અને બીમાર માણસોને ટાર્ગેટ કરતી હતી. આ લોકોને કષ્ટો દૂર કરવાના બહાને બોલાવવામાં આવતા અને તેમનું ખ્રિસ્તીમાં ધર્માંતરણ કરાવવામાં આવતું હતું.

ત્યારપછી તેમને હિંદુ દેવી-દેવતાઓની મૂર્તિઓને ઘરમાંથી બહાર કરવા અને પ્રાર્થના સભામાં ભાગ લેવા માટે કહેવામાં આવતું હતું. રાજકુમાર કેદારનગરમાં આવેલા પોતાના ઘરમાં દર રવિવાર આ સભા કરતો હતો. ત્યાં આવેલા લોકોને કહેવામાં આવતું કે મૂર્તિઓ હટાવી દો, કલાવા કાપી દો, સિંદૂર અને બિચ્છિયાં ઉતારી દો, તો જ સુખ-શાંતિ આવશે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં