હોમપેજગુજરાતવડોદરામાં શ્રીજી પર ઈંડાં ફેંકવા મામલે વધુ ચારની ધરપકડ: સમીર, જુનેદ, અનસ...

વડોદરામાં શ્રીજી પર ઈંડાં ફેંકવા મામલે વધુ ચારની ધરપકડ: સમીર, જુનેદ, અનસ રાજસ્થાનથી પકડાયા: ઇન્સ્ટાગ્રામ પર ગ્રુપ બનાવી ઘડ્યું હતું કાવતરું

અજમેર પોલીસે સર્ચ ઑપરેશન હાથ ધરીને જુનેદ સિંધી, સમીર અને અનસને અજમેર રેલવે સ્ટેશન વિસ્તારમાંથી ઝડપી લીધા હતા. જાણવા મળી રહ્યું છે કે, વડોદરા પોલીસની ટીમ આ ત્રણેય આરોપીઓને લઈને વડોદરા પરત ફરી રહી છે.

- Advertisement -

વડોદરામાં (Vadodara) ગણેશજીની મૂર્તિ પર ઈંડાં (Egg On Ganesha Idol) ફેંકાયાંની ઘટના મામલે હવે વધુ ઘટસ્ફોટ થઈ રહ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, મુસ્લિમ કટ્ટરપંથીઓએ ઇન્સ્ટાગ્રામ પર ‘માફિયા ગેંગ’ ગ્રુપ બનાવીને ભગવાનની મૂર્તિ પર ઈંડાં ફેંકવાનું કાવતરું ઘડ્યું હતું. ઈંડાં ફેંકવા માટેની તૈયારીઓ પણ પહેલાંથી જ કરી દેવામાં આવી હતી. આ ઉપરાંત, એ પણ સામે આવી રહ્યું છે કે, આ ગેંગના વધુ ત્રણ આરોપીઓની રાજસ્થાનથી ધરપકડ કરવામાં આવી છે. તેમની ઓળખ જુનેદ સલીમ સિંધી, સમીર શેખ ઉર્ફે બંગાળી અને અનસ કુરેશી તરીકે થઈ છે.

25 ઑગસ્ટ, 2025ની મધ્યરાત્રિએ વડોદરાના નિર્મલ પાર્ક ખાતે આ ઘટના બનવા પામી હતી. ગણેશજીની આગમન યાત્રા સમયે મુસ્લિમ કટ્ટરપંથીઓએ ઈંડાં ફેંકયાં હતા અને ઘટના બાદ તરત જ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જે બાદ ગણતરીની કલાકોમાં જ પોલીસે સુફિયાન, શાહનવાઝ અને એક સગીર સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી હતી અને પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.

રાજસ્થાનથી ઝડપાયા 3 આરોપીઓ, પૂર્વનિયોજિત કાવતરું હોવાનો ઘટસ્ફોટ

માહિતી અનુસાર, આરોપીઓની પૂછપરછ દરમિયાન સામે આવ્યું છે કે, આ ઘટના પૂર્વનિયોજિત કાવતરાના ભાગરૂપે બની હતી. પૂછપરછ દરમિયાન આરોપીઓએ જણાવ્યું હતું કે, તેમણે ઇન્સ્ટાગ્રામ પર ‘માફિયા ગેંગ’ નામે એક ગ્રુપ બનાવ્યું હતું અને ત્યાં જ આ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. તે સિવાય માફિયા ગેંગના એડમીન જુનેદ સિંધી સહિત ચાર અન્ય શખ્સોની સંડોવણી પણ સામે આવી હતી. પૂછપરછ બાદ પોલીસે સલમાન મન્સૂરી નામના અન્ય એક શખ્સની ધરપકડ કરી લીધી હતી. જ્યારે જુનેદ, સમીર અને અનસનું લોકેશન રાજસ્થાનના અજમેરમાં હોવાનું જાણવા મળ્યું હતું.

- Advertisement -

વડોદરા પોલીસે ઑપરેશનના ભાગરૂપે રાજસ્થાન પોલીસનો સંપર્ક કર્યો હતો અને આરોપીઓની વિગતો રજૂ કરી હતી. જે બાદ અજમેર પોલીસે સર્ચ ઑપરેશન હાથ ધરીને જુનેદ સિંધી, સમીર અને અનસને અજમેર રેલવે સ્ટેશન વિસ્તારમાંથી ઝડપી લીધા હતા. જાણવા મળી રહ્યું છે કે, વડોદરા પોલીસની ટીમ આ ત્રણેય આરોપીઓને લઈને વડોદરા પરત ફરી રહી છે. જે બાદ તેમની સામે કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવશે.

વડોદરા સિટી પોલીસ સ્ટેશનના PI રાજેન્દ્ર ચૌહાણે જણાવ્યું છે કે, આ ઘટનાને લઈને અગાઉ 6 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. જેમાંથી બે જેલમાં છે અને એક સગીર કસ્ટડીમાં છે. અન્ય બે આરોપીઓના રિમાન્ડ માટેની કાર્યવાહી ચાલી રહી છે. આ ઉપરાંત તેમણે એવું પણ કહ્યું છે કે, અન્ય ત્રણ આરોપીઓ આ ઘટનામાં સામેલ હોવાનું સામે આવતા રાજસ્થાનમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, હાલ વડોદરા પોલીસની ટીમ રાજસ્થાનથી આરોપીઓને લાવી રહી છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં