હોમપેજમિડિયા'5 લાખનો વાયદો અને આપ્યા 5-5 હજારના ચેક': ઉત્તરકાશીના પીડિતો સાથે 'ભાજપે...

‘5 લાખનો વાયદો અને આપ્યા 5-5 હજારના ચેક’: ઉત્તરકાશીના પીડિતો સાથે ‘ભાજપે ક્રૂર મજાક કરી’ હોવાના દાવા સાથે ગુજરાત સમાચારે છાપી માર્યો લેખ, હકીકત જુદી

ઘણા પ્રકરણોમાં આપાતકાલીન પરિસ્થિતિમાં તરત મદદરૂપ થવા માટે પ્રારંભિક રકમ આપવામાં આવે છે અને બાકીનું વળતર અથવા સરકાર દ્વારા જાહેર કરાયેલ સંપૂર્ણ રકમ પ્રશાસકીય પ્રક્રિયા અને દસ્તાવેજી ચકાસણી પૂર્ણ થયા પછી આપવામાં આવે છે.

- Advertisement -

ઉત્તરાખંડના ઉત્તરકાશીના (Uttarkashi) ધરાલી ગામમાં વાદળ ફાટ્યા બાદ જે સ્થિતિ ઊભી થઈ છે, તેને પહોંચી વળવા માટે ભાજપની (BJP) ધામી સરકાર (Dhami Government) સતત પ્રયાસો કરી રહી છે. પીડિતોને સહાયતા આપવામાં કોઈ કસર છોડવામાં આવી રહી નથી. મુખ્યમંત્રી પોતે પ્રભાવિત વિસ્તારમાં જઈને પીડિતો સાથે મુલાકાત કરી રહ્યા છે અને મદદનું આશ્વાસન આપી રહ્યા છે. તેમ છતાં, ગુજરાત સમાચારે (Gujarat Samachar) અને તેની જેવા અન્ય મીડિયા બહાદુરોએ એક સમાચાર ફેલાવ્યા છે અને એવો દાવો કર્યો છે કે, ધામી સરકાર પીડિતોને માત્ર ₹5 હજાર આપી રહી છે અને પીડિતો તેનાથી ગુસ્સે ભરાઈને પ્રદર્શન કરી રહ્યા છે. 

ગુજરાત સમાચારે 10 ઑગસ્ટ, 2025ના રોજ એક અહેવાલ છાપ્યો છે. જેનું શીર્ષક છે – ‘5 લાખનો વાયદો અને 5-5 હજારના ચેક આપ્યા, ઉત્તરકાશીમાં ધરાલીના પીડિતો સાથે ભાજપે કરી ક્રૂર મજાક’. ગુજરાત સમાચારે આ લેખમાં સ્થાનિકોના નામે ભાજપ સરકાર પર માછલાં ધોવાનો પ્રયાસ કર્યો છે. તેમાં પીડિતોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, ઘણા લોકોએ આ રકમ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે અને ₹5 લાખના વાયદાની સામે ₹5-5 હજારના ચેક થમાવી દેવામાં આવ્યા છે. 

ગુજરાત સમાચારનો અહેવાલ

ગુજરાત સમાચાર સિવાય અન્ય મીડિયા આઉટલેટ્સમાં પણ આવા જ અહેવાલ આપવામાં આવ્યા છે. ન માત્ર ગુજરાતી મીડિયા, પરંતુ રાષ્ટ્રીય મીડિયા અને મુખ્યધારાની મીડિયા ચેનલોમાં પણ આવું જ કઈક કહેવામાં આવી રહ્યું છે. જોકે, આ સમગ્ર ઘટનાની હકીકત જુદી છે. અહીં ₹5-5 હજારના ચેક આપ્યા એ સાચું છે, પણ એનો અર્થ એ નથી કે, હવે સરકાર વળતરની બાકીની રકમ નહીં આપે.

- Advertisement -

શું છે હકીકત? 

હકીકત એ છે કે, 5 ઑગસ્ટ, 2025ના રોજ ધરાલી ગામમાં થયેલા વિનાશ પછી રાજ્યના મુખ્યમંત્રી પુષ્કર સિંઘ ધામીએ પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. ગૃહમંત્રી અમિત શાહે પણ ઘટનાની માહિતી મેળવવા માટે મુખ્યમંત્રી સાથે વાત કરી હતી. મુખ્યમંત્રીએ પોતે પીડિતો માટે ₹5 લાખની સહાય આપવાની પણ જાહેરાત કરી હતી.

મુખ્યમંત્રીએ 9 ઑગસ્ટ, 2025ના રોજ X પર એક પોસ્ટમાં આ માહિતી આપી હતી. તેમણે લખ્યું હતું કે, ધરાલી ગામમાં આપત્તિથી પ્રભાવિત લોકોને ₹5 લાખની સહાય આપવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, સ્થાનિક લોકોના ઘરો, જમીન, ખેતી અને અન્ય નુકસાનનું મૂલ્યાંકન શરૂ કરવામાં આવ્યું છે, જેના વળતરનું વિતરણ પણ ટૂંક સમયમાં શરૂ થશે.

આ સમાચાર ફેલાવવા માટે ઘટનાથી પ્રભાવિત ગ્રામજનોને પીડિત બનાવવામાં આવ્યા. એવા સમાચાર ફેલાવવામાં આવ્યા કે ગ્રામજનો સરકાર સામે વિરોધ કરી રહ્યા છે. મીડિયા ધરાલી ગામમાં થયેલા વિરોધ પ્રદર્શનના સમાચાર ચલાવીને એવી વાત ફેલાવવા માંગે છે કે ઉત્તરાખંડ સરકાર અકસ્માત પછી પણ પીડિતો માટે કંઈ કરી રહી નથી. જ્યારે આ ઘટનાની વાસ્તવિકતા સાવ જુદી છે. રાજ્યના લોકો સીએમ ધામી દ્વારા કરવામાં આવેલા પ્રયાસોથી સંતુષ્ટ છે.

પ્રારંભિક સહાય અલગ અને પૂર્ણ વળતર અલગ

ઘણા પ્રકરણોમાં આપાતકાલીન પરિસ્થિતિમાં તરત મદદરૂપ થવા માટે પ્રારંભિક રકમ આપવામાં આવે છે અને બાકીનું વળતર અથવા સરકાર દ્વારા જાહેર કરાયેલ સંપૂર્ણ રકમ પ્રશાસકીય પ્રક્રિયા અને દસ્તાવેજી ચકાસણી પૂર્ણ થયા પછી આપવામાં આવે છે. આ કેસમાં પણ આવું જ થઈ રહ્યું છે. તેથી ₹5-5 હજારના ચેક આપવાનો અર્થ ‘ફક્ત એટલું જ વળતર’ નથી. પરંતુ, તે પ્રથમ તબક્કાની મદદ છે. 

આપત્તિ સહાય અને વળતર આપવાની પ્રક્રિયા SDRF અને NDRFના નિયમો અનુસાર થાય છે. દરેક કેસમાં નુકસાનનું મૂલ્યાંકન, સરવે, વેરિફિકેશન અને મંજૂરી જરૂરી છે, જેથી ગેરલાયક લાભાર્થીને રકમ ન મળે. ક્યારેક સરકાર દ્વારા થયેલા ‘₹5 લાખ’ના વચનનો અર્થ લોકો એકમૂઠ રકમ તાત્કાલિક મળવી તરીકે કરે છે, જ્યારે સરકારનો મતલબ સંપૂર્ણ પેકેજ અથવા પુનર્વસન યોજનાની કુલ કિંમત હોય છે. મીડિયા અથવા વિરોધીઓ તેને અલગ રીતે રજૂ કરીને ભ્રમ ફેલાવે છે અને આ કેસમાં પણ આવું જ છે. 

મોટાં વળતરની રકમો એકસાથે નહી પણ તબક્કાવાર આપવામાં આવે છે. પ્રથમ હપ્તો તાત્કાલિક રાહત માટે, બાકીનો હપ્તો ઘરના પુનર્નિર્માણ/સ્થાયી વળતર માટે. આ ઘટનાને લઈને પ્રથમ તબક્કે દરેક પીડિતને ₹5,000ના ચેક અપાયા, જે Interim Relief (તાત્કાલિક મદદ) છે. બાકીનું વળતર નુકસાનની ચકાસણી અને દસ્તાવેજી પ્રક્રિયા બાદ અપાશે. કેટલાક મીડિયા બહાદુરો આને એમ રજૂ કરી રહ્યા છે કે, સરકારએ વચન તોડ્યું, જ્યારે હકીકતમાં પ્રક્રિયા હજુ ચાલુ છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં