હોમપેજરાજકારણરાયબરેલીમાં 0 મકાન નંબર સાથેના અનેક મતદાતા, એક સરનામે 27 નામ: રાહુલ...

રાયબરેલીમાં 0 મકાન નંબર સાથેના અનેક મતદાતા, એક સરનામે 27 નામ: રાહુલ ગાંધીની જીત પર સવાલ

રાયબરેલી લોકસભા હેઠળ આવતી રાયબરેલી વિધાનસભાની મતદાર યાદીમાં પણ ઘણા એવા મતદારો છે, જેમના ઘરના નંબરની સામે 0 લખેલું છે. રાયબરેલી એ જ બેઠક છે જ્યાં હવે રાહુલ ગાંધી અને પહેલાં તેમના માતા સોનિયા ગાંધી લાંબા સમયથી લોકસભાની ચૂંટણી જીતતા આવ્યા છે.

- Advertisement -

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) થોડા દિવસો પહેલાં ચૂંટણી પંચ (Election Commission) પર નકલી મતદારો બનાવવાનો આરોપ લગાવતા દાવો કર્યો હતો કે ઘણી મતદાર યાદીઓમાં અનેક ઘરોનો નંબર 0 દર્શાવવામાં આવ્યો છે. હવે એવું સામે આવ્યું છે કે રાહુલ ગાંધીની પોતાની લોકસભા બેઠક રાયબરેલીમાં (Raebareli) પણ મતદાર યાદીમાં મોટી સંખ્યામાં લોકોના ઘરના નંબર 0 દર્શાવવામાં આવ્યા છે.

આ ઉપરાંત, રાયબરેલીમાં મતદાર યાદીમાં એક જ સરનામે 27 લોકોના નામ નોંધાયેલા જોવા મળ્યા છે. હવે સવાલ ઊભા થાય છે કે જે મતદાર ગેરરીતિનો આરોપ ચૂંટણી પંચ અને ભાજપ પર લગાવી રહ્યા છે, શું તે રાહુલ ગાંધીએ પણ આવી જ ગેરરીતિ કરીને પોતાની બેઠક જીતી છે?

રાહુલની લોકસભા બેઠક પર પણ 0 ઘર નંબરવાળા મતદારો

રાહુલ ગાંધીએ 7 ઑગસ્ટ 2025ના રોજ એક પ્રેસ કૉન્ફરન્સમાં કર્ણાટકની બેંગલોર સેન્ટ્રલ લોકસભા બેઠક હેઠળ આવતા મહાદેવપુરા વિધાનસભા વિસ્તારનો ડેટા રજૂ કર્યો હતો, જેમાં મતદાર યાદીમાં ઘણા લોકોના ઘરના નંબરની સામે 0 લખેલું હતું. રાહુલે આવા દાવાઓને ખૂબ મોટું ષડયંત્ર ગણાવ્યું હતું, પરંતુ પોતે ગૂંથેલી જાળમાં રાહુલ ગાંધી જાતે જ ફસાઈ ગયા છે.  

- Advertisement -

ટાઈમ્સ નાઉ નવભારતના એક અહેવાલ મુજબ, રાયબરેલી લોકસભા હેઠળ આવતી રાયબરેલી વિધાનસભાની મતદાર યાદીમાં પણ ઘણા એવા મતદારો છે, જેમના ઘરના નંબરની સામે 0 લખેલું છે. રાયબરેલી એ જ બેઠક છે જ્યાં હવે રાહુલ ગાંધી અને પહેલાં તેમના માતા સોનિયા ગાંધી લાંબા સમયથી લોકસભાની ચૂંટણી જીતતા આવ્યા છે.  

જે 0 ઘર નંબરના આધારે રાહુલ ગાંધીએ મતદાર ચોરી અને ભાજપની જીતનો દાવો કર્યો હતો, જો તે જ માપદંડને તેમની પોતાની બેઠક પર લાગુ કરવામાં આવે તો સવાલ ઊભો થાય છે કે શું તેમણે પણ નકલી મતોના આધારે ચૂંટણી જીતી છે? રાહુલ ગાંધીએ તેમની પ્રેસ કૉન્ફરન્સમાં એ જ સાબિત કરવાનો પ્રયાસ કર્યો હતો કે બધા નકલી મતો જીતનાર પાર્ટીને જ મળ્યા છે.  

વાસ્તવમાં, મતદાર યાદીમાં ઘર નંબર 0 દર્શાવવું એ ફક્ત ગેરરીતિ હોય શકે નહીં, કારણ કે ઘણી વખત ગામડાઓમાં લોકોને ઘરના નંબરની જાણકારી હોતી નથી અને મતદાર યાદીમાં તેમનો નંબર 0 તરીકે નોંધવામાં આવે છે.  

રાયબરેલીમાં એક સરનામે ઘણા મતદારો, શું રાહુલ ગાંધીએ કરી ગેરરીતિ?

રાહુલ ગાંધીએ પ્રેસ કૉન્ફરન્સમાં દાવો કર્યો હતો કે મતદાર યાદીમાં એક જ સરનામે 80 મતદારો નોંધાયેલા છે અને તેમણે આ ઘટનાને ગેરરીતિ સાથે જોડી હતી. રાહુલ ગાંધીની રાયબરેલી બેઠક પર પણ તેવી જ પેટર્ન જોવા મળી છે, જેવી તેઓ  તેઓ અન્યો પર આરોપ લગાવતી વખતે ગણાવી રહ્યા હતા. એક બૂથમાં ઘર નંબર 8મા 27 લોકોના નામ નોંધાયેલા જોવા મળ્યા. અન્ય બે બૂથમાં ઘર નંબર 80 અને ઘર નંબર 4 પર 18-18 લોકોના નામ નોંધાયેલા છે.  

આ રાજકીય વિરોધાભાસ જ છે કે જે કથિત ગેરરીતિનો તેઓ દાવો કરી રહ્યા છે, તેવું જ તેમના ચૂંટણી વિસ્તારમાં પણ થઈ રહ્યું છે. ભારતની વિશાળ ચૂંટણી પ્રણાલીમાં આ કોઈ વિશેષ બાબત નથી. ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં ઘણી વખત સંયુક્ત પરિવારો અથવા ભાડૂઆતોને કારણે આવી પરિસ્થિતિ સર્જાય છે. ચૂંટણી પંચ સમયાંતરે પોતાની યાદીમાં સુધારો પણ કરે છે.  

બિહારમાં મતદાર યાદી સાથે સંકળાયેલી વિસ્તૃત SIR પ્રક્રિયા આવા સુધારાનો જ એક ભાગ છે. હવે રાહુલ ગાંધીને તે ચૂંટણી સુધારણા પર પણ વાંધો છે અને તેની વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. ચૂંટણી પંચે ફરિયાદ માંગી તો તેઓ કોઈ પણ મામલે લેખિત ફરિયાદ આપવા તૈયાર નથી.  

શું છે રાહુલ ગાંધીના એક સરનામે 80 મતદારોવાળા દાવાનું સત્ય?

રાહુલ ગાંધીએ એક ઘર નંબર પર 80 નકલી મતદારોનો આરોપ લગાવતા જે દાવો કર્યો હતો, તેની પણ હવે પોલ ખૂલી ગઈ છે. મહાદેવપુરાના જે મુનીયપ્પા રેડ્ડી ગાર્ડન વિસ્તારમાં આ ઘર આવેલું છે, ત્યાંના BLO મુનીરત્નએ ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે અહીં કોઈ ડુપ્લિકેસીનો મામલો નથી.  

આ ઘરમાં મોટાભાગના લોકો ભાડે રહેવા આવે છે અને છેલ્લા 14 વર્ષથી કોઈ સ્થાયીરૂપે તેમાં રહેતું નથી. સરનામાના પુરાવા માટે લોકો ભાડાનો કરાર કરાવીને મતદાર આઈડી બનાવે છે, પરંતુ પછી ઘર છોડી દે છે.  

મુનીરત્નએ જણાવ્યું કે લોકો રજિસ્ટર્ડ છે અને હવે અન્યત્ર રહે છે, તેમની યાદી બનાવીને ચૂંટણી પંચને આપી દેવામાં આવી છે અને તેને હટાવી દેવામાં આવશે. 

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં