હોમપેજરાજકારણ'આપણે જ ગણાવી રહ્યા છીએ પાકિસ્તાનને જવાબદાર': પહલગામ હુમલા પર કોંગ્રેસના મણિશંકર...

‘આપણે જ ગણાવી રહ્યા છીએ પાકિસ્તાનને જવાબદાર’: પહલગામ હુમલા પર કોંગ્રેસના મણિશંકર ઐયરે આતંકી દેશને આપી ક્લીનચીટ, ગૃહમંત્રી સંસદમાં આપી ચૂક્યા છે પુરાવા

કોંગ્રેસ નેતાએ વધુમાં કહ્યું છે કે , "આપણે (ભારત) જ છાતી પીટીને કહી રહ્યા છીએ કે, આની પાછળ પાકિસ્તાનનો હાથ છે, પરંતુ કોઈ આપણી વાત પર વિશ્વાસ કરવા તૈયાર નથી."

- Advertisement -

કોંગ્રેસના (Congress) નેતા મણિશંકર ઐયરે (Mani shankar Aiyar) પહલગામ આતંકવાદી હુમલામાં (Pahalgam Terror Attack) પાકિસ્તાનને (Pakistan) ક્લીનચીટ (Clean Chit) આપી દીધી છે. તેમણે કહ્યું છે કે, આ હુમલા માટે પાકિસ્તાનને દોષી ઠેરવવું એ ભારત સરકારની પોતાની વિચારસરણી છે. કોંગ્રેસ નેતાએ કહ્યું છે કે, ભારત પાસે પાકિસ્તાન વિરુદ્ધ કોઈ પુરાવા નથી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મણિશંકર ઐયરે કહ્યું છે કે, “શશી થરૂર અને તેમના પ્રતિનિધિમંડળની ટીમે 33 દેશોમાં પહલગામ આતંકવાદી હુમલા માટે પાકિસ્તાનને જવાબદાર ઠેરવ્યું નથી. ત્યાં સુધી કે, યુએન અને અમેરિકાએ પણ આ હુમલા માટે પાકિસ્તાનને જવાબદાર ઠેરવ્યું નથી.”

કોંગ્રેસ નેતાએ વધુમાં કહ્યું છે કે, “આપણે (ભારત) જ છાતી પીટીને કહી રહ્યા છીએ કે, આની પાછળ પાકિસ્તાનનો હાથ છે, પરંતુ કોઈ આપણી વાત પર વિશ્વાસ કરવા તૈયાર નથી.” ઐયરે એમ પણ કહ્યું કે, “આપણે એવા કોઈ પુરાવા રજૂ કરી શક્યા નથી જેનાથી લોકોને વિશ્વાસ થાય કે, કઈ પાકિસ્તાની એજન્સીએ આ હુમલો કર્યો છે.”

- Advertisement -

ભારતીય સેનાએ ઑપરેશન મહાદેવ હેઠળ પહલગામ આતંકવાદી હુમલામાં સામેલ લશ્કર-એ-તૈયબાના આતંકવાદી તાહિર હબીબને એન્કાઉન્ટરમાં ઠાર માર્યા બાદ મણિશંકરનું આ નિવેદન સામે આવ્યું છે. આ પછી રાવલકોટમાં તેનો જનાજો પણ કાઢવામાં આવ્યો હતો, જેમાં ખાઈ ગાલાના ભૂતપૂર્વ પાકિસ્તાની સૈનિકોએ પણ ભાગ લીધો હતો.

તેનાથી આતંકવાદી તાહિરનું પાકિસ્તાન સાથેનું કનેક્શન સ્પષ્ટ થઈ ગયું છે. સાથે એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે, 22 એપ્રિલ 2025ના રોજ પહલગામ આતંકવાદી હુમલા પાછળ પાકિસ્તાનનો હાથ છે. એટલું જ નહીં, ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં પાકિસ્તાન કનેક્શનના પુરાવા પણ આપ્યા છે.

‘ઑપરેશન મહાદેવ’ વિશે બોલતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, “2 ઑગસ્ટ 2025ના રોજ ત્રણ આતંકવાદીઓ – સુલેમાન, અફઘાન અને જિબ્રાન – ઑપરેશનમાં માર્યા ગયા હતા. જે લોકો તેમને ખોરાક પહોંચાડતા હતા તેમને પહેલાંથી જ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. જ્યારે આ આતંકવાદીઓના મૃતદેહ શ્રીનગર પહોંચ્યા, ત્યારે કસ્ટડીમાં લેવામાં આવેલા લોકોએ તેમની ઓળખ પણ કરી હતી.”

ગૃહમંત્રીએ વધુમાં કહ્યું હતું કે, “પહલગામમાં લોકોને તેમનો ધર્મ પૂછીને મારનારા આ ત્રણ આતંકવાદીઓને મારી નાખવામાં આવ્યા છે. અમારી પાસે તેના પુરાવા પણ છે. ત્રણ આતંકવાદીઓમાંથી બેના પાકિસ્તાની વોટર નંબર મળી આવ્યા છે. તેમની પાસેથી મળી આવેલી રાઇફલ્સ અને ચોકલેટ પણ પાકિસ્તાનમાં બનાવવામાં આવી હતી. આ પુષ્ટિ કરે છે કે આ લોકોએ પહલગામમાં નિર્દોષ લોકો પર હુમલો કર્યો હતો.”

આ પુરાવાઓ પછી પણ વિપક્ષ પાકિસ્તાનને ક્લીનચીટ આપવામાં વ્યસ્ત છે. દરરોજ કોંગ્રેસના નેતાઓ પહલગામ આતંકવાદી હુમલાના ગુનેગારો પર સરકારને સવાલો ઉઠાવે છે. ત્યાં સુધી કે, તેઓ પહાલગામ હુમલામાં પાકિસ્તાનની ભૂમિકાના પુરાવા પણ માંગે છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં