હોમપેજરાજકારણઝારખંડમાં પત્રકારો પર હુમલો... કોંગ્રેસ નેતા રાશિદ અન્સારીના પુત્રો-ભાઈઓ લાઠી-ડંડા લઈને પ્રેસ...

ઝારખંડમાં પત્રકારો પર હુમલો… કોંગ્રેસ નેતા રાશિદ અન્સારીના પુત્રો-ભાઈઓ લાઠી-ડંડા લઈને પ્રેસ ક્લબ પર ધસી આવ્યા: ‘અભિવ્યક્તિની સ્વતંત્રતા’ના બણગાં ફૂંકતી ગેંગ થઈ ગાયબ

કોંગ્રેસના કાર્યકર્તાઓ અવારનવાર લોકશાહીના ચોથા સ્તંભ પર હુમલા કરતા હોય છે, પરંતું આ સમયે અભિવ્યક્તિની આઝાદીના બણગા ફૂંકતી ગેંગના મોઢામાં દહીં જામી જતું હોય છે. હા આ પત્રકારોની જગ્યાએ જો કોઈક ‘કોમેડિયન’ હોત તો દેશમાં વાણી સ્વતંત્રતાનો અંત આવી ગયો હોય એવી પરિસ્થિતિ ઉભી થઈ ગઈ હોત.

- Advertisement -

કોંગ્રેસ (Congress) શાસિત રાજ્ય ઝારખંડમાં (Jharkhand) પત્રકારોની (Attack on Journalist) પરિસ્થિતિ કફોડી બની રહી છે. INDI ગઠબંધનના શાસન હેઠળના રાજ્યનો એક વિડીયો સામે આવ્યો હતો. જેમાં પત્રકારો પર હુમલો થતો જોવા મળી રહ્યો છે. આ ઘટના 16 એપ્રિલ, 2025ના રોજ ધનબાદમાં બની હોવાનું કહેવાઈ રહ્યું છે. જેમાં કોંગ્રેસ નેતાના પુત્ર અને તેના મિત્રોએ ધનાબાદ પ્રેસક્લબમાં ઘૂસીને પત્રકારો પર હુમલો કર્યો હોવાનું કહેવાઈ રહ્યું છે.  

સોશિયલ મીડિયા માધ્યમ X પર એક યુઝરે આ ઘટનાનો વિડીયો પોસ્ટ કર્યો હતો. જેમાં લખ્યું હતું કે, “આ વિડીયો INDI ગઠબંધન શાસિત ઝારખંડનો છે. કોંગ્રેસના એક નેતાના પુત્ર અને તેના મિત્રોએ ધનબાદના પ્રેસ ક્લબમાં ઘૂસીને પત્રકારો પર નિર્દયતાથી હુમલો કર્યો.”

આ વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે એક વ્યક્તિ લાકડી લઈને એક પત્રકાર પાછળ દોડી રહ્યો છે અને તેને મારવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ સિવાય નેતાઓનું એક ટોળું ફોટો અને વિડીયો ઉતારી રહેલ પત્રકારો તરફ આવતું દેખાઈ રહ્યું છે.

- Advertisement -

લોકલ ખબરના અહેવાલ અનુસાર કોંગ્રેસના કાર્યકર્તાઓ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના સમર્થનમાં આયકર ચોક પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. EDની પૂછપરછથી નારાજ કોંગી નેતાઓ માંગ કરી રહ્યા હતા કે તેમને વારંવાર સમન્સ ન મોકલવામાં આવે.

આ જ દરમિયાન કેટલાક નેતાઓ રણધીર વર્મા ચોક તરફ ગયા અને ત્યાં એકબીજા સાથે જ મારપીટ કરવા લાગ્યા. જ્યારે પત્રકારો તેમની આ કરતૂતો કેમેરામાં કેદ કરવા લાગ્યા ત્યારે કોંગી કાર્યકર્તાઓએ પત્રકારો પર જ હુમલો કરી દીધો. એટલું જ નહીં ધનબાદ પ્રેસક્લબમાં ન માત્ર પત્રકારો સાથે મારપીટ કરવામાં આવી પરંતુ તેમના મોબાઈલ પણ છીનવી લેવામાં આવ્યા.

લોકલ ખબર મુજબ આ ઘટનામાં દૈનિક જાગરણના એક ફોટોગ્રાફરને ગંભીર ઈજાઓ પહોંચી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેના નાકમાંથી લોહી નીકળવા લાગ્યું હતું અને કેમેરાને પણ નુકસાન થયું હતું.

ધનબાદ પ્રેસ ક્લબના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આ હુમલામાં કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ રાશિદ રઝા અન્સારીના પુત્રો સૈફ અન્સારી, કૈફી અન્સારી અને તેમના બે ભાઈઓના નામ સામે આવી રહ્યા છે. તેણે ક્લબના અધિકારીઓ સાથે પણ ઝપાઝપી કરી.

કહેવાઈ રહ્યું છે કે આ હુમલામાં કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ રાશિદ રઝા અન્સારીના 2 પુત્રો સૈફ અન્સારી, કૈફી અન્સારી અને તેમના બે ભાઈઓના નામ સામે આવી રહ્યા છે. અહેવાલો અનુસાર આ લોકોએ લોખંડના સળિયા અને લાકડી-ડંડાઓ લઈને પત્રકારો પર હુમલો કરી દીધો હતો.

આ પહેલાં પણ કોંગ્રેસ કાર્યકર્તાઓ કરી ચૂક્યા છે પત્રકાર પર હુમલો

પત્રકારિતાને લોકશાહીનો ચોથો સ્તંભ માનવામાં આવે છે, કારણ કે તેઓ સરકાર અને સમાજ વચ્ચે મધ્યસ્થીનું કામ કરે છે. પરંતુ ઝારખંડમાં આ રીતે પત્રકારો પર હુમલો એ ઘણા પ્રશ્નો ઉભા કરી રહ્યો છે. જોકે કોંગ્રેસના કાર્યકર્તાઓ કે સમર્થકો દ્વારા પત્રકારો પર હુમલાની આ પ્રથમ ઘટના નથી. આ પહેલાં પણ જ્યારે એક પત્રકારે ઇન્ડીયન ઓવરસીઝ કોંગ્રેસના સેમ પિત્રોડાને અમેરિકામાં પ્રશ્નો પૂછ્યા હતા ત્યારે પણ પત્રકાર પર હુમલો થયો હતો.

કોંગ્રેસના કાર્યકર્તાઓ અવારનવાર લોકશાહીના ચોથા સ્તંભ પર હુમલા કરતા હોય છે, પરંતું આ સમયે અભિવ્યક્તિની આઝાદીના બણગા ફૂંકતી ગેંગના મોઢામાં દહીં જામી જતું હોય છે. હા આ પત્રકારોની જગ્યાએ જો કોઈક ‘કોમેડિયન’ હોત તો દેશમાં વાણી સ્વતંત્રતાનો અંત આવી ગયો હોય એવી પરિસ્થિતિ ઉભી થઈ ગઈ હોત.

પરંતુ આ ઘટનામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ સામેલ છે એટલે ‘ન્યુટ્રલ’ અને ‘લિબરલ’ રહેવાના પાઠ શીખવાડતી ગેંગની પાઠશાળા બંધ થઈ ગઈ છે. જો આ જ સ્થાને કોઈ અન્ય પાર્ટીના કાર્યકર્તા કે સમર્થક હોત તો ‘ફ્રીડમ ઓફ સ્પીચ’ના નામે મરશિયા ગાવાના શરૂ થઈ ગયા હોત. એક રાજ્યના ઉચ્ચ પદ પર બિરાજમાન નેતા વિષે એલ-ફેલ બોલવું એ ‘વાણી સ્વતંત્રતા’નો ભાગ ગણાય છે અને તે ટ્રેન્ડીંગમાં આવી જાય છે.

પરંતુ પત્રકારો પર થતા હુમલાનો ભાગ્યે જ વિરોધ થતો હોય છે. જો થતો પણ હશે તો આરોપીનું નામ, ઠામ, ઠેકાણું, પાર્ટી જોઈને કરવામાં આવતો હોય છે. આ ઘટનાના 24 કલાક થવા આવ્યા છે છતાં સોશિયલ મીડિયા પર ઘટનાની કોઈ મીડિયા એ નોંધ લીધી હોય એવું પણ જણાઈ રહ્યું નથી.

અહીં પ્રશ્ન એ પણ ઉભો જ છે કે શું ઝારખંડની કોંગ્રેસ સરકાર પત્રકારો પર હુમલો કરનારા તેમની પાર્ટીના નેતાઓ અને તેમના પરિવારના લોકોને કોઈ સજા આપશે કે કેમ? આ ઘટના સ્પષ્ટ દર્શાવે છે કે કોંગ્રેસના નેતાઓને કાયદા અને વ્યવસ્થાનું ન ભાન છે ન ડર છે. આ ઘટના સરકારની કાયદો વ્યવસ્થા જાળવવાની ક્ષમતા પર પણ પ્રશ્ન ઉઠાવી રહી છે.

જ્યારે સરકાર કાયદાનું પાલન કરાવવામાં નિષ્ફળ જાય છે, ત્યારે શક્તિશાળી લોકોને પોતાની મનમાની કરવાની છૂટ મળી જાય છે અને તેનો સૌથી વધુ ભોગ પત્રકારો જેવા લોકો બને છે, જેઓ સત્યને ઉજાગર કરવાનું કામ કરે છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં