Friday, November 29, 2024
More
    હોમપેજદેશપરાળ સળગાવવા મામલે સુપ્રીમ કોર્ટ પંજાબની AAP સરકાર પર લાલઘૂમ: કહ્યું- સરકારના...

    પરાળ સળગાવવા મામલે સુપ્રીમ કોર્ટ પંજાબની AAP સરકાર પર લાલઘૂમ: કહ્યું- સરકારના અધિકારીઓ ખેડૂતોને શીખવી રહ્યા છે યુક્તિઓ

    વર્તમાન સુનાવણીને સુપ્રીમ કોર્ટે વધતા જતા પ્રદૂષણને લઈને કહ્યું કે ગ્રેપ-4ના પ્રતિબંધો આગામી 2 ડિસેમ્બર સુધી લાગુ રહેશે અને ત્યારે કરવામાં આવનાર સુનાવણીમાં નિર્ણય કરવામાં આવશે.

    - Advertisement -

    તાજેતરમાં જ દિલ્હીમાં વધતા જતા પ્રદૂષણને (Delhi Pollution) લઈને દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. આ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે પરાળ સળગાવવા મામલે પંજાબની AAP સરકારની (Punjab AAP Government) ધૂળ કાઢી હતી. એક મીડિયા અહેવાલના આધારે સુપ્રીમ કોર્ટે ટિપ્પણી (Supreme Court) કરી હતી કે પંજાબ સરકારના અધિકારીઓ ખેડૂતોને પરાળ ક્યારે સળગાવવી (Stubble Burning) અને ક્યારે ન સળગાવવી તેની સલાહ આપી રહ્યા છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર વર્તમાન સુનાવણીને સુપ્રીમ કોર્ટે વધતા જતા પ્રદૂષણને લઈને કહ્યું કે ગ્રેપ-4ના પ્રતિબંધો આગામી 2 ડિસેમ્બર સુધી લાગુ રહેશે અને ત્યારે કરવામાં આવનાર સુનાવણીમાં નિર્ણય કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે વર્તમાન પ્રતિબંધો યથાવત રાખવા કે નહીં તે ત્યારે જ નક્કી કરવામાં આવશે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે પ્રદૂષણ ખૂબ જ ગંભીર વિષય છે અને કોર્ટ તેના પર કાર્યવાહી કરતું રહેશે. આ દરમિયાન જ સુપ્રીમ કોર્ટે પંજાબની AAP સરકારનો ઉધડો લીધો હતો.

    વાસ્તવમાં પંજાબ સરકારના કેટલાક અધિકારીઓ ખેડૂતોને પરાળ સળગાવવા અને કાર્યવાહીથી કેવીરીતે બચી શકાય તે મામલે સલાહ આપી રહ્યા હોવાનો કેટલાક સમાચારોમાં દાવા કરવામાં આવ્યા હતા. તેને લઈને કોર્ટે કહ્યું હતું કે, આમ કરવું ખોટું છે અને તે કોર્ટના આદેશોની અવમાનના છે. કોર્ટે કહ્યું કે, પ્રદૂષણ મામલે કોઈ સ્થાયી સમાધાન કાઢવું અનિવાર્ય છે. સાથે જ પરાળ મામલે કોર્ટે કહ્યું કે પંજાબ સરકાર પોતાના અધિકારીઓને આદેશ આપે કે તેઓ કોર્ટની વાતનું ઉલ્લંઘન ન કરે. કોર્ટે કહ્યું કે, “જો પંજાબ સરકારના અધિકારીઓ પરાળ સળગાવવા માટે ખેડૂતોને આઇડિયા (યુક્તિ) આપી રહ્યા હોય તો તે ખોટું છે.”

    - Advertisement -

    પંજાબ સરકાર પર સુપ્રીમ કોર્ટ આકરા પાણીએ

    વાસ્તવમાં કોર્ટે જે મીડિયા રિપોર્ટની વાત કરી હતી, તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે પંજાબની આમ આદમી પાર્ટીના તાબા હેઠળ કાર્યરત સરકારી અધિકારીઓ/ઓફિસરો ખેડૂતોને સલાહ આપી રહ્યા છે કે તેઓ સાંજે 4 વાગ્યા બાદ પરાળ સળગાવી શકે છે. આમ કરવા પાછળનું કારણ તેવું જણાવવામાં આવ્યું છે કે, જો ખેડૂતો 4 વાગ્યા બાદ પરાળ સળગાવે તો તેઓ સેટેલાઈટ દ્વારા ખેંચવામાં આવતા ફોટાથી બચી શકે છે. આ મામલે સુપ્રીમ કોર્ટ પંજાબ સરકાર પર આકરા પાણીએ જોવા મળી હતી.

    કોર્ટે કહ્યું હતું કે, “આ સમાચારની સત્યતા વિશે નથી ખબર, પરંતુ જો આ સમાચાર સાચા હોય તો તે ખૂબ જ ગંભીર બાબત છે. પંજાબના અધિકારીઓ કોઈ પણ ખેડૂતોને આવા તથ્યનો ફાયદો ઉઠાવવાની અનુમતી ન આપી શકે કે વર્તમાનમાં કેટલાક કલાકો દરમિયાન તેમના દ્વારા કરવામાં આવતી ગતિવિધિઓ પર નજર રાખવામાં આવે છે. પંજાબ સરકારે તરત જ આ મામલે પગલા લેવા જોઈએ અને તેમના અધિકારીઓને આદેશ આપવા જોઈએ કે તેઓ કોર્ટના નિર્ણયોનું ઉલંઘન ન કરે. તેઓ ખેડૂતોને યુક્તિઓ શીખવી રહ્યા છે તે ખોટું છે.

    કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, “અમે આગામી સુનાવણી દરમિયાન પરાળ સળગાવવા, ટ્રકોની એન્ટ્રી અને ફટાકડા પર પ્રતિબંધને લઈને વિચા કરીશું. આપણી પાસે એક એવી મશીનરી (સીસ્ટમ) હોવી જોઈએ કે જેનાથી તે ડેટા મળી શકે કે કોણ ક્યારે પરાળ સળગાવી રહ્યું છે. માત્ર કેટલાક કલાકો સુધી નહીં, પરંતુ 24 કલાક તેનું મોનીટરીંગ થવું જોઈએ. પરાળ સળગાવવી એ એક ગંભીર સમસ્યા છે અને તેનાથી પ્રદૂષણ ખૂબ જ વધી રહ્યું છે, પંજાબ અને અન્ય રાજ્યો તેના પર પ્રતિબંધ લાદવામાં ખૂબ જ ધીમે એક્શન લઈ રહી છે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં