Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમસ્જિદમાંથી થયું એલાન અને બહરાઈચમાં દુર્ગા પૂજા વિસર્જન યાત્રા પર તૂટી પડ્યું...

    મસ્જિદમાંથી થયું એલાન અને બહરાઈચમાં દુર્ગા પૂજા વિસર્જન યાત્રા પર તૂટી પડ્યું ઇસ્લામી ટોળું, રામ ગોપાલને ઘરમાં ખેંચી રહેંસી નાખ્યો: પ્રત્યક્ષદર્શીએ કહ્યું- અબ્દુલ હમીદના ઘરમાંથી થયો હતો ગોળીબાર

    મસ્જિદમાંથી આ ઘટનાને અંજામ આપવાનું એલાન કરવામાં આવ્યું હતું. મસ્જિદમાંથી એલાન થયા બાદ અબ્દુલ હમીદના ઘરમાં મુસ્લિમ ટોળાં એકઠા થઈ ગયા. જેનો સીધો અર્થ એ છે કે, આયોજનબદ્ધ રીતે તે લોકો હુમલા માટે તૈયાર હતા. આ પૂર્વનિયોજિત કાવતરામાં સલમાન, અબ્દુલ હમીદ, તેનો પુત્ર સબલુ, સરફરાઝ અને ફહીમ મુખ્ય આરોપીઓ તરીકે ચિહ્નિત છે.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના (UP) બહરાઈચમાં (Bahraich) દુર્ગા પૂજા વિસર્જન યાત્રા દરમિયાન ઇસ્લામી ટોળાંએ (Muslim Mob) ભારે હિંસા (Violence) આચરી હોવાનું સામે આવ્યું છ. આ દરમિયાન કટ્ટરપંથીઓએ હિંદુઓ પર પથ્થરમારો અને ગોળીબાર પણ કર્યો હતો. આ ફાયરિંગમાં રામ ગોપાલ (Ram Gopal Mishra) નામના એક સ્થાનિક હિંદુનું મૃત્યુ પણ થયું છે અને અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ પણ થયો છે. પ્રત્યક્ષદર્શીએ આ ઘટનાને લઈને જણાવ્યું છે કે, મસ્જિદમાંથી એલાન થયા બાદ કટ્ટરપંથી ઇસ્લામી ટોળાં એકઠા થઈ ગયા હતા અને વિસર્જન યાત્રા (Durga Visarjan Yatra) પર હુમલો કરી દીધો હતો. બીજી તરફ યોગી સરકારે (Yogi Government) પણ બેદરકારી દાખવવા બદલ પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે અને સખત કાર્યવાહીના આદેશ આપ્યા છે.

    માહિતી અનુસાર, આ સમગ્ર ઘટના બહરાઈચ જિલ્લાના મહારાજગંજના (Maharajganj) હરદી પોલીસ સ્ટેશન (Hardi Police Station) વિસ્તારમાં બની હતી. રેહુઆ મન્સૂર ગામમાં બનેલી આ ઘટનાને લઈને આખા જિલ્લામાં તણાવ જોવા મળી રહ્યો છે. અહીં રવિવારે (13 ઑક્ટોબર) સાંજે દુર્ગા પૂજા વિસર્જન યાત્રા નીકળી રહી હતી, દરમિયાન યાત્રા મુસ્લિમ વિસ્તારમાંથી પણ પસાર થઈ હતી. જાણકારી અનુસાર, યાત્રા જેવી અબ્દુલ હમીદના ઘર પાસેથી નીકળી કે તરત જ ત્યાં રહેલા મુસ્લિમ ટોળાંએ મૂર્તિઓ પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો.

    ‘અબ્દુલ હમીદના પરિવારે ઘરમાં ખેંચીને રહેંસી નાખ્યો રામ ગોપાલને’- પ્રત્યક્ષદર્શી

    તે દરમિયાન અબ્દુલ હમીદના ઘરમાંથી ફાયરીંગ કરવામાં આવ્યું હતું. ઘટનાના એક પ્રત્યક્ષદર્શીએ આ વિશે જણાવ્યું છે કે, “મહારાજગંજની બહાર ચોક પર મૂર્તિઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને તે પથ્થરમારો અબ્દુલ હમીદના ઘરમાંથી થયો હતો. પથ્થરમારા બાદ અમે ત્યાં પહોંચીને ધરપકડની માંગ કરવા લાગ્યા તો ઘણા મુસ્લિમો ત્યાં એકઠા થઈ ગયા હતા અને પોલીસે અમારા પર જ લાઠીચાર્જ શરૂ કરી દીધો હતો. લાઠીચાર્જ દરમિયાન ત્યાં ભારે ભાગદોડ મચી ગઈ હતી.”

    - Advertisement -

    પ્રત્યક્ષદર્શીએ વધુમાં કહ્યું કે, “લાઠીચાર્જના કારણે ભારે હડબડાટ થયો હતો અને તે વચ્ચે જ અબ્દુલ હમીદના પરિવારે રામ ગોપાલને ઘરમાં ખેંચી લઈને રહેંસી નાખ્યો હતો અને ઉપરાછાપરી ગોળીઓ ધરબી દીધી હતી. આ હારદી પોલીસ સ્ટેશનનો મામલો છે અને આ કેસમાં 100% હરદી પોલીસ સ્ટેશન ગુનેગાર છે. કારણ કે, પોલીસ જો ઇચ્છતી હોત તો તેના ઘરની બહાર પોલીસ કાફલા ખડકી દઈને માહોલ શાંત કરી શકી હોત. પોલીસે તેની ધરપકડ કરવાની જગ્યાએ અમારા પર લાઠીચાર્જ કર્યો. ચાર મહિના પહેલાં રામ ગોપાલના લગ્ન થયા હતા. તેની હત્યાનો જવાબદાર કોણ?”

    આ સાથે મહત્વની વાત તે છે કે, મસ્જિદમાંથી આ ઘટનાને અંજામ આપવાનું એલાન કરવામાં આવ્યું હતું. મસ્જિદમાંથી એલાન થયા બાદ અબ્દુલ હમીદના ઘરમાં મુસ્લિમ ટોળાં એકઠા થઈ ગયા. જેનો સીધો અર્થ એ છે કે, આયોજનબદ્ધ રીતે તે લોકો હુમલા માટે તૈયાર હતા. આ પૂર્વનિયોજિત કાવતરામાં સલમાન, અબ્દુલ હમીદ, તેનો પુત્ર સબલુ, સરફરાઝ અને ફહીમ મુખ્ય આરોપીઓ તરીકે ચિહ્નિત છે. તેઓ યાત્રામાં જઈને હોબાળો કરવાના આરોપી છે અને અબ્દુલ હમીદના ઘરમાં જ રામ ગોપાલ મિશ્રાને ખેંચી લઈને ગોળીઓ ધરબી દેવામાં પણ તેમનો હાથ હોય શકે છે.

    યોગી આદિત્યનાથના આદેશ અને પોલીસ અધિકારીઓ સસ્પેન્ડ

    આ ઘટના બાદ આખા જિલ્લામાં તણાવનો માહોલ બની ગયો હતો. આસપાસના તમામ જિલ્લાઓમાંથી પોલીસ કાફલા બોલાવીને આખા જિલ્લામાં ખડકી દેવામાં આવ્યા હતા. હિંદુ સમાજના લોકો પણ આકરા પાણીએ હતા. હિંદુ સંગઠનોએ અનેક જગ્યાએ પ્રદર્શન કર્યા હતા. આ તમામ ઘટનાક્રમ વચ્ચે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સ્વયં સંજ્ઞાન લઈને કડક કાર્યવાહીના આદેશ આપ્યા હતા. CM યોગીના કડક આદેશ બાદ બેદરકારી દાખવનારા હરદી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અને ચોકીના ઇન્ચાર્જને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હાલ જિલ્લામાં ભારે પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે.

    CM યોગીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું છે કે, “જનપદ બહરાઈચના મહસીમાં માહોલ બગાડનારાઓને બક્ષવામાં નહીં આવે. તમામને સુરક્ષાની ગેરંટી, પરંતુ ઉપદ્રવીઓ અને જેની બેદરકારીના કારણે આ ઘટના ઘટી છે, તેવા લોકોની ઓળખ કરીને સખતમાં સખત કાર્યવાહીના નિર્દેશ આપ્યા છે. પ્રતિમા વિસર્જન ચાલુ જ રહેશે. પ્રશાસન અને પોલીસ અધિકારીઓને ઘટનાસ્થળ પર હાજર રહીને ધાર્મિક સંગઠનો સાથે સંવાદ કરી પ્રતિમા વિસર્જન કરાવવાના નિર્દેશો આપવામાં આવ્યા છે.” જોકે, ઘટના બાદથી જ પોલીસ પર બેદરકારીના આરોપો બાદ હિંદુઓએ મૂર્તિ વિસર્જિત કરવાનો ઇનકાર કરી દીધો હતો અને રસ્તા પર જ ગોપાલ રામનો મૃતદેહ રાખીને પ્રદર્શન શરૂ કરી દીધા હતા.

    આ પ્રદર્શનમાં ભાજપના ધારાસભ્ય પણ સામેલ થયા હતા અને કડક કાર્યવાહીની માંગણી કરી હતી. હિંદુઓએ માંગણી કરી હતી કે, જ્યાં સુધી કાર્યવાહી નહીં થાય, ત્યાં સુધી માતાજીનું વિસર્જન પણ નહીં થાય અને મૃતદેહ પણ નહીં સ્વીકારાય. આ ઘટનાના થોડા સમય બાદ જ યોગી આદિત્યનાથે કાર્યવાહીના આદેશ આપ્યા હતા અને મૂર્તિ વિસર્જિત કરવા માટેની વાત કહી હતી. જે બાદ હિંદુઓએ ફરીથી તે જ સ્થળે વિસર્જન યાત્રા કાઢી હતી અને માતાજીની મૂર્તિને વિસર્જિત કરી હતી. બીજી તરફ મૃતદેહ પરિવારજનોને સોંપી દેવામાં આવ્યો હતો.

    હાલ તાજી જાણકારી અનુસાર, બહરાઈચમાં થયેલી હિંસાને લઈને માહોલ તણાવપૂર્ણ છે. આ દરમિયાન મોડી રાત સુધીમાં મુખ્ય આરોપીઓ સલમાન, અબ્દુલ હમીદ સહિતના લોકો પર FIR નોંધવામાં આવી હતી અને જિલ્લા પોલીસ વડાએ માહિતી આપી છે કે, 25થી 30 લોકોની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. આ ઘટનાને લઈને હજુ પણ અજંપાભરી સ્થિતિ હોવાનું સામે આવ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં