Sunday, November 24, 2024
More
    હોમપેજદેશકોલકાતા: દુર્ગા પૂજા મંડપમાં ધસી ગયું મુસ્લિમ ટોળું, પૂજા બંધ કરવાનું કહીને...

    કોલકાતા: દુર્ગા પૂજા મંડપમાં ધસી ગયું મુસ્લિમ ટોળું, પૂજા બંધ કરવાનું કહીને માતાજીની મૂર્તિ સાથે તોડફોડ કરવાની ધમકી આપી, મહિલાઓ સાથે પણ ગેરવર્તન

    દુર્ગા પૂજાના અયોજકોએ આ ઘટના મામલે FIRની માંગણી કરી પોલીસને ફરિયાદ આપી હતી. આ ફરિયાદની નકલ ભાજપના નેતા અને પશ્ચિમ બંગાળ વિપક્ષ નેતા સુવેન્દુ અધિકારીએ X પર શૅર કરી હતી.

    - Advertisement -

    શુક્રવારે (11 ઑક્ટોબર) કોલકાતાના ગાર્ડન રીચ વિસ્તારમાં ન્યુ બંગાળ સ્પોર્ટિંગ ક્લબના દુર્ગા પૂજા (Durga Puja) પંડાલમાં મુસ્લિમ ઇસમોના ટોળાએ (Muslim Mob) ધમાલ મચાવી હોવાનો મામલો સામે આવ્યો છે. તેમણે મંડપમાં ધસી જઈને પૂજા આયોજકોને હિંદુ ધાર્મિકવિધિઓ બંધ કરવાની ધમકી પણ આપી હોવાની ફરિયાદ કરવામાં આવી છે. લગભગ 50-60 માણસોના ટોળાએ ધમકી પણ આપી હતી કે જો આ ઉજવણી રોકવામાં નહીં આવે તો તેઓ માતા દુર્ગાની મૂર્તિમાં તોડફોડ કરશે.

    કોલકાતાના ગાર્ડન રીચ વિસ્તારમાં ન્યુ બંગાળ સ્પોર્ટિંગ ક્લબના દુર્ગા પૂજાના અયોજકોએ આ ઘટના મામલે FIRની માંગણી કરી પોલીસને ફરિયાદ આપી હતી. આ ફરિયાદની નકલ ભાજપના નેતા અને પશ્ચિમ બંગાળ વિપક્ષ નેતા સુવેન્દુ અધિકારીએ X પર શૅર કરી હતી. સાથે તેમણે એક વિડીયો પણ શેર કર્યો હતો, જેમાં પંડાલની અંદર મોટી સંખ્યામાં મુસ્લિમ યુવાનો હોબાળો મચાવતા જોઈ શકાય છે.

    તેમણે પોસ્ટમાં લખ્યું હતું કે, “(કોલકાતા સીપીને ટેગ કરીને) આ શું છે? ગુંડાઓની કોલકાતા પોલીસના અધિકારક્ષેત્ર હેઠળના દુર્ગા પૂજા પંડાલમાં તોફાન કરવાની અને પૂજાવિધિ બંધ ન કરવામાં આવે તો માતાજીની મૂર્તિ સાથે તોડફોડ કરવાની ધમકી આપવાની હિંમત કેવી રીતે થઇ?”

    - Advertisement -

    આગળ તેમણે લખ્યું હતું એક, “ન્યૂ બંગાળ સ્પોર્ટિંગ ક્લબના પદાધિકારીઓ અને સભ્યોએ ઘટનાના વીડિયો ફૂટેજ પણ આપ્યા છે. તમે આવું કઈ રીતે થવા દીધું? મને વિશ્વાસ છે કે તમે ગુનેગારો સામે શક્ય તેટલી કડક કાર્યવાહી કરશો અને તેમને યાદ અપાવશો કે આ કોલકાતા છે, ઢાકા નહીં.”

    ફરિયાદ અનુસાર આયોજકોએ જણાવ્યું છે કે, આ ઘટના 11મી ઑક્ટોબરે બપોરે 1 વાગ્યે બની હતી. લગભગ 50-60 મુસ્લિમો દુર્ગા પૂજા પંડાલમાં આવ્યા અને ધાર્મિક વિધિઓમાં વિક્ષેપ પાડ્યો. તેમણે મંડપને તોડી પાડવાની ધમકી આપી અને કહ્યું કે જો પૂજા વિધિ બંધ નહીં કરવામાં આવે તો તેઓ મા દુર્ગાની મૂર્તિ પણ તોડી નાખશે.

    ફરિયાદમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે, મુસ્લિમ ટોળાએ હિંદુ મહિલાઓ માટે અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો અને તેમને હિંદુ ધાર્મિક વિધિઓનું પાલન કરવા બદલ તેમને પણ ધમકી આપી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં ઈસ્લામિક ટોપી પહેરેલા કેટલાક લોકો પંડાલમાં અરાજકતા સર્જતા દેખાઈ રહ્યા છે. ફરિયાદમાં લખ્યું હતું કે તેઓએ આ ઘટનાનો વીડિયો ગાર્ડન રીચ પોલીસ સ્ટેશનમાં જમા કરાવ્યો છે. આયોજકોએ આ કેસમાં FIRની માંગ કરી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં