હોમપેજક્રાઈમ'મને પ્રાઇવેટ પાર્ટમાં માર માર્યો'- ટિકટોકથી ફેમસ થયેલ અદનાન શેખ પર બહેન...

‘મને પ્રાઇવેટ પાર્ટમાં માર માર્યો’- ટિકટોકથી ફેમસ થયેલ અદનાન શેખ પર બહેન ઇફ્ફ્તનો આરોપ: બીબી મુસ્લિમ નહીં હિંદુ હોવાનો પણ કર્યો દાવો

ઇફ્ફ્તે કહ્યું કે, “મારો હિજાબ પણ ઉતરી ગયો અને તે પછી તેણે મારા સસરાને મારવાનું શરૂ કર્યું જે મારાથી થોડા આગળ હતા. તેણે મારા સસરાને પણ માર માર્યો હતો. તેણે મારા પ્રાઈવેટ પાર્ટને પણ લાત મારી હતી.”

- Advertisement -

‘Big Boss OTT-3’ ફેમ અદનાન શેખ (Adnan shaikh) તેના નિકાહ બાદ સતત વિવાદોમાં ઘેરાયેલો છે. તેની બહેન ઇફ્ફ્તે (Iffat Shaikh) અદનાનના નિકાહ અને બીજી ઘણી બબાતો અંગે ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. તેણે એમ પણ કહ્યું હતું કે તેમનો સબંધ ‘ભાઈ-બહેન કરતા વિશેષ’ હતો. ગત મહિને અદનાન નિકાહ થયા બાદ તેની બહેન ઇફ્ફ્તે દાવો કર્યો હતો કે તેની પત્ની મુસ્લિમ નહીં પરંતુ હિંદુ છે જેણે અદનાન સાથે નિકાહ કરવા માટે ઇસ્લામ કબૂલ કર્યો છે. આ સિવાય ઇફ્ફ્તે એવા પણ દાવા કર્યા હતા કે અદનાને તેના પ્રાઇવેટ પાર્ટ પર લાત મારી હતી.

અદનાનના નિકાહના 1-2 દિવસ બાદ જ તેની બહેન ઇફ્ફ્તે અદનાન પર મારપીટના આરોપ લગાવ્યા હતા. ફ્રી પ્રેસ જર્નલ સાથેની એક મુલાકાતમાં, અદનાનની બહેને કહ્યું હતું કે, “અમારો સબંધ ‘ભાઈ-બહેન કરતાં ખૂબ વિશેષ’ હતો અને અમે ‘એકબીજાની ખૂબ નજીક’ હતા. પરંતુ રિદ્ધિ (આયેશા) જયારે અદનાનના જીવનમાં આવી ત્યારે બધું બદલાવા લાગ્યું હતું.” આ અણબનાવો માટે ઇફ્ફ્તે રિદ્ધિને જવાબદાર ઠેરવી હતી.

ટિકટોકથી ફેમસ થયેલ અદનાનની બહેને કહ્યું, “અદનાને મને રિદ્ધિને હિજાબ પહેરતા શીખવવાનું કહ્યું હતું. તે તેનું ઘર છોડીને આવશે, તેની સાથે રહે, તેને બધું શીખવાડ, અને મેં આવું જ કર્યું. મારી અને અદનાનની પત્ની વચ્ચે સારો બોન્ડ હતો. પરંતુ જ્યારે તેના અને અદનાન વચ્ચે ઝઘડા થયા ત્યારે તેણે અદનાનને મારા બધા સિક્રેટ કહી દીધા. આ પછી મેં પણ અદનાનને રિદ્ધિ વિશે જણાવ્યું હતું. બસ આ કારણે મારી અને અદનાન વચ્ચે સમસ્યાઓ શરૂ થઈ ગઈ. અદનાને બધાને કઈ દીધું કે કોઈ મારી સાથે સંપર્કના રાખે.”

- Advertisement -

ઇફ્ફ્તે કહ્યું હતું કે જયારે તેના અબ્બા બીમાર હતા ત્યારે તે તેમને મળવા હોસ્પિટલ ગઈ ત્યારે અદનાને તેની સાથે મારપીટ કરી હતી. તેણે કહ્યું કે “મારો હિજાબ પણ ઉતરી ગયો અને તે પછી તેણે મારા સસરાને મારવાનું શરૂ કર્યું જે મારાથી થોડા આગળ હતા. તેણે મારા સસરાને પણ માર માર્યો હતો. તેણે મારા પ્રાઈવેટ પાર્ટને પણ લાત મારી હતી.” એટલું જ નહીં, આ ઈન્ટરવ્યુમાં ઇફ્ફ્તે કેટલાક ફોટોઝ પણ બતાવ્યા છે, જે શરીરના અલગ-અલગ ભાગોના છે, જેમાં ઈજાના નિશાન છે.

ઉલ્લેખનીય છે કે આ મામલો સામે આવ્યા બાદ અદનાને કહ્યું હતું કે ઇફ્ફ્તના સાસરિયાએ ફ્લેટ માંગ્યો અને તેણે ન આપ્યો એટલે ઇફ્ફ્તે આવા આરોપ લગાવ્યા હતા. તેના જવાબમાં ઇફ્ફ્તે દાવો કર્યો હતો કે, “આ વાત તદ્દન ખોટી છે, જો એવું કઈ હોત તો મારા અબ્બા-અમ્મી અને અદનાન મારા નિકાહ જ ન કરાવત. પોતાના જુઠને છુપાવવા અદનાન આ બધું કરી રહ્યો છે. હું નિકાહ પછી અદનાનના ઘરે પણ નથી ગઈ કારણ કે તેણે બધાને મારાથી દૂર રહેવા કહ્યું હતું.” આ સિવાય તેણે એવો દાવો પણ કર્યો હતો કે અદનાન તેની ફરિયાદ પછી જેલમાં પણ ગયો હતો, પરંતુ તે જામીન મેળવીને છૂટી ગયો હતો.  

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં