Friday, November 22, 2024
More
    હોમપેજદુનિયા'જેઓ ઈરાનના હુમલાની નિંદા પણ ન કરી શકે, તેઓ અહીં પગ મૂકવાને...

    ‘જેઓ ઈરાનના હુમલાની નિંદા પણ ન કરી શકે, તેઓ અહીં પગ મૂકવાને લાયક નથી’: હવે UN ચીફને ઇઝરાયેલમાં નો એન્ટ્રી, નેતન્યાહુ સરકારે મૂક્યો પ્રતિબંધ

    ઇઝરાયેલના વિદેશમંત્રી કેટ્ઝે સોશિયલ મીડિયા માધ્યમ X પર પોસ્ટ કરીને UN ચીફને પ્રતિબંધિત જાહેર કર્યા હતા. તેમણે લખ્યું હતું કે, “આજે UN સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસને ઇઝરાયેલમાં અવાંછિત વ્યક્તિ જાહેર કરીને સમગ્ર દેશમાં તેમની પઉપરર પ્રતિબંધની જાહેરાત કરું છું.”

    - Advertisement -

    મંગળવારે (1 ઑક્ટોબર) અચાનક રાત્રે ઈરાને (Iran) ઇઝરાયેલ (Israel) પર હુમલો કરી દીધા બાદ મધ્ય પૂર્વમાં ફરી એક વખત તણાવની પરિસ્થિતિ સર્જાઈ છે. એક તરફ વિશ્વના અનેક દેશો ઇઝરાયેલના સમર્થનમાં આવ્યા છે ત્યાં સંયુક્ત રાષ્ટ્રના અધ્યક્ષ ગોળગોળ વાતો કરીને શાંતિની અપીલ કરી રહ્યા છે. જેના કારણે હવે ઇઝરાયેલે તેમને દેશમાં પ્રવેશવા પર જ પાબંદી લગાવી દીધી છે. ઇઝરાયેલના વિદેશ મંત્રીએ આ બાબતની જાણકારી આપી. જેમાં તેમણે જણાવ્યું કે, UN અધ્યક્ષ એન્ટોનિયો ગુટેરેસ (Antonio Guterres) પર ઇઝરાયેલમાં પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

    ઇઝરાયેલના વિદેશમંત્રી કેટ્ઝે સોશિયલ મીડિયા માધ્યમ X પર પોસ્ટ કરીને UN ચીફને પ્રતિબંધિત જાહેર કર્યા હતા. તેમણે લખ્યું હતું કે, “આજે UN સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસને ઇઝરાયેલમાં અવાંછિત વ્યક્તિ જાહેર કરીને સમગ્ર દેશમાં તેમની પઉપરર પ્રતિબંધની જાહેરાત કરું છું.” તેમણે ઇઝરાયેલમાં થયેલ હુમલા માટે એન્ટોનિયોના મૌનનો હવાલો આપ્યો હતો.

    એન્ટોનિયો ઇઝરાયેલમાં પગ મૂકવા લાયક નથી એમ કહીને કેટ્ઝે લખ્યું કે, “વિશ્વના બધા દેશોએ ઈરાનની નિંદા કરી, પરંતુ જે વ્યક્તિ ઈરાનના ઈઝરાયેલ પરના ઘૃણાસ્પદ હુમલાની નિંદા પણ ન કરી શકે તે ઇઝરાયેલની ધરતી પર પગ મૂકવાને લાયક નથી.”

    - Advertisement -

    તેમણે હમાસના હુમલાનો ઉલ્લેખ કરતા લખ્યું કે, “આ એ સેક્રેટરી-જનરલ છે જેમણે 7 ઓક્ટોબરે હમાસના હત્યારાઓ દ્વારા કરવામાં આવેલા નરસંહાર અને જાતીય અત્યાચારની હજુ સુધી નિંદા કરી નથી અને ન તો તેમને આતંકવાદી સંગઠન જાહેર કરવાના કોઈ પ્રયાસો કર્યા છે.”

    કેટ્ઝે એન્ટોનિયોને UNના ઈતિહાસના કાળા ડાઘ તરીકે ગણાવતા લખ્યું હતું કે, “એક સેક્રેટરી-જનરલ જે હમાસ, હિઝબોલ્લાહ, હુથિઓના આતંકવાદીઓ, બળાત્કારીઓ અને હત્યારાઓઅને હવે વૈશ્વિક આતંકવાદની માતા-ઈરાનને સમર્થન આપે છે- તેને UNના ઈતિહાસ પર એક ડાઘ તરીકે યાદ કરવામાં આવશે.”

    ઉપરાંત કેટ્ઝે લખ્યું કે, “ઇઝરાયેલ તેના નાગરિકોની રક્ષા કરવાનું ચાલુ રાખશે ભલે એન્ટોનિયો ગુટેરેસ સાથે હશે કે નહીં હોય, તે તેના રાષ્ટ્રીય ગૌરવને જાળવી રાખશે.” ઉલ્લેખનીય છે કે મંગળવારે (1 ઓક્ટોબર) જ ઇઝરાયેલની સેનાએ લેબનાનમાં પહોંચીને હિઝબુલ્લાહના અડ્ડાઓ તબાહ કર્યા હતા.

    બીજી તરફ 1 ઓક્ટોબરે અમેરિકા રક્ષા સચિવ લૉયડ ઓસ્ટિને કહ્યું કે, “ઈરાન અને ઈરાન સમર્થિત આતંકવાદી સંગઠનોના જોખમનો સામનો કરવા માટે સંયુકત રાજ્ય અમેરિકા પોતાના કર્મચારીઓ, ભાગીદારો અને સહયોગીઓની રક્ષા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.” તેમણે ઈરાનને પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે એમ પણ કહ્યું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં