તાજેતરમાં જ ત્રણ અલગ-અલગ રાજ્યોથી હિંદુ યુવતીઓ વિરુદ્ધ લવ જેહાદ (Love Jihad), બળાત્કાર અને અન્ય અપરાધની ઘટનાઓ સામે આવી છે. આ મામલે મધ્ય પ્રદેશમાં શાદાબ, ઉત્તરાખંડમાં શહજાદ અને ઉત્તર પ્રદેશમાં અરશદ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ઘટનામાં એક આદિવાસી હિંદુ યુવતીને ઇસ્લામ કબુલવા દબાણ પણ કરવામાં આવ્યું. અન્ય એક કિસ્સામાં મહિલાને ગૌમાંસ ખાવા માટે મજબૂર કરવામાં આવી.
પ્રાપ્ત માહિતી અનુસાર હરદા ખાતે એક આદિવાસી હિંદુ યુવતીને મુસ્લિમ બનવા દબાણ કરવામાં આવ્યું, તો દેહરાદૂનમાં એક છૂટાછેડા લીધેલી મહિલાની માતાએ તેમની દીકરીને બચાવવા ગુહાર લગાવી. લખનૌમાં એક હિંદુ મહિલાને પરાણે ગૌમાંસ ખાવા માટે મજબૂર કરવામાં અવી હોવાનું સામે આવી રહ્યું છે.
મધ્ય પ્રદેશમાં લવ જેહાદ
ત્રણ ઘટનાઓ પૈકી પ્રથમ મામલો મધ્ય પ્રદેશના હરદા (Harda MP) જિલ્લાનો છે. ગત 27 સપ્ટેમ્બર 2024ના રોજ આદિવાસી સમુદાયની એક 19 વર્ષીય યુવતી તેના પરિવારના લોકો સાથે પોલીસ સ્ટેશન પહોંચી હતી. અહીં તેણે ફરિયાદ નોંધાવતા કહ્યું હતું કે સિહોર જિલ્લાના શાદાબ ઉર્ફે સલમાન મુનવ્વરે બે વર્ષ પહેલા તેને પ્રેમના નામે છેતરી હતી. તે તેની વાતોમાં આવી ગઈ અને આરોપી શરીર ચૂંથતો રહ્યો.
પીડિતાએ જણાવ્યા અનુસાર તે ગત 29 મેના રોજ તેના ઘરે આવી ગયો હતો અને કહ્યું હતું કે જો તે ઇસ્લામ અપનાવશે તો જ તે તેની સાથે નિકાહ કરશે. શાદાબે તેને તેની પત્ની બનાવવાનું વચન આપ્યું હતું. 23 ઓગસ્ટે તેણે ફરી તેની સાથે બળાત્કાર કર્યો. તે વખતે પણ તેણે તેને એમ જ કહ્યું કે પીડિતાએ ઇસ્લામ કબૂલ કરવો પડશે. આરોપીએ તેને ધમકી આપી કે જો તે આ વિશે કોઈને જણાવશે તો તેને જાનથી મારી દેશે. અંતે તેનાથી ત્રાસીને યુવતીએ પરિવારને ઘટનાની જાણ કરતા પરિવારે પોલીસ મદદ લેવાનું નક્કી કર્યું.
આ મામલે પોલીસે શાદાબ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 69, 64 (2) (D) અને 351 (3) તેમજ મધ્ય પ્રદેશ ધર્મુઇક સ્વતંત્રતા અધિનિયમની ધારો અંતર્ગત ફરિયાદ નોંધી છે. આ મામલે સ્થાનિક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, કેસમાં આગળની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
ઉત્તરાખંડમાં લવ જેહાદ
બીજો મામલો ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂનનો (Dehradun Uttarakhand) છે, જ્યાં શહજાદે મોનુ ચૌધરી એમ હિંદુ નામ ધારણ કરીને 30 વર્ષીય છૂટાછેડા લીધેલી હિંદુ મહિલાને પોતાની પ્રેમજાળમાં ફસાવી દીધા હતા. મહિલાની માતાએ 26 સપ્ટેમ્બરના રોજ રાયપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને આરોપી સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ફરિયાદમાં જણાવાયું છે કે મહિલા અને તેની બે પુત્રીઓ તેમના પિયરમાં રહેતી હતી. લોકડાઉન દરમિયાન તેની મુલાકાત દિલ્હીના શહજાદ સાથે થઈ હતી. તેણે પોતાની ઓળખાણ મોનુ તરીકે આપી હતી અને થોડા દિવસ વાત કર્યા બાદ તેને પોતાની પ્રેમજાળમાં ફસાવી દીધી હતી. તેની અસલી ઓળખ જાહેર થયા બાદ પણ મહિલા તેની સાથે લગ્ન કરવા પર અડગ રહી હતી.
ફરિયાદીએ વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે તેની માતાએ તેને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે તેની પુત્રી ગુસ્સે થઈ ગઈ હતી અને આરોપી સાથે રહેવા માટે ઘરેથી ચાલી ગઈ હતી. મહિલા ઘરેથી સ્કુટર લઈને પોતાના બાળકોને ત્યાં જ મૂકીને ચાલી ગઈ હતી. ફરિયાદીના જણાવ્યા મુજબ શહજાદે તેમની દીકરીનું બ્રેઇનવોશ કર્યું હતું. ફરીયાદી મહિલાએ કહ્યું છે કે, અનેક પ્રયાસો છતાં તે પોતાની પુત્રીને શહજાદથી દૂર રાખી ન શકી. તેણે પોલીસને વિનંતી કરી છે કે તે તેમની પુત્રીને શોધી કાઢે અને શહજાદને કડક સજા આપે. ઑપઇન્ડિયા પાસે ફરિયાદની કોપી ઉપલબ્ધ છે. પોલીસ હવે આ મામલે કામ કરી રહી છે, જરૂરી પૂછપરછ કરી આગળની કાર્યવાહી કરી રહી છે.
ત્રીજો લવ જેહાદનો કિસ્સો ઉત્તર પ્રદેશનો
ત્રીજો લવ જેહાદનો કેસ ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌનો (UP Lucknow) છે. ગત 27 સપ્ટેમ્બરે એક હિંદુ મહિલાએ મડેયાગંજ પોલીસ સ્ટેશનમાં પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં તેણે જણાવ્યું હતું કે, દોઢ વર્ષ પહેલા મિત્રની બર્થ ડે પાર્ટીમાં તેની મુલાકાત અરશદ નામના એક વ્યક્તિ સાથે થઇ હતી. બંને વચ્ચે પરિચય થયો હતો, જે બાદમાં મિત્રતામાં અને પછી પ્રેમસંબંધમાં ફેરવાઈ ગયો હતો. પીડિતાના જણાવ્યા અનુસાર તરત જ, તેણે તેની સંમતિ વિના તેની સાથે બળજબરી કરવાનું શરૂ કર્યું. સતત બળાત્કારના કારણે તે બે વાર ગર્ભવતી બની હતી, પરંતુ આરોપીએ બંને વખત તેનો ગર્ભપાત કરાવ્યો હતો.
थाना मदेयगंज प्रकरण के सम्बन्ध में #ADCP_Central द्वारा दी गयी बाईट।@Uppolice pic.twitter.com/RdfCcsTd2d
— LUCKNOW POLICE (@lkopolice) September 29, 2024
ત્યારબાદ યુવતીએ અરશદને તેની સાથે લગ્ન કરવા માટે કહ્યું હતું, પરંતુ તેણે પહેલા તેને ઇસ્લામ અંગીકાર કરવા માટે દબાણ કર્યું હતું. તેણે કહ્યું કે અરશદે તેને ગૌમાંસ ખાવા માટે પણ દબાણ કર્યું હતું. જ્યારે તેણે તેના પિતાને તેની કરતુત વિશે ફરિયાદ કરી, ત્યારે તેમણે પીડિતાને ચૂપ રહેવાનું કહ્યું અને જો તે તેમ નહીં કરે તો તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અરશદના સંબંધી રાશિદે પણ તેને ધમકી આપી હતી.
તેની ફરિયાદના આધારે FIR નોંધીને તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 69, 89 અને 351(2) અને ઉત્તર પ્રદેશ ગેરકાયદેસર ધર્મ પરિવર્તન અધિનિયમની સંબંધિત કલમો લગાવીને કાર્યવાહી શરૂ કરી છે. હિંદુ મહાસભાએ ધરપકડ કરવામાં આવેલા અરશદ સામે કડક કાર્યવાહી કરવાની માગણી કરી છે. પોલીસ આક્ષેપોની તપાસ કરી રહી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.