Friday, November 22, 2024
More
    હોમપેજદેશમોહરમ જુલૂસ દરમિયાન વિવાદ બાદ ઇસ્લામી કટ્ટરપંથીઓએ કર્યો હતો હુમલો, હિંદુ યુવકનું...

    મોહરમ જુલૂસ દરમિયાન વિવાદ બાદ ઇસ્લામી કટ્ટરપંથીઓએ કર્યો હતો હુમલો, હિંદુ યુવકનું મોત: બરેલીની ઘટનામાં આરોપીઓનાં ઘર પર ચાલ્યું બુલડોઝર- જાણો શું છે સમગ્ર ઘટના

    મુસ્લિમ યુવકોએ ટોર્ચના પ્રકાશમાં અમુક હિંદુ પરિવારના લોકોની ગણતરી કરી અને ત્યારબાદ 100થી વધુ લોકો ઘરોમાં ઘૂસી ગયા અને તોડફોડ કરીને મારપીટ કરી. હુમલામાં પાંચ લોકોને ઈજા પહોંચી હતી અને તેમાંથી એક તેજારામ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના બરેલીમાં મોહરમના જુલૂસ દરમિયાન થયેલા વિવાદ બાદ મુસ્લિમ ટોળાએ હિંદુઓ ઉપર હુમલો કરી દીધો હતો, જેમાં અમુકને ઈજા પહોંચી હતી. આ ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા એક યુવાન તેજારામનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. જેના કારણે સ્થાનિક હિંદુઓમાં આક્રોશ છે. બીજી તરફ, પોલીસે બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરીને તેમના ઘર પર બુલડોઝર ફેરવી દીધું છે. ઘટનામાં કુલ 35 વ્યક્તિઓની ધરપકડ થઈ ચૂકી છે. 

    ઘટના ગત 19 જુલાઇના રોજ બની હતી. અહીં શુક્રવારે એક વિસ્તારમાં મોહરમનું જુલૂસ કાઢવામાં આવી રહ્યું હતું. પરંતુ તે દર વર્ષે જ્યાંથી પસાર થતું હતું તે રસ્તો બદલીને હિંદુ બહુમતી વિસ્તારમાંથી લઇ જવામાં આવ્યું. બીજી તરફ, હિંદુ મંદિર સામે ઢોલ વગાડવામાં આવ્યાં. જેના કારણે હિંદુઓએ વિરોધ નોંધાવ્યો અને વિનંતી કરી કે દર વર્ષે જ્યાંથી જુલૂસ કાઢવામાં આવતું હતું ત્યાંથી જ કાઢવામાં આવે. અન્ય એક રિપોર્ટ અનુસાર, મોહરમના જુલૂસમાં સામેલ અમુક લોકોએ મંદિર સામે જ ઢોલ વગાડવાનાં શરૂ કરી દીધાં હતાં, જેના કારણે બંને પક્ષો વચ્ચે મામલો બિચક્યો હતો. 

    આ ઘટના બાદ બીજા દિવસે મુસ્લિમ પક્ષે આખો દિવસ સતત બેઠકો કરી અને શુક્રવારે હિંદુઓ પર અદાવત રાખીને હુમલો કરી દીધો હતો. જાગરણના રિપોર્ટ અનુસાર, મુસ્લિમ યુવકોએ ટોર્ચના પ્રકાશમાં અમુક હિંદુ પરિવારના લોકોની ગણતરી કરી અને ત્યારબાદ 100થી વધુ લોકો ઘરોમાં ઘૂસી ગયા અને તોડફોડ કરીને મારપીટ કરી. હુમલામાં પાંચ લોકોને ઈજા પહોંચી હતી અને તેમાંથી એક તેજારામ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. તેની હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી, પરંતુ થોડા દિવસ પહેલાં તેણે દમ તોડી દીધો. 

    - Advertisement -

    ધમાલ દરમિયાન મુસ્લિમ ટોળાએ હિંદુ ઘરો પર પથ્થરમારો પણ કર્યો હતો, જેમાં ઘણાને ઈજા પહોંચી. 24 વર્ષીય તેજારામને ઘેરી લઈને માર મારવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. અત્યંત ગંભીર અવસ્થામાં તેને સ્થાનિક મેડિકલ કોલેજ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું. 

    ઘટનાની જાણ થતાં જ SP સહિતના અધિકારીઓ સહિત પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને સ્થિતિ પર નિયંત્રણ મેળવ્યું હતું. અહેવાલો જણાવે છે કે પોલીસને જોતાં જ આરોપીઓ ભાગી છુટયા હતા. દરમ્યાન, પોલીસે ઘેરાબંદી કરીને 1૦ આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. પછીથી તેમને પોલીસ મથક લઇ જઇને પૂછપરછ હાથ ધરવામાં આવી અને 40 સામે નામજોગ અને 60 અજ્ઞાત વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. 

    અત્યાર સુધીમાં કુલ 35 આરોપીઓની ધરપકડ, 2 મુખ્ય આરોપીઓનાં ઘર પર બુલડોઝર એક્શન

    ઘટનામાં પોલીસે અત્યાર સુધીમાં કુલ 35 આરોપીઓની ધરપકડ કરી લીધી છે, જેમાં મુખ્ય આરોપીઓ પણ સામેલ છે. બીજી તરફ, તેજારામનું મૃત્યુ થતાં હત્યાની કલમ પણ ઉમેરી દેવામાં આવી છે. હાલ જેઓ ફરાર છે તેમની શોધખોળ ચાલી રહી હોવાનું પોલીસે જણાવ્યું છે. 

    ચાર દિવસ પહેલાં પોલીસે 2 મુખ્ય આરોપીઓની ધરપકડ કરી હતી, દરમ્યાન એકને પગમાં ગોળી પણ વાગી હતી. બાતમીના આધારે પોલીસે સર્ચ ઑપરેશન શરૂ કરતાં બંને એક બાઈક પર જતા જોવા મળ્યા હતા. તેમને થોભવાનો ઈશારો કરતાં બંનેએ પોલીસ પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. જવાબમાં પોલીસે પણ ગોળીબાર કરતાં એકને ગોળી વાગી હતી. તેમની પાસેથી તમંચા મળી આવ્યા હતા. બંનેની ઓળખ આલમગીર અને નિજાકત તરીકે થઈ છે. 

    પછીની તપાસમાં સામે આવ્યું કે બે મુખ્ય આરોપીઓએ ગ્રામ પંચાયતની જમીન પર અતિક્રમણ કરીને ઘરનું નિર્માણ કર્યુ હતું. જેની વિરુદ્ધ તંત્રે પોલીસની હાજરીમાં બુલડોઝર ફેરવીને દબાણ હટાવી દીધું હતું. હાલ મામલાની વધુ તપાસ ચાલી રહી છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં