Saturday, November 23, 2024
More
    હોમપેજરાજકારણ‘નવી સરકારના પહેલા 100 નહીં 125 દિવસનો રોડમેપ તૈયાર થશે, 25 દિવસો...

    ‘નવી સરકારના પહેલા 100 નહીં 125 દિવસનો રોડમેપ તૈયાર થશે, 25 દિવસો યુવાઓ માટે’: PM મોદી, કહ્યું- 2047ના લક્ષ્યાંક માટે આવતાં 5 વર્ષની પ્રાથમિકતાઓ નક્કી

    “મારી કાર્યશૈલીનો હિસ્સો છે કે હું એકદમ સુવ્યવસ્થિત રીતે કામ કરું છું. જ્યારે સંગઠનમાં હતો ત્યારે પણ હું આ જ રીતે કામ કરતો હતો. હું સમય પણ યોગ્ય રીતે ફાળવું છું, પ્રાથમિકતાઓ પણ નક્કી કરી શકું છું. હું કોઇ મેનેજમેન્ટ સ્કૂલનો વિદ્યાર્થી નથી, પણ આ કામ કરતાં-કરતાં શીખ્યો છું.”

    - Advertisement -

    લોકસભા ચૂંટણી ચાલી રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જુદી-જુદી ચેનલો, અખબારોને ઈન્ટરવ્યુ આપી રહ્યા છે. આ જ ક્રમમાં તેમણે હિન્દી ન્યૂઝ ચેનલ આજતકને પણ એક ઇન્ટરવ્યુ આપ્યો, જે ચર્ચામાં છે. ઇન્ટરવ્યુમાં પીએમ મોદીએ અનેક વિષયોને લઈને જવાબો આપ્યા. લગભગ દોઢેક કલાક સુધી આ ઇન્ટરવ્યુ ચાલ્યો. જેમાં પીએમ મોદીએ ફરી એક વખત જીતનો વિશ્વાસ વ્યક્ત કરીને આગામી 100 દિવસમાં શું કામો કરવામાં આવશેથી લઈને વિકસિત ભારતના રોડમેપ ઉપરાંત રાજકીય મુદ્દાઓ પર પણ ચર્ચા કરી. 

    પીએમ મોદીએ કહ્યું કે, “મારી કાર્યશૈલીનો હિસ્સો છે કે હું એકદમ સુવ્યવસ્થિત રીતે કામ કરું છું. જ્યારે સંગઠનમાં હતો ત્યારે પણ હું આ જ રીતે કામ કરતો હતો. હું સમય પણ યોગ્ય રીતે ફાળવું છું, પ્રાથમિકતાઓ પણ નક્કી કરી શકું છું. હું કોઇ મેનેજમેન્ટ સ્કૂલનો વિદ્યાર્થી નથી, પણ આ કામ કરતાં-કરતાં શીખ્યો છું.”

    તેમણે ગુજરાતનું ઉદાહરણ આપીને જણાવ્યું હતું કે કઈ રીતે 26 જાન્યુઆરી, 2001ના ભૂકંપ પછી ઓક્ટોબરમાં મુખ્યમંત્રી પદે શપથ ગ્રહણ કર્યા બાદ માત્ર થોડા જ મહિનાઓમાં પહેલી વર્ષગાંઠ આવે ત્યાં સુધીમાં તેમણે ફરી કચ્છને બેઠું કર્યું હતું. 

    - Advertisement -

    આગળ તેમણે કહ્યું કે, “હું નથી ઇચ્છતો કે સરકાર આમ જ ચાલતી રહે. સરકાર મારે ચલાવવી પડે છે. મારે અમુક બાબતો બદલવાની છે. મેં 2014માં 100 દિવસનું આયોજન કર્યું, પાંચ વર્ષ માટે મારી પાસે ઘોષણાપત્ર હતું. 2019માં એ પણ જોયું સાથેસાથે ગ્લોબલ ચિત્ર તરફ પણ ધ્યાન આકર્ષિત કર્યું. 2024માં મારો વિચાર થોડો લાંબો છે. હું છેલ્લાં 5 વર્ષથી 2047 માટે કામ કરી રહ્યો છું. દેશના 2૦ લાખથી વધુ લોકોના ઇનપુટ લીધા છે અને તેના આધારે 2047નું એક વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં આવ્યું છે.”

    પીએમ મોદીએ કહ્યું કે, “પહેલાં અમે 2047ના લક્ષ્યાંક માટે 5 વર્ષમાં શું કરવાનું છે તેની પ્રાથમિકતા નક્કી કરી. તેની ઉપર હાલ કામ ચાલી રહ્યું છે. પરંતુ હવે કામ કરતાં-કરતાં મને નવો વિચાર આવ્યો છે. હવે હું 125 દિવસ માટે વિચારવા મજબૂર થયો છું અને તેને લઈને ઉત્સાહિત છું.”

    તેમણે કહ્યું કે, “હું આ ચૂંટણીમાં પહેલી વખતના મતદારો અને યુવાઓની આકાંક્ષાઓ પણ જોઈ રહ્યો છું. જેથી હું 100 દિવસમાં 25 દિવસ ઉમેરી રહ્યો છું. આ 25 દિવસ દેશના યુવાઓને જ સમર્પિત હશે. જેથી હવે 100થી આગળ વધીને સવા સો દિવસનું આયોજન કરવા માટે કામ કરી રહ્યા છીએ.” 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં