Saturday, November 23, 2024
More
    હોમપેજરાજકારણ'અમારે કાંઈ કરવાની જરૂર નથી, POK સ્વેચ્છાએ જ ભારતમાં વિલીન થશે': રક્ષામંત્રી...

    ‘અમારે કાંઈ કરવાની જરૂર નથી, POK સ્વેચ્છાએ જ ભારતમાં વિલીન થશે’: રક્ષામંત્રી રાજનાથ સિંઘે કરી મહત્વપૂર્ણ ટિપ્પણી, કહ્યું- ચીન સામે બાથ ભીડવા ભારત સક્ષમ

    ચીન પર પૂછવામાં આવેલા સવાલ પર તેમણે કહ્યું કે ભગવાન તેમને સદબુદ્ધિ આપે. તેમણે કહ્યું કે, "ચીન તરફથી કોઈ ખતરો આવશે તો જોઈ લઈશું. ભારત હવે કમજોર ભરત નથી."

    - Advertisement -

    રક્ષામંત્રી રાજનાથ સિંઘે POKને લઈને મહત્વપૂર્ણ વાત કહી છે. એક ટીવી શો દરમિયાન તેમણે કહ્યું હતું કે પાકિસ્તાને કબજો કરી રાખેલું કશ્મીર ભારતનું છે અને ભારતનું જ રહેશે. પાકિસ્તાન ઓક્યુપાઇડ કશ્મીરમાં હવે પાકિસ્તાનથી સ્વતંત્ર થવાની માંગ ઉઠી છે. દરમિયાન તેમણે એમ પણ કહ્યું હતું કે POK જાતે જ ભારતમાં વિલય થઈ જશે.

    રક્ષામંત્રી રાજનાથ સિંઘે POKને લઈને આ વાત ઇન્ડિયા ટીવીના ‘આપ કી અદાલત’ શોમાં કહી હતી. કાશ્મીરને લઈને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફની તાજેતરની ટીપ્પણી પર સવાલ પૂછતાં તેમણે જણાવ્યું કે, “તે લોકો શું કાશ્મીર લઈ લેવાના? તેમણે પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર (POK) વિશે ચિંતા કરવી જોઈએ. મેં લગભગ દોઢ વર્ષ પહેલા કહ્યું હતું કે એવી કોઈ જ આવશ્યકતા નથી, કે ભારત હુમલો કરીને કાશ્મીર લઈલે. વાસ્તવમાં ત્યાં એવી પરિસ્થિતિઓનું નિર્માણ થઈ રહ્યું છે કે POKના લોકો પોતે જ ભારતમ વિલયની માંગ કરી રહ્યા છે.”

    POK પોતે જ ભારતમાં ભળી જશે- રક્ષામંત્રી રાજનાથ સિંઘ

    તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે, “અમે કોઈ પણ દેશ પર હુમલો કરવા નથી જઈ રહ્યા. ભારતનું ચરિત્ર છે કે તે વિશ્વના કોઈ પણ ક્યારેય હુમલો ન કરે, અને આવું ક્યારેય થયું પણ નથી.” રક્ષા મંત્રીએ એ વાત પર ભાર આપ્યો હતો કે જો કોઈ ભારતની પ્રતિષ્ઠા પર આક્રમણ કરવાનો પ્રયત્ન કરશે તો ભારત તેનો જડબાતોડ જવાબ આપશે.” સાથે જ તેમણે ઉમેર્યું કે દેશની સેનાના પરાક્રમ અને ક્ષમતા પર પુરેપુરો ભરોસો છે અને સમય આવ્યે સેના તેના પર ખરી ઉતરશે તેનો મને ભરોસો છે.

    - Advertisement -

    ચીન સાથે બાથ ભીડવવા ભારત સક્ષમ- રક્ષા મંત્રી રાજનાથ સિંઘ

    રક્ષામંત્રી રાજનાથ સિંઘે આ દરમિયાન ચીન પર પણ વાત કરી. ચીન પર પૂછવામાં આવેલા સવાલ પર તેમણે કહ્યું કે ભગવાન તેમને સદબુદ્ધિ આપે. તેમણે કહ્યું કે, “ચીન તરફથી કોઈ ખતરો આવશે તો જોઈ લઈશું. ભારત હવે કમજોર ભરત નથી. જો કોઈ દેશ આપણા પર હુમલો કરશે તો તેને કોઈ કાળે છોડવામાં નહીં આવે. પરંતુ વાસ્તવિકતા એ પણ છે કે પોતાના તમામ પડોશીઓ સાથે અમારા સારા સંબંધ છે.” દરમિયાન તેમણે એમ પણ કહ્યું કે ચીન તરફથી ઉદ્ભવતા કોઈ પણ સંકટ સામે બાથ ભીડવવા ભારત તૈયાર છે.

    આ દરમિયાન ગલવાન ઘાટીની અથડામણ પર રક્ષામંત્રીએ કહ્યું કે, “ભારતના સૈનિકોએ ત્યાં એક પણ ગોળી નથી ચલાવી અને માત્ર શારીરિક ક્ષમતાના આધારે યુદ્ધ લડતા રહ્યા. આ લડાઈમાં ભારતના 20 જવાન વીરગતીને પામ્યા હતા.” દરમિયાન તેમણે કહ્યું કે, કેન્દ્રમાં ભાજપની મોદી સરકાર આવ્યા બાદ સીમાઓ પર સુરક્ષાના પ્રાથમિક માળખાનો વિકાસ ઝડપી બન્યો છે.

    સેનાની ત્રણેય પાંખોએ અભૂતપૂર્વ પરાક્રમ દેખાડ્યું છે- રક્ષામંત્રી રાજનાથ સિંઘ

    આ શોમાં રક્ષામંત્રી રાજનાથ સિંઘે ભાર પૂર્વક જણાવ્યું કે, ભારત વિશ્વમાં એક શક્તિશાળી રાષ્ટ્ર બનીને ઉભરી રહ્યું છે. રાહુલ ગાંધી દ્વારા ભારતના 2000 વર્ગ કિલોમીટર ક્ષેત્ર પર ચીનના કબજાના આરોપ પર તેમણે દુઃખ જતાવતાં કહ્યું કે, વર્ષ 1962માં ચીન દ્વારા કરવામાં આવેલી ગતિવિધિઓ વિશે કશું યાદ નથી અપાવવા માંગતો. તેમણે કહ્યું કે, “રાહુલ ગાંધી આપણી સેનાના જવાનોની વીરતા પર પ્રશ્ન ઉઠાવી રહ્યા છે. તેમણે આ પ્રકારની ટીપ્પણીઓ ન કરવી જોઈએ.”

    તેમણે કહ્યું કે, “તમે નિશ્ચિંત રહો, ભારતની એક ઇંચ જમીન ક્યાય નહીં જવા દઈએ. હું વધારે કશું નહીં બોલી શકું. ઘણી બધી બાબતો છે પણ તમામ બાબતો જાહેરમાં બોલવાની નથી હોતી. અનેક એવી ઘટનાઓ છે જેમાં સેનાની ત્રણેય પાંખોએ અદ્ભુત પરાક્રમ દેખાડ્યું છે. બધી વાતો કહેવાની નહી હોતી, પણ જો તે વિષે દેશવાસીઓને કહેવામાં આવશે તો તેમને ગૌરવ થશે સેના પર.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં