મહારાષ્ટ્રના સંભાજીનગરમાં સ્થિત હનુમાન મંદિરમાં ચાલતી નિયમિત સંધ્યા આરતીમાં ગત 12 માર્ચે વિક્ષેપ પડ્યો હતો. કારણ એ હતું કે મુસ્લિમ સમુદાયનું એક ટોળું મંદિરે ધસી ગયું હતું અને એક મહિના સુધી (રમજાન ચાલે ત્યાં સુધી) આરતી ન કરવા માટે ધાકધમકી આપી હતી. 11 માર્ચથી રમજાન મહિનો શરૂ થયો છે અને 12 માર્ચે આ પ્રકારની ઘટના સામે આવી હતી. મુસ્લિમ ટોળાએ આરતી રોકી હોવાનું જાણવા મળતાં જ અહીં હિંદુઓએ ‘મહાઆરતી’નું આયોજન કર્યું, આ દરમિયાન પણ અમુક યુવાનો પર પથ્થર ફેંકાયા હતા.
12 માર્ચના રોજ સંભાજીનગરના ચિકલથાનાની કામગાર કોલોની સ્થિત આવેલા હનુમાન મંદિરમાં મંગળવારની નિયમિત સંધ્યા આરતી ચાલી રહી હતી. આ દરમિયાન કટ્ટરપપંથી મુસ્લિમોના ટોળાએ મંદિરમાં ઘૂસી જઈને એક મહિના સુધી આરતી ન કરવા માટે કહીને ધાકધમકીઓ આપી હતી. આ ધમકી આપવા પાછળનો તેમનો હેતુ સ્પષ્ટ હતો કે રમજાન મહિના દરમિયાન મંદિરમાં આરતી કરવાનું બધ કરી દેવામાં આવે.
छत्रपती संभाजीनगर मधील चिकलठाणा येथील हनुमान मंदिरात एकत्रित झालेला सकल हिंदू समाज…
— Sudarshan Maharashtra (@SudarshanNewsMH) March 13, 2024
सविस्तर बातमीसाठी लिंक…https://t.co/1NoJ1PAQsJ pic.twitter.com/iYkJq5jFPN
ઘટના બાદ મંદિરમાં મહાઆરતીનું આયોજન
જોત-જોતામાં મુસ્લિમ ટોળાએ આરતી રોકી હોવાની આ ઘટનાના સમચાર વાયુવેગે પ્રસરી ગયા અને તેના વિરોધમાં 13 માર્ચના રોજ સ્થાનિક હિંદુઓ દ્વારા હનુમાનજીના મંદિરમાં એક મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું. આ મહાઆરતીનું નેતૃત્વ શિવસેના (શિંદે જૂથ)ના જિલ્લા અધ્યક્ષ રાજેન્દ્ર જંજાલ દ્વારા કરવામાં આવ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે આ મહાઆરતીમાં 1500થી વધુ હિંદુઓએ ભાગ લીધો હતો.
छत्रपती संभाजी नगर मधील चिकलठाणा येथे हनुमान मंदिराची आरती बंद करण्यासाठी रोज जिहादी हल्ले करत असल्याची घटना काल सुदर्शन मराठीने समोर आणली होती…
— Sudarshan Maharashtra (@SudarshanNewsMH) March 13, 2024
त्याचा परिणाम म्हणजे या घटनेनंतर आज संबंधित ठिकाणी हनुमान मंदिरात छत्रपती संभाजीनगर मधील सकल हिंदू समाजाने महाआरतीचे नियोजन केले… pic.twitter.com/68KHQj3mLO
સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર, મંગળવારે થયેલા ઘર્ષણ દરમિયાન ત્રણ હિંદુ યુવકો પર હુમલો પણ કરવામાં આવ્યો હતો. ઘટના બાદ વિસ્તારમાં ભરેલા અગ્નિ જોવી સ્થિતિ સર્જાઈ હતી અને પરિસ્થિતિ પર કાબૂ મેળવવા પોલીસે હળવો લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ ઘર્ષણ દરમિયાન મહિલાઓ સાથે પણ દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો.
हनुमान मंदिराची आरती बंद करण्या साठी रोज जिहादी करताय हल्ले.
— Sudarshan Maharashtra (@SudarshanNewsMH) March 13, 2024
हनुमान मंदिर, छत्रपती संभाजी महाराज नगर च्या हिंदूंमध्ये जबरदस्त आक्रोश. pic.twitter.com/Lv1Sxt3ee1
હિંદુ યુવકો પર હુમલો, ત્રણ ઘાયલ
મળતી માહિતી અનુસાર આ ઘર્ષણ ત્યારે થયું જ્યારે હિંદુ અને મુસ્લિમ બંને પક્ષોએ લાઉડસ્પીકર વગાડવાનું શરૂ કર્યું. રિપોર્ટ્સ જણાવે છે કે, ઘર્ષણ દરમિયાન પથ્થરમારો અને મઝહબી નારાબાજી પણ થયા. પોલીસે હિંદુઓને 8:00થી 8:30 વાગ્યા વચ્ચે આરતી કરવાનું કહ્યું હતું અને ત્યારબાદ મુસ્લિમ પક્ષને નમાજ પઢવા માટે જણાવ્યું હતું.
વિગતો અનુસાર, જ્યારે આરતીમાં ભાગ લેવા માટે ત્રણ હિંદુ યુવાનો જઈ રહ્યા હતા ત્યારે તેમની ઉપર પથ્થરો પણ ફેંકવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ જ્યારે મદિરમાં આરતી કરી રહેલા હિંદુ સમુદાયના લોકોને થઈ, ત્યારે તેઓ પણ આક્રોશિત થઈ ઉઠ્યા. તેમણે ભેગા થઈને જાલના રોડ પર ટ્રાફિક જામ કર્યો અને ન્યાય મેળવવા નારાબાજી પણ કરી. ઘાયલ થયેલા વ્યક્તિઓની ઓળખ અવિનાશ બોન્દ્રે, સાગર બંજારા અને શુભમ રાઠોડ તરીકે થઈ છે. તેમને સારવાર માટે સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન શુભમે પોલીસને જણાવ્યું હતું કે તેઓ હનુમાનજીની આરતી કરવા મંદિરે જઈ રહ્યા હતા ત્યારે અચાનક તેમના પર પથ્થરમારો શરૂ થઈ ગયો. અચાનક થયેલા હુમલામાં તેઓ ડરી ગયા અને પોતાની બાઈક છોડીને જાલના રોડ તરફ ચાલ્યા ગયા.
આ સમગ્ર મામલે પોલીસે બે ફરિયાદો દાખલ કરી છે. કૃષ્ણા નાગે નામના વ્યક્તિ દ્વારા દાખલ ફરિયાદમાં જણાવાયું છે કે, હુમલાખોરોએ તેમની અને રજની ગુપ્તા, હરીલાલ ગુપ્તા, રાજુ રોઠે, રામસનાઈ ગુપ્તા અને અન્ય કેટલાક લોકો પર હુમલો કર્યો હતો. ફરિયાદ અનુસાર સિડકો MIDC પોલીસે કામગાર કોલોનીમાં રહેતા લેલા, શકીલ જૈનુદ્દીન શેખ, અકીલ જૈનુદ્દીન શેખ, અનીસ જૈનુદ્દીન, રફીક જૈનુદ્દીન, શોએબ સલીમ કુરેશી અને અન્ય 12 જણના તોલા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. બીજી તરફ મહારાષ્ટ્ર પોલીસ પણ આ ઘટનામાં ફરીયાદી બની છે, તેમણે ASI વિષ્ણુ મુંડેની ફરિયાદ પર દીપક રાજેન્દ્ર ચૌહાણ, અજય ગાયકવાડ અને અન્ય 30 લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.