Friday, November 22, 2024
More
    હોમપેજમંતવ્ય16 વર્ષ જૂના મિત્ર હોય કે એક દીવાલના પાડોશી, હિન્દુઓ હંમેશા તેમના...

    16 વર્ષ જૂના મિત્ર હોય કે એક દીવાલના પાડોશી, હિન્દુઓ હંમેશા તેમના માટે રહેશે માત્ર ‘કાફિર’: કશ્મીરથી ઉદયપુર થઈ અમરાવતી સુધી બધુ સરખું જ

    ઉદયપુર અને અમરાવતી બંને હત્યાકાંડ બાદ અલ-તકિયા તથા લિબરલ ગેંગ લાગી પડી છે ધર્મના નામે થયેલ આ હત્યાઓને બિનધાર્મિક સાબિત કરવા, પરંતુ એજન્સીઓની તપાસમાં તેમના તમામ દાવાઓ પડી રહ્યા છે ખોટા.

    - Advertisement -

    મહારાષ્ટ્રના અમરાવતીમાં નૂપુર શર્માને ટેકો આપવા બદલ ફાર્માસિસ્ટ ઉમેશ કોલ્હેની ઘાતકી હત્યામાં પકડાયેલા વધુ બે આરોપીઓ સાથે, હવે તે પ્રકાશમાં આવ્યું છે કે કટ્ટરપંથી ઇસ્લામવાદીઓ દ્વારા થયેલ મોટાભાગની હત્યાઓની જેમ, અહી પણ કોલ્હેને તેમના જાણીતા લોકો દ્વારા જ દગો આપવામાં આવ્યો હતો.

    જેમ નૂપુર શર્માને કન્હૈયા લાલના સમર્થનને તેમના પાડોશી નાઝિમે પ્રકાશિત કર્યું હતું, જેના કારણે ઉદયપુરમાં કન્હૈયાનું માથું કાપી નાખવામાં આવ્યું હતું, કોલ્હે પણ એ પશુ ચિકિત્સક યુસુફ ખાનના ‘સારા મિત્ર’ હતા, જેણે કોલ્હે વિરુદ્ધ હત્યારાઓને ઉશ્કેર્યા હતા જેના પરિણામ સ્વરૂપ તેમની હત્યા થઈ.

    16 વર્ષથી જે હતો ઉમેશનો ‘ખાસ મિત્ર’ જ યુસુફ નીકળ્યો તેમની હત્યાનો સૂત્રધાર

    આ વાતનો ખુલાસો પીડિત ઉમેશ કોલ્હેના ભાઈ મહેશ કોલ્હેએ કર્યો હતો. તેણે કહ્યું કે આ કેસની પોલીસની નોંધથી તેને જાણવા મળ્યું છે કે નુપુર શર્મા પર તેની પોસ્ટ માટે તેના ભાઈની હત્યા કરવામાં આવી હતી.

    - Advertisement -

    મહેશ કોલ્હેએ ઉમેર્યું હતું કે ઉમેશ કોલ્હે પ્રેક્ટિસ કરતા પશુચિકિત્સક યુસુફ ખાન સાથે સારા મિત્રો હતા, જેની આ કેસમાં સંડોવણી બદલ અમરાવતીથી ધરપકડ કરવામાં આવી હતી. તેણે માહિતી આપી કે તેઓ ખાનને 2006થી ઓળખે છે.

    પીડિતાના ભાઈએ આશા વ્યક્ત કરી હતી કે તપાસની ગતિ ઝડપી બનશે કારણ કે આ કેસમાં મુખ્ય સૂત્રધારની ધરપકડ કરવામાં આવી છે અને અન્ય લોકોની પણ ધરપકડ કરવામાં આવશે. તેમણે માંગ કરી હતી કે આ કેસની સુનાવણી ફાસ્ટટ્રેક કોર્ટમાં થવી જોઈએ અને મહત્તમ સજા થવી જોઈએ.

    ચોંકાવનારી વાત તો એ છે કે જ્યારે આ હત્યામાં યુસુફના સામેલ હોવાની કોઈને જાણ નહોતી ત્યારે હત્યા બાદ કરવામાં આવેલ ઉમેશના અંતિમ સંસ્કારમાં પણ આ યુસુફ ખાન હાજર રહ્યો હતો. જ્યાં તેણે ‘અલ-તકીયા’ મુજબ બધાને એ દર્શાવવાનો પ્રયત્ન કર્યો કે આ ઘટનાથી એને દુખ થયું છે. પરંતુ હવે પોલીસ દ્વારા તપાસ દ્વારા સાબિત થયું કે આ હત્યામાં કોલ્હેનો મિત્ર યુફુફ પણ સામેલ હતો અને તેણે જ ઇસ્લામવાદીઓને ઉશ્કેરયા હતા કોલ્હેની હત્યા માટે.

    જ્યારે પોલીસે આ કેસમાં હત્યારા સહિત 5 લોકોની ધરપકડ કરી હતી, ત્યારે ગઈકાલે વધુ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, વેટરનરી ડૉક્ટર યુસુફ ખાન બહાદુર ખાન અને માસ્ટરમાઇન્ડ શેખ ઈરફાન શેખ રહીમ જે એક એનજીઓ ચલાવે છે. પોલીસના જણાવ્યા અનુસાર, યુસુફ ખાને નૂપુર શર્માને સમર્થન આપતો ઉમેશ કોલ્હેનો મેસેજ વોટ્સએપ ગ્રૂપમાં ફોરવર્ડ કર્યો હતો, અને તે ઈસ્લામવાદીઓને એમ કહીને ઉશ્કેર્યા હતા કે તે ઇશનિંદાના આરોપી ટેકો આપી રહ્યો છે. “ખાને અન્ય આરોપીઓને ઉશ્કેર્યા”, પોલીસે કહ્યું હતું.

    તો આ પરથી ફરી એક વાર એ સાબિત થયા છે કે યુસુફ ખાન જેવા કટ્ટર ઇસ્લામવાદીઓ હંમેશા દેશ, મિત્રો અને પરિવાર કરતાં પણ ધર્મને આગળ રાખે છે અને ધર્મના નામે પોતાના ખાસ પરંતુ ‘કાફિર’ મિત્રને હત્યા કરતાં કે કરાવતા પણ અચકાતાં નથી.

    ‘પાડોશી’ નાઝીમે જ કર્યા હતા કન્હૈયા લાલના ફોટા અને એડ્રેસ વોટ્સએપ પર ફરતાં

    રાજસ્થાનના ઉદયપુરમાં 28 જૂનના રોજ, કન્હૈયા લાલ નામના હિન્દુ દરજીની ભારતીય જનતા પાર્ટી (BJP)ના ભૂતપૂર્વ પ્રવક્તા નુપુર શર્માના સમર્થનમાં કથિત પોસ્ટ માટે મોહમ્મદ રિયાઝ અખ્તર અને મોહમ્મદ ગોસ નામના બે ઇસ્લામવાદીઓ દ્વારા નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. જે બાદ તે પ્રકાશમાં આવ્યું હતું કે કન્હૈયા લાલનું નામ, ફોટોગ્રાફ અને સ્થાન લીક કરવામાં આવ્યું હતું. તે તેમના જ પાડોશી નાઝિમ દ્વારા વાયરલ કરવામાં આવ્યું હતું, જેણે કથિત પોસ્ટ માટે કન્હૈયા લાલ વિરુદ્ધ ફરિયાદ પણ કરી હતી.

    શરૂઆતમાં કન્હૈયા લાલને ખબર પડી કે નાઝીમ અને તેના સમુદાયના અન્ય પાંચ લોકો તેની દુકાનની સતત રેકી કરી રહ્યા હતા. તેઓએ તેને દુકાન ખોલવા દીધી ન હતી. કન્હૈયા લાલે આ વિષયમાં પોલીસ ફરિયાદ કરીને આરોપ લગાવ્યો હતો કે પાંચથી સાત લોકો તેની દુકાન પર રેકી કરતા હતા અને જો તે દુકાન ખોલશે તો તે લોકો તેને મારવાનો પ્રયત્ન કરી શકે છે.

    કન્હૈયા લાલે તેની ફરિયાદમાં વધુમાં આક્ષેપ કર્યો હતો કે નાઝીમ અને અન્ય લોકોએ તેમના સમુદાયના વોટસએપ ગ્રુપોમાં તેમના ફોટોગ્રાફ અને સરનામા સહિતની માહિતી લીક કરી હતી. તેઓએ કથિત રૂપે સમુદાયના સભ્યોને ઉશ્કેર્યા કે જો તેઓ કન્હૈયા લાલને ક્યાંય જોવો અથવા જો તેણે દુકાન ખોલી તો તેને મારી નાખવો. તેમણે ફરિયાદમાં કહ્યું કહ્યું, “તેઓ મારા પર મારી દુકાન ન ખોલવા માટે દબાણ કરી રહ્યા છે. જો હું મારી દુકાન ખોલીશ તો તેઓ મને મારી નાખશે.” આ સાથે તેમણે પોલીસને તેની દુકાન ખોલવામાં મદદ કરવા અને સુરક્ષા આપવા વિનંતી કરી હતી.

    પરંતુ રાજસ્થાન પોલીસે કન્હૈયા લાલની ફરિયાદ પર ધ્યાન ન આપ્યું અને અંતમાં નાઝીમ અને તેના જેવા ઇસ્લામવાદીઓએ ષડયંત્ર રચીને કન્હૈયા લાલને મોતને ઘાટ ઉતારી દિધા હતા.

    કશ્મીરી પંડિતો સાથે પણ ઘટ્યું હતું કઈક આવું જ

    કટ્ટરપંથી ઇસ્લામવાદીઓ દ્વારા થ્યેલ કાશ્મીરી હિંદુઓના નરસંહારમાં પણ આવી જ ઘટનાઓ બની હતી, જેમાં એન્જિનિયર બીકે ગંજૂની ઘાતકી હત્યાનો કેસ પણ સામેલ હતો. 1990માં ઇસ્લામવાદીઓ કાશ્મીરી હિંદુઓની હત્યા કરી રહ્યા હતા, ત્યારે ગંજુ પોતાના જ ઘરમાં ચોખાના બેરલમાં છુપાયેલો હતો. પરંતુ, તેના સ્થાનનો ખુલાસો તેના જ મુસ્લિમ પાડોશીઓએ આતંકવાદીઓને કર્યો હતો. આતંકવાદીઓએ ચોખાના બેરલ પર અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને ગંજુને ઠાર માર્યો હતો જેથી કન્ટેનરમાંથી લોહી ટપક્યું હતું. લોહીમાં લથપથ ચોખા પછી ગંજુની પત્નીને બળપૂર્વક ખવડાવવામાં આવ્યા હતા.

    અન્ય પીડિત ગિરિજા ટિકૂને પણ તેના સાથીદારોએ તેના પગારનો ચેક લેવા માટે બોલાવ્યા હતા. અહેવાલો મુજબ, તેની હિલચાલની જાણ સ્થાનિક ઇસ્લામવાદીઓને કરવામાં આવી હતી અને તેને ત્રાસ આપવા માટે ટિકૂનું એક સાથીદારના ઘરેથી અપહરણ કરવામાં આવ્યું હતું, અને બાદમાં કરવતથી તેના ટુકડા કરી દેવામાં આવ્યા હતા.

    ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મમાં પણ આ ઘટનાઓને દર્શાવવામાં આવી હતી. પરંતુ ડાબેરી લિબરલોને ના તો એ ફિલ્મ ગમી હતી ના તેમાં દર્શાવેલી હકીકતો. લેફ્ટ લિબરલો રડ્યા કરતાં હતા કે ફિલ્મ નિર્માતાએ આ ફિલ્મમાં ખોટી વાતો ઉમેરી હતી. પરંતુ હાલની રાજસ્થાન અને મહારાષ્ટ્રની આ ઘટનાઓ પણ કશ્મીરની એ ઘટનાઓ સત્ય હોવાની હામી ભરતી જોવા મળે છે.

    હાલમાં આ બંને ઘટનાઓની તપાસ NIA કરી રહી છે. ઉપરોક્ત તમામ માહિતી એજન્સીઓની તપાસમાં જ સામે આવેલ છે. પરંતુ હંમેશની જેમ આ ઘટનાઓમાં પણ ઇસ્લામવાદીઓ માટે ‘અલ-તકિયા’ અને લિબરલ ગેંગ બહાર આવી ગઈ છે અને બંને ધર્મના નામે થયેલ આ હત્યાઓને બિનધાર્મિક દર્શાવવા માટે ભરપૂર પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ તેમના દાવાઓ તપાસ દ્વારા એક પછી એક ખોટા સાબિત થઈ રહ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં