Friday, November 22, 2024
More
    હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિઅંબાજી બાદ હવે અમદાવાદમાં ભરાશે બાગેશ્વરધામ સરકારનો દિવ્ય દરબાર: હાથીજણમાં હનુમાન કથા...

    અંબાજી બાદ હવે અમદાવાદમાં ભરાશે બાગેશ્વરધામ સરકારનો દિવ્ય દરબાર: હાથીજણમાં હનુમાન કથા અને ગરબાનું પણ થશે આયોજન

    આ કથા ત્રણ દિવસની હશે. 18 ઓકટોબરથી 20 ઓકટોબર સુધી હનુમાન કથાનું રસપાન કરી શકાશે. જેમાં 19 ઓક્ટોબરે દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવશે. 17 ઓક્ટોબરે અમદાવાદમાં બાબાની કથાને લઈને કળશયાત્રાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

    - Advertisement -

    એક તરફ ગુજરાતમાં ધામધૂમથી નવરાત્રિ ઉજવાઈ રહી છે અને બીજી તરફ બાબા બાગેશ્વર તરીકે ઓળખાતા ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતને હનુમાન કથાનું રસપાન કરાવી રહ્યા છે. પવિત્ર શક્તિપીઠ અંબાજી ખાતે હનુમાનકથા અને દિવ્ય દરબાર કર્યા બાદ હવે બાગેશ્વરધામના પીઠાધિશ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી અમદાવાદમાં આવી રહ્યા છે. અમદાવાદમાં ત્રિદિવસીય હનુમાનકથા અને દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે.

    બાગેશ્વરધામના પીઠાધિશ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી અંબાજી બાદ હવે અમદાવાદમાં આવી રહ્યા છે. અમદાવાદના હાથીજણ વિસ્તારમાં આવેલા લાલગેબી આશ્રમ નજીક બાબાની હનુમાનકથા યોજાવા જઈ રહી છે.

    આ કથા ત્રણ દિવસની હશે. 18 ઓકટોબરથી 20 ઓકટોબર સુધી હનુમાન કથાનું રસપાન કરી શકાશે. જેમાં 19 ઓક્ટોબરે દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવશે. 17 ઓક્ટોબરે અમદાવાદમાં બાબાની કથાને લઈને કળશયાત્રાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

    - Advertisement -

    અમદાવાદમાં કથા, દિવ્ય દરબાર અને ગરબાનો કાર્યક્રમ

    અમદાવાદના હાથીજણ વિસ્તારમાં આવેલા લાલગેબી આશ્રમ પાસે બુધવારથી (18 ઓકટોબરથી) ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની કથા સાંભળી શકાશે. 18 ઓક્ટોબરે સાંજે 5:00 વાગ્યાથી બાબા કથાનું રસપાન કરાવશે. 19 ઓક્ટોબરે બપોરે 4 વાગ્યે બાબાનો દિવ્ય દરબાર યોજાશે. એ ઉપરાંત રાત્રે 8 થી 9 વાગ્યા સુધી ગરબાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર અને હનુમાન કથા અમદાવાદના વટવા વિસ્તારના શિવકૃપા મિત્ર મંડળ દ્વારા યોજવામાં આવી છે.

    હાથીજણ વિસ્તારમાં મહેમદાવાદ રોડ પર આવેલા મેદાનમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કથાને ધ્યાનમાં રાખીને લોકો માટે પૂરતી પાર્કિંગથી લઈને તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. અનેક લોકો અમદાવાદ ખાતે બાબાના દિવ્ય દરબાર અને હનુમંત કથાનો લાભ લઈ શકશે.

    અંબાજીમાં ‘લવ જેહાદ’ પર આપ્યું હતું નિવેદન

    આ પહેલાં બાબા બાગેશ્વર પવિત્ર શક્તિપીઠ અંબાજી ખાતે કથાનું રસપાન કરાવી રહ્યા હતા. જેમાં દિવ્ય દરબારના આયોજન પહેલાં તેમણે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. પત્રકાર પરિષદમાં તેમણે નવરાત્રિ અને લવ જેહાદને લઈને નિવેદન આપ્યું હતું.

    તેમણે કહ્યું હતું કે, “લવ જેહાદ સ્કૂલ-કોલેજમાં ફેલાઈ રહ્યો છે. નવરાત્રિમાં ગરબામાં ભાઈચારાના નામે આવતા મુસ્લિમ યુવકો પોતાની બહેનોને પણ ગરબામાં લાવી બહેનચારો પણ નિભાવે. આયોજકોએ ગરબામાં આવતા તમામ લોકોને તિલક કરી, ગંગાજળ-ગૌમૂત્રનું આચમન કરાવીને જ પ્રવેશ આપવો જોઈએ.” બાબા બાગેશ્વરે આ નિવેદન નવરાત્રિમાં થતાં લવ જેહાદના કિસ્સાઓને લઈને આપ્યું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં