Friday, May 3, 2024
More
    હોમપેજદુનિયા'ભારત ચંદ્ર પર પહોંચી ગયું, આપણે જમીન પરથી ઉપર નથી ઉઠી શકતા':...

    ‘ભારત ચંદ્ર પર પહોંચી ગયું, આપણે જમીન પરથી ઉપર નથી ઉઠી શકતા’: પાકિસ્તાનની ગગડતી અર્થવ્યવસ્થા પર પૂર્વ PM નવાઝ શરીફનો બળાપો

    ભારત સાથે સરખામણી કરતાં નવાઝે કહ્યું, "પાકિસ્તાનની આજે જે સ્થિત છે એના માટે ભારત, અમેરિકા કે અફઘાનિસ્તાન જવાબદાર નથી, પરંતુ પાકિસ્તાન પોતે જ પોતાના પગ પર કુહાડી મારી રહ્યું છે.

    - Advertisement -

    પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે ભારત અને પાકિસ્તાનની આર્થિક સ્થિતિની સરખામણી કરીને પાકિસ્તાનની કથળતી સ્થિતિ પર ફિટકાર વરસાવી હતી. બંને દેશોની સરખામણી કરીને તેમણે કહ્યું કે, ભારત એક તરફ જ્યાં ચંદ્ર પર પહોંચી ગયું છે અને આપણે જમીન પરથી પણ ઉપર ઊઠી શકતા નથી.

    બુધવારે (20 ડિસેમ્બર, 2023) પાકિસ્તાન મુસ્લિમ લીગ (એન)ના અધ્યક્ષ અને પૂર્વ પાક પીએમ નવાઝ શરીફે આ વાતો કહી હતી અને દેશની અર્થવ્યસ્વ્થા સામે પ્રશ્નો કર્યા હતા. પાર્ટીને સંબોધતી વખતે નવાઝ શરીફે ભારતનાં ભરપૂર વખાણ કર્યાં તો પાકિસ્તાનની અર્થવ્યવસ્થાની પોલ ખોલી નાખી હતી. ભારત સાથે સરખામણી કરતાં નવાઝે કહ્યું, “પાકિસ્તાનની આજે જે સ્થિત છે એના માટે ભારત, અમેરિકા કે અફઘાનિસ્તાન જવાબદાર નથી, પરંતુ પાકિસ્તાન પોતે જ પોતાના પગ પર કુહાડી મારી રહ્યું છે. પાકિસ્તાની સેનાએ ચૂંટણીમાં ગેરરીતી કરી દેશમાં એવી સરકાર બનાવી દીધી કે જેના કારણે દેશના લોકો દુઃખ અને આર્થિક પતન તરફ ધકેલાઈ રહ્યા છે.” વધુમાં કહ્યું “આપણો પાડોશી દેશ ચંદ્ર પર પહોચીં ગયો છે અને એક તરફ આપણે છીએ કે જે જમીનથી ઉભા નથી થઈ શકતા.”

    આ પહેલાં પણ નવાઝ શરીફે ભારતના વિકાસની પ્રશંસા કરી હતી. ભારત સરકારે જ્યારે ચંદ્ર પર પોતાનું ચંદ્રયાન-3 ઉતાર્યું અને મિશન સફળ થયું, ત્યારે પણ બંને દેશોની સરખામણી કરતાં કહ્યું હતું કે, “આજે જ્યારે પાકિસ્તાની PM દેશ-વિદેશમાં પૈસાની ભીખ માંગી રહ્યા છે, ત્યારે બીજી બાજુ ભારત ચંદ્ર પર પહોચી ગયું છે અને સાથે G20ની બેઠકોનું આયોજન પણ કરે છે. ભારતે કર્યું એ પાકિસ્તાન શા માટે નથી કરી શકતું અને આ માટે કોણ જવાબદાર છે?”

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફ ઘણા સમયથી લંડનમાં રહેતા હતા. પાકિસ્તાનમાં તેમની સામે ભ્રષ્ટાચાર મામલે કેસ ચાલી રહ્યો હતો. થોડા સમય પહેલાં જ તેમને ઇસ્લામાબાદની હાઈકોર્ટે અલ-અઝીઝિયા સ્તોઈલ મિલ કૌભાંડના કેસમાં મુક્ત કર્યા હતા. જ્યારે બીજા એક મિલકતના કેસમાં પણ તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. અહેવાલો પ્રમાણે આ વખતે ફરી નવાઝ શરીફ પાકિસ્તાનમાં ચૂંટણી લડવાના છે. આ એમનો ચોથો પ્રયત્ન હશે. હાલ તેઓની ઉંમર 73 વર્ષની છે. આ પહેલાં તેઓ ત્રણ વાર PM પદ માટે ચૂંટણી લડી ચૂક્યા છે. તેઓ 1990-1993, 1997-1998 અને 2013-2017 એમ ત્રણ ટર્મ દેશના વડાપ્રધાન પદે રહી ચૂક્યા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં