Tuesday, October 8, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટનેપાળમાં ભયંકર પૂર, ભૂસ્ખલન: 6 ફૂટબોલ ખેલાડીઓ સહિત 120થી વધુને ભરખી ગયો...

    નેપાળમાં ભયંકર પૂર, ભૂસ્ખલન: 6 ફૂટબોલ ખેલાડીઓ સહિત 120થી વધુને ભરખી ગયો કાળ, અનેક ઘાયલ, સેંકડો લાપતા

    પાડોશી દેશ નેપાળ કપરા સમયમાંથી પસાર થઈ રહ્યો છે. નેપાળમાં ભયંકર પૂર અને ભૂસ્ખલનથી તબાહી મચી છે. કુદરતના આ કહેરમાં અત્યાર સુધી 120થી વધુ લોકોના મોત નીપજ્યા છે. મૃતકોમાં 6 ફૂટબોલ ખેલાડીઓનો પણ સમાવેશ થાય છે.

    - Advertisement -

    પાડોશી દેશ નેપાળ કપરા સમયમાંથી પસાર થઈ રહ્યો છે. નેપાળમાં ભયંકર પૂર અને ભૂસ્ખલનથી તબાહી મચી ગઈ છે. જાણવા મળી રહ્યું છે કે, કુદરતના આ કહેરમાં અત્યાર સુધીમાં 120થી વધુ લોકોના મોત નીપજ્યા છે. મૃતકોમાં 6 ફૂટબોલ ખેલાડીઓનો પણ સમાવેશ થાય છે. હાલ મધ્ય અને પૂર્વ નેપાળનો મોટાભાગનો વિસ્તારનો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. પ્રશાસન સતત બચાવ કામગીરી કરી રહ્યું છે. આ સાથે જ અહેવાલોમાં કહેવાય રહ્યું છે કે, આ ઘટનાને લઈને મૃતકોનો આંકડો વધી શકે તેવી સંભાવના છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર, નેપાળી પોલીસે માહિતી આપી છે કે, 120થી વધુ લોકોના મોત થયા છે અને હજુ પણ 64 લોકો લાપતા છે. મૃતકોનો સહુથી મોટો આંકડો કાઠમંડુથી સામે આવ્યો હોવાનું કહેવાયું છે. અહીં 48 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. કહેવા આવી રહ્યું છે કે, અહીં 200 જેટલા મકાનો અને 8 જેટલા પૂલ ક્ષતિગ્રસ્ત થયા છે. નેપાળી રાહત ટીમો અને પોલીસે અત્યાર સુધી 3100 લોકોના જીવ બચાવીને તેમને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે.

    મળતી માહિતી અનુસાર, કાઠમંડુ નજીકના ધાદિંગ જિલ્લામાં શનિવારે એક બસ ભૂસ્ખલનનો ભોગ બનતા 19થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. ભક્તાપુરમાં પણ મકાન ધરાશાયી થતા એક સાથે 5 લોકોના મોત નીપજ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી સામે આવેલા આંકડા મુજબ કૂલ 122 આસપાસ લોકોએ પોતાના જીવ ખોયા છે. કહેવામાં આવી રહ્યું છે કે, કાઠમંડુ ઘાટીમાં છેલ્લા 40-45 વર્ષમાં તારાજીના આવા દ્રશ્યો ક્યારેય નથી સર્જાયા.

    - Advertisement -

    6 ફૂટબોલ ખેલાડીઓને કાળ ભરખી ગયો, એક સાથે ત્રણ બસ ભૂસ્ખલનમાં ફસાઈ

    પ્રાપ્ત માહિતી અનુસાર, નેપાળના મકવાનપુરમાં ‘ઓલ ઇન્ડિયા નેપાળ એસોસિયેશન’ દ્વારા એક ફૂટબોલ કોચિંગ સેન્ટર ચલાવવામાં આવતું હતું. ભારે તારાજીથી અહીં ટ્રેનિંગ સેન્ટરમાં ભૂસ્ખલન થતા એક સાથે 6 ખેલાડીઓને કાળ ભરખી ગયો છે. આ સમાચારથી નેપાળમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બીજી તરફ નારાયણઘાટ-કાઠમંડુ ખાતે એક સાથે ત્રણ બસ ભૂસ્ખલનથી દુર્ઘટનાગ્રસ્ત બની છે. ત્રણેય બસોના થઈને અત્યાર સુધીમાં 35 લોકોના મૃત્યુના સમાચાર સામે આવ્યા છે.

    નેપાળમાં ભયંકર પૂર અને ભૂસ્ખલનથી થયેલી તબાહી બાદ જનજીવન ખોરવાઈ ગયું છે. ચારો તરફ પાણી અને કાટમાળ જોવા મળી રહ્યો છે. અનેક રાજમાર્ગો અને રસ્તાઓ પણ ક્ષતિગ્રસ્ત થઈ જતા તેને બંધ કરી દેવામાં આવ્યા છે. અનેક પૂલ અને મકાનો ધસી પડ્યા છે. સેંકડો પરિવારોના હજારો લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. લોકોના માથે છત નથી અને તેઓ સેના અને પોલીસ પર નિર્ભર છે. રસ્તાઓ બંધ થઇ જવાના કારણે અનેક યાત્રીઓ પણ નેપાળમાં ફસાઈ ગયા છે, જેમાંથી અનેક ભારતીયો પણ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં