Sunday, October 13, 2024
More
    હોમપેજક્રાઈમભડકે બળી રહ્યું છે 'ગ્રેટ બ્રિટન', લીડ્સ શહેરમાં રમખાણ: ટોળાઓ રસ્તા પર...

    ભડકે બળી રહ્યું છે ‘ગ્રેટ બ્રિટન’, લીડ્સ શહેરમાં રમખાણ: ટોળાઓ રસ્તા પર ઉતરી આવ્યા, પોલીસની ગાડીઓ પલટી, ફૂંકી મારી બસ

    બ્રિટનના લીડ્સ શહેરમાં આવેલા હેયર હિલ્સ વિસ્તારમાં આ રમખાણ થયા હતા. સ્થાનિક સમય અનુસાર સાંજે 5 વગ્યા આસપાસ આ રમખાણો શરૂ થયા. ઉશ્કેરાયેલા ટોળાએ રસ્તા પર ઉતરીને ટ્રાફિક બંધ કરાવી દીધો. આ દરમિયાન એક પોલીસ કાર તેમની ઝપેટમાં આવી જતા તેમણે તેને પલટાવી નાંખી હતી.

    - Advertisement -

    બ્રિટનના (Britain) લીડ્સ શહેરમાં રમખાણ ફાટી નીકળ્યા હોવાનું સામે આવી રહ્યું છે. અહેવાલો અનુસાર એક વિસ્તારમાં વસતા કેટલાક મૂળ બહારના નાગરિકોએ રમખાણ મચાવી દીધું. કેટલાક ખાનગી અને પોલીસના વાહનો ફૂંકી મારવામાં આવ્યા. હુલ્લડ પાછળ એક સમુદાય અને સ્થાનિક સરકારી એજન્સી વચ્ચેનો વિવાદ હોવાનું સામે આવી રહ્યું છે. હજુ સુધી આ ઘટનામાં કોઈ જાનમાલના નુકસાનના સમાચાર સામે નથી આવ્યા.

    પ્રાપ્ત માહિતી અનુસાર બ્રિટનના લીડ્સ (Leeds) શહેરમાં આવેલા હેયર હિલ્સ વિસ્તારમાં આ રમખાણ થયા હતા. સ્થાનિક સમય અનુસાર સાંજે 5 વગ્યા આસપાસ આ રમખાણો શરૂ થયા. ઉશ્કેરાયેલા ટોળાએ રસ્તા પર ઉતરીને ટ્રાફિક બંધ કરાવી દીધો. આ દરમિયાન એક પોલીસ કાર તેમની ઝપેટમાં આવી જતા તેમણે તેને પલટાવી નાંખી હતી. આટલું જ નહીં, લોકોએ એક બસને પણ ફૂંકી માર હતી. આ ધમાલના અનેક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે.

    વાયરલ થઇ રહેલા વિડીયોમાં જોઈ શકાય છે કે અનેક લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. તે લોકો ઉત્પાત મચાવી રહ્યા છે. પોલીસની ગાડીઓમાં તોડફોડ કરવામાં આવી રહી છે. આગના ભડકા પણ નજરે પડી રહ્યા છે. ઉન્માદી ટોળામાં કેટલા બાળકો પણ નજરે પડી રહ્યા છે. ચાલી રહેલી હિંસામાં ક્યાય પોલીસ નજરે નથી આવી રહી. લોકો ચિચિયારીઓ પડી રહ્યા છે. ટોળામાં આગનો ભડકો પણ નજરે પડી રહ્યો છે. અ એ જ બસ છે જેને ટોળાએ ફૂંકી મારી હતી.

    - Advertisement -

    શા માટે ભડકે બળ્યું બ્રિટીશ શહેર?

    હુલ્લડ (Leeds Riots) પાછળનું કારણ હાલ બહારથી આવેલો એક સમુદાય અને સ્થાનિક પ્રશાસન વચ્ચે ચાલી રહેલો વિવાદ છે. વાસ્તવમાં બહારથી આવેલા એક સમુદાયની આર્થિક હાલત કથળેલી હોવાના કારણે બ્રિટેનમાં બાળકોની દેખરેખ કરતી ચાઈલ્ડ કેયર એજન્સી તેમને પોતાની સાથે લઇ જઈને તેમનું ધ્યાન રાખવા માંગતી હતી. તો બીજી તરફ બહારથી આવેલો સમુદાય તેના વિરોધમાં હતો.

    અહેવાલોમાં જણાવ્યા અનુસાર એજન્સીએ બાળકોને પોતાના સંરક્ષણ ગૃહમાં લઇ જવાનો પ્રયત્ન કરતા જ મામલો બીચકયો હતો અને એજન્સી વિરુદ્ધ પ્રદર્શન ચાલુ કરી દીધું. જોતજોતામાં રસ્તા પર હજારોના ટોળા ઉતરી આવ્યા અને તોડફોડ શરૂ થઈ ગઈ. આ આખો વિસ્તાર શરણાર્થીઓનો (refugees) છે અને બ્રિટન બહારથી આવેલા લોકો અહીં વસે છે.

    કહેવામાં આવી રહ્યું છે કે આ શરણાર્થીઓની આર્થિક હાલત ખૂબ જ નબળી છે અને તેઓ પોતાના બાળકોનું સારી રીતે પોષણ કરવામાં સક્ષમ નથી. આ કારણોસર જ સ્થાનિક એજન્સીએ તેમના બાળકોની જવાબદારી ઉપાડવાની તૈયારી દર્શાવી અને તેમને સંરક્ષણ ગૃહમાં લાવવાનો પ્રયત્ન કર્યો. બીજી તરફ બાળકોના માતા-પિતા તેમને પોતાની સાથે રાખવા માંગે છે અને આ કારણે જ આ હિંસા ફાટી (Violence) નીકળી છે.

    બ્રિટનમાં હિંસા નવી વાત નહીં

    ઉલેખનીય છે કે આ કોઈ નવી વાત નથી કે બ્રિટનમાં હિંસા ફાટી નીકળી હોય. વર્ષ 2022માં ઇંગ્લેન્ડના લેસ્ટર શહેરમાં હિંદુઓ વિરુદ્ધ હિંસા ફાટી નીકળી હતી. ઇસ્લામિક કટ્ટરવાદીઓએ ખોટા સમાચારોનો આધાર લઈને હિંદુ વિસ્તારોમાં જઈને તેમના ઘરોને નિશાન બનાવ્યા હતા. સેંકડો ઇસ્લામિક કટ્ટરવાદીઓએ (Radical Islamists) હિંદુઓ અને તેમની આસપાસના ઘરો પર હુમલો કર્યો. આ ઘટના 16 સપ્ટેમ્બર, 2022ના રોજ ઘટી હતી. હિંદુઓના ઘરોને નિશાન બનાવી રહ્યાં હતા અને પોલીસ પણ મુક દર્શક બનીને જોતી રહી હતી. ત્યારે ફરી એક વાર બ્રિટનના અન્ય એક શહેરમાં હિંસાના સમાચાર ચિંતાનો વિષય છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં