Saturday, October 5, 2024
More
    હોમપેજક્રાઈમપ્રતિબંધિત કટ્ટરપંથી ઇસ્લામિક સંપ્રદાયે 'વ્યાપારી સમૂહ' બનાવી ઉભા કરેલા બાળગૃહમાં સેંકડો બાળકો...

    પ્રતિબંધિત કટ્ટરપંથી ઇસ્લામિક સંપ્રદાયે ‘વ્યાપારી સમૂહ’ બનાવી ઉભા કરેલા બાળગૃહમાં સેંકડો બાળકો સાથે શારીરિક શોષણ: મલેશિયામાં દેશવ્યાપી દરોડા બાદ 500થી વધુ બાળકો બચાવાયા

    સોમવાર સુધીમાં GISB દ્વારા સંચાલિત વિવિધ બાળગૃહોમાંથી કુલ 572 બાળકોને બચાવી લેવામાં આવ્યા છે. આમાંથી 59 બાળકો તો 5 વર્ષથી ઓછી ઉંમરના હોવાનું સામે આવ્યું છે. મોટા ભાગના બાળકોનું શારીરિક શોષણ કર્યું હોવાનું પણ સામે આવ્યું છે.

    - Advertisement -

    તાજેતરમાં મલેશિયાથી સામે આવેલી ખબરે સહુ કોઈને ચોંકાવી દીધા છે. અહીં એક કૌભાંડને લઈને સ્વઘોષિત ‘બિઝનેસ જૂથ’ સામે રાષ્ટ્રવ્યાપી પોલીસ કાર્યવાહી થઈ હતી. ત્યારે હવે પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે તે તથાકથિત બીઝનેસ ગ્રુપ વાસ્તવમાં કટ્ટરપંથી મુસ્લિમોનો એક સમૂહ છે કે જે પોતાને વેપારી સંગઠન તરીકે ઓળખાવતું હતું. ઘટસ્ફોટ થયો છે કે મલેશિયામાં ‘ગ્લોબલ ઇખવાન સર્વિસીસ એન્ડ બિઝનેસ હોલ્ડિંગ્સ’ (GISB) જે ‘ચિલ્ડ્રન હોમ્સ’ ચલાવી રહ્યું હતું ત્યાં બાળકોનું શોષણ અને અત્યાચાર થઇ રહ્યા હતા. હાલ મલેશિયામાં કટ્ટરપંથી સમુદાય દ્વારા સંચાલિત બાળગૃહોમાંથી 500 બાળકો બચાવાયા છે.

    અહેવાલો અનુસાર આ આખું કૌભાંડ સૌ પ્રથમ વખત ત્યારે બહાર આવ્યું હતું જ્યારે મલેશિયાની પોલીસની ટીમોએ અનેક ફરિયાદો બાદ GISB દ્વારા સંચાલિત ચિલ્ડ્રન હોમ્સમાં દરોડા પાડવાનું શરૂ કર્યું. વારંવાર થયેલી ફરિયાદો અને વિરોધ બાદ મલેશિયાના રાજાએ કાયદાકીય વિભાગોને GISB સામે ત્વરિત પગલાં લેવાનો આદેશ આપ્યો હતો. તેઓએ આમાંથી 20 ચિલ્ડ્રન હોમ્સ પર દરોડા પાડ્યા હતા અને ટૂંકા સમયમાં જ લગભગ 400 બાળકોને બચાવી લેવામાં આવ્યા હતા. વિવિધ વિભાગોને સાથે રાખીને મોટા પાયે કરવામાં આવેલી કાયદાકીય કાર્યવાહીમાં, રોયલ મલેશિયન પોલીસે 11 સપ્ટેમ્બરના રોજ GISB સામે ‘ઓપરેશન ગ્લોબલ’ શરૂ કર્યું હતું.

    સેંકડો બાળકોનું રેસ્ક્યુ, 355થી વધુની ધરપકડ

    23 સપ્ટેમ્બર, સોમવાર સુધીમાં GISB દ્વારા સંચાલિત વિવિધ બાળગૃહોમાંથી કુલ 572 બાળકોને બચાવી લેવામાં આવ્યા છે. આમાંથી 59 બાળકો તો 5 વર્ષથી ઓછી ઉંમરના હોવાનું સામે આવ્યું છે. બચાવી લેવામાં આવેલા એક બાળક એ પણ છે જેને ડંડાથી માર મારતો વિડીયો વાયરલ થયો હતો. ઉપરાંત અન્ય એક બાળકને પગ નીચે કચડવાનો વિડીયો પણ સામે આવ્યો હતો.

    - Advertisement -

    મલેશિયાના રાષ્ટ્રીય પોલીસ વડા રઝરુદ્દીન હુસૈને આ મામલે મીડિયાને માહિતી આપી છે કે અત્યાર સુધીમાં તપાસ અને તબીબી પરીક્ષણમાં જાણવા મળ્યું છે કે ઓછામાં ઓછા 172 બાળકો શારીરિક અને માનસિક શોષણનો ભોગ બન્યા છે, આટલું જ નહીં, ઓછામાં ઓછા 13 બાળકો પર GISB દ્વારા સંચાલિત બાળગૃહોમાં દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. હુસેને વધુમાં જણાવ્યું હતું કે, પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં 355થી વધુ વ્યક્તિઓની ધરપકડ કરી છે.

    બચાવી લેવામાં આવેલા બાળકો અનાથ નહીં

    મલેશિયાની પોલીસે વધુ એક ચોંકાવનારો ઘટસ્ફોટ કરતાં માહિતી આપી છે કે બચાવાયેલાં બાળકો અનાથ નથી, પરંતુ કટ્ટરવાદી સમુદાયના GISBના કર્મચારીઓના જ સંતાનો છે. તેઓને તેમના માતાપિતાથી અલગ કરી દેવામાં આવ્યા છે અને ખૂબ જ નાનપણથી જ GISB ચિલ્ડ્રન હોમ્સમાં ભરતી કરી દેવામાં આવ્યા છે. GISBમાંના બાળગૃહોમાં તેમના બાળકોને ઇસ્લામ પ્રત્યે વફાદાર રહેવા માટેના પાઠ ભણાવવા માટે મોકલવામાં આવ્યા હતા.

    બાળકોના માતાપિતા સામે નથી આવ્યા

    બીજી તરફ આ મામલે અધિકારીઓએ ખુલાસો કર્યો છે કે બાળકો GISBના કર્મચારીઓ અને અનુયાયીઓના સંતાનો હોવા છતાં, તેમાંથી કોઈ પણ તેમને પરત લેવા આગળ આવ્યું નથી. બાળકો તેમના માતાપિતાને જાણતા નથી કારણ કે તેઓ ખૂબ જ નાનપણથી જ તેમનાથી દૂર ઉછરેલા છે. કહેવામાં આવે છે કે GISBએ બાળકોને ‘અનાથ’ તરીકે જ ઉછેર કર્યો હતો અને લોકો પાસેથી દાનના નામે રૂપિયા પડાવવા માટે બાળગૃહોને ‘અનાથાશ્રમ’ તરીકે દર્શાવ્યું હતું. મલેશિયાના કાયદા અનુસાર, આ સમગ્ર કૌભાંડ છેતરપીંડી અને કાવતરા કરવા અતર્ગત આવે છે અને તે દંડનીય અપરાધ છે. ધરપકડ કરવામાં આવેલા સંસ્થાના કર્મચારીઓમાં પણ અનેક લોકો એવા છે જેમના સંતાનો આમાં ભોગ બન્યા છે. જોકે તેમણે પોતાના બાળકો સાથેના સંબંધો નકારી દીધા છે.

    હાલ મલેશિયાની સરકાર બચાવાયેલા બાળકોને સરકાર સંચાલિત શેલ્ટર હોમમાં મોકલીને તેમની સારસંભાળ લઇ રહી છે. શિક્ષણ વિભાગે બાળકોને ભણાવવા માટે ખાસ શિક્ષણ મોડ્યુલ શરૂ કર્યું છે. બચાવેલ બાળકોની તબીબી તપાસ, સારવાર અને કાઉન્સેલિંગ ચાલી રહ્યા છે.

    GISB અને પ્રતિબંધિત અલ અરકમ સંપ્રદાય

    ઉલ્લેખનીય છે કે, અલ અરકમ સંપ્રદાયની શરૂઆત આશારી મોહમ્મદ નામના ઇસ્લામિ નેતાએ કરી હતી. મલેશિયાની સરકારે 1994માં આ સમુદાયને પાખંડી અને વિચલિત સંપ્રદાય ગણાવીને તેના પર પ્રતિબંધ મૂક્યો હતો. જો કે, અલ અરકમના ભૂતપૂર્વ સભ્યો પ્રતિબંધ લાગ્યા તેના ટૂંક જ સમયમાં ફરીથી ભેગા થયા અને GISB શરૂ કર્યું. GISB એક વ્યાપારી જૂથ તરીકે ઓળખ બતાવે છે અને સમગ્ર મલેશિયામાં મીની-માર્કેટ્સ, બેકરીઓ, રેસ્ટોરાં અને ફાર્મસીઓ સહિત બહુવિધ વ્યાવસાયિક એકમો ચલાવે છે. GISB પણ તેના મૂળ અલ અરકમ સંપ્રદાયની જેમ ચોક્કસ ‘ઇસ્લામિક જીવનશૈલી’ મુજબ જીવવાના પાઠ પઢાવે છે.

    મીડિયા સાથે વાત કરતા પોલીસ વડા રઝરુદ્દીન હુસૈને માહિતી આપી હતી કે અલ અરકમ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવા છતાં, GISBનો સતત ફૂલ્યું-ફાલ્યું છે અને વર્તમાનમાં મલેશિયામાં પ્રતિબંધિત અલ અરકમ ઉપદેશો અને જીવનશૈલી અનુસરતા 10 હજાર લોકો અસ્તિત્વ ધરાવે છે.

    કરોડોની સંપત્તિ જપ્ત, બેન્ક ખાતા ફ્રિઝ

    નોંધનીય છે કે દરોડા દરમિયાન મલેશિયાના સરકારી અને પોલીસ અધિકારીઓએ GISB પરિસરમાંથી પત્રિકાઓ અને દસ્તાવેજો પણ કબજે કર્યા છે અને આગળની કાર્યવાહી માટે તેને ઇસ્લામિક વિકાસ મલેશિયાના વિભાગને સોંપ્યા છે. દેશભરમાં GISBના 153થી વધુ બેંક ખાતાઓ, કુલ મળીને આશરે 882,795 આરએમ ફ્રીઝ કરવામાં આવ્યા છે. GISBની માલિકીના 38 વાહનો, જેની કુલ કિંમત 3.9 મિલિયન આરએમબી છે, અને 14 સંપત્તિઓ પણ સરકારે જપ્ત કરી છે.

    GISB હાલમાં સુરક્ષા અપરાધો (Special Measures) અધિનિયમ 2012 (Sosma) અને એન્ટી-મની લોન્ડરિંગ, એન્ટિ-ટેરરિઝમ ફાઇનાન્સિંગ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓની આવક અધિનિયમ 2001 (AMLATFPUAA) હેઠળ આરોપોનો સામનો કરી રહ્યું છે. બીજી તરફ આ કેસમાં ધરપકડ કરાયેલા 355 વ્યક્તિઓમાં મઝહબી અભ્યાસના ‘શિક્ષકો’, GISBના નેતા નસીરૂદ્દીન અલી અને તેના પરિવારના સભ્યો, જેમાં તેની અનેક પત્નીઓનો પણ સમાવેશ થાય છે, અને અલ અરકમના મૃતક નેતા આશારી મોહમ્મદના પરિવારના સભ્યોનો સમાવેશ થાય છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં