Thursday, April 18, 2024
More
  હોમપેજદેશ'ગૌમાંસ ખાઈને પ્રચાર કરનારને જગન્નાથ મંદિરમાં પ્રવેશ કેમ?': યુ-ટ્યુબર કામિયા જાનીનો વિડીયો...

  ‘ગૌમાંસ ખાઈને પ્રચાર કરનારને જગન્નાથ મંદિરમાં પ્રવેશ કેમ?’: યુ-ટ્યુબર કામિયા જાનીનો વિડીયો સામે આવ્યા બાદ વિવાદ, ભાજપે ધરપકડની માંગ કરી

  કામિયા જાની એક જાણીતી યુટ્યુબર અને સોશિયલ મીડિયા ઇન્ફ્ય્લુએન્સર છે. તે પોતાની યુટ્યુબ ચેનલ 'કર્લી ટેલ્સ'ની ફાઉન્ડર છે. આ ચેનલમાં 2 મીલીયનથી વધું સબસ્ક્રાઈબર્સ છે. આ પહેલા કામીયાએ એક વિડીયો શેર કર્યો હતો, જેમાં તે બીફ (ગૌમાંસ)નું પ્રમોશન કરતી જોવા મળી હતી.

  - Advertisement -

  સોશિયલ મીડિયા ઇન્ફ્લ્યુએન્સર અને યુ-ટ્યુબ ચેનલ ચલાવતી કામિયા જાનીનો જગન્નાથ પુરી મંદિરનો વિડીયો વાયરલ થયા બાદ વિવાદ થયો છે. આ વિડીયોમાં કામિયા BJD નેતા વીકે પાંડિયન સાથે મંદિર પરિસરમાં જોવા મળી રહી છે. આ દરમિયાન તે બંને એ મંદિરનો મહાપ્રસાદ પણ ચાખ્યો હતો. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ હવે ઓડિશા ભાજપે તેનો વિરોધ કર્યો છે. સવાલ પૂછવામાં આવી રહ્યા છે કે ગૌમાંસ ખાનાર અને તેનો પ્રચાર કરનાર વ્યક્તિને મંદિરમાં પ્રવેશ કેવી રીતે આપવામાં આવ્યો? સાથે જ કામિયાની ધરપકડ કરવાની માંગ પણ કરવામાં આવી છે.

  હાલ સોશિયલ મીડિયામાં એક વિડીયો ખૂબ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં યુ-ટ્યુબર કામિયા જાની અને સરકારી અધિકારીમાંથી બીજેડીના નેતા બનેલા વીકે પાંડિયન એક સાથે જોવા મળી રહ્યા છે. આ વિડીયો ઓડિશાના પ્રખ્યાત જગન્નાથ મંદિરમાં બનાવવામાં આવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે કામિયા અને પાંડિયન પુરી મંદિરના મહાપ્રસાદને ચાખી રહ્યા છે અને તેના વિશે માહિતી આપી રહ્યા છે. આ વિડીયોમાં તે બંને પુરી શ્રીમંદિર હેરીટેજ કૉરીડોર પરિયોજના વિશે પણ ચર્ચા કરી રહ્યા છે.

  ભાજપે કર્યો વિરોધ

  આ વિડીયો સામે આવ્યા બાદ વિવાદ ઉભો થયો હતો. વિડીયોને લઈને ઓડિશા ભાજપે પણ વિરોધ નોંધાવ્યો હતો. પોતાના આધિકારિક X હેન્ડલ પર ભાજપ દ્વારા લખવામાં આવ્યું હતું કે, “ઐતિહાસિક અને આધ્યાત્મિક વિરાસતથી સમૃદ્ધ પુરી શ્રીમંદિરની પવિત્રતાનું વીકે પાંડિયન દ્વારા શરમજનક રીતે અપમાન કરવામાં આવ્યું છે. તેમણે ગૌમાંસને પ્રમોટ કરનારને જગન્નાથ મંદિરના પ્રતિષ્ઠિત મંદિર પરિસરમાં પ્રવેશવાની અનુમતિ આપી. બીજેડી ઓડિશાના લોકોની ભાવનાઓ અને જગન્નાથ સંસ્કૃતિની પવિત્રતા પ્રત્યે ગેરજવાબદાર રહે છે. જવાબદાર લોકોને ખુબ જ જલ્દી પરિણામો ભોગવવા પડશે.”

  - Advertisement -

  આટલું જ નહીં, આ મામલે ઓડિશા ભાજપના મહાસચિવ જતિન મોહંતીએ પણ પ્રતિક્રિયા આપી હતી. મીડિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, “બીજેડી નેતા વીકે પાંડિયને યુટ્યુબર કામિયા જાની સાથે મળીને પુરી જગન્નાથ પુરી મંદિરમાં ‘મહા પ્રસાદ’ને ટેસ્ટ કરતો વિડીયો બનાવ્યો છે. આ પહેલા કામિયા જાણીએ ગૌમાંસ ખાતો એક વિડીયો પોસ્ટ કર્યો હતો. ગૌમાંસ ખાનાર વ્યક્તિને જગન્નાથ મંદિરમાં અંદર જવાની અનુમતી નથી. ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ તેમના વિરુદ્ધ IPCની કલમ 295 અંતર્ગત ગુનો નોંધવામાં આવે.” આ સાથે જ તેમણે કહ્યું હતું કે જો આ મામલે ધરપકડ કરવામાં નહીં આવે તો તેઓ કોર્ટના દરવાજા ખખડાવશે.

  કોણ છે કામિયા જાની

  કામિયા જાની એક જાણીતી યુટ્યુબર અને સોશિયલ મીડિયા ઇન્ફ્ય્લુએન્સર છે. તે પોતાની યુટ્યુબ ચેનલ ‘કર્લી ટેલ્સ’ની ફાઉન્ડર છે. આ ચેનલમાં 2 મીલીયનથી વધું સબસ્ક્રાઈબર્સ છે. આ પહેલા કામિયાએ એક વિડીયો શેર કર્યો હતો, જેમાં તે બીફ (ગૌમાંસ)નું પ્રમોશન કરતી જોવા મળી હતી.

  જોકે કામિયા જાનીનો જગન્નાથ પુરી પર વિડીયો વાયરલ થયા બાદ ઉભા થયેલા વિવાદ પછી કામિયાએ પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને પોતે ક્યારેય ગૌમાંસ ન ખાધું હોવાનું જણાવ્યું હતું.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં